________________
શાસનનાં શમણીરત્ન ]
વાંચ્યું છે અને પૂજ્ય આચાર્ય ભગવંત પાસેથી શ્રી વર્ધમાન તપનું માહાસ્ય સાંભળ્યું છે ત્યારથી એ તપ લેવાને અભિલાષ જાગે છે. આપશ્રી મારા પુણ્યપ્રતાપી પૂજ્ય છો. આપશ્રીના મંગળ આશીર્વાદથી મારી શ્રી વર્ધમાન તપ કરવાની ભાવના છે. તે આપ મને આજ્ઞા આપે મંગળ આશીર્વાદ્ધ આપે કે જેથી એ નિવિદને પૂર્ણ કરી શકું.”
પૂ. ગુરુણીએ કહ્યું : “વત્સ તીર્થ શ્રી ! તમારી ભાવના ઘણી ઘણી પ્રશંસનીય છે. પણ વર્ધમાન તપ એ નાનોસૂને તપ નથી. આ તપ સતત ચાલુ રાખવામાં આવે તે પણ ૧૪ વર્ષ, ૩ માસ અને ૨૦ દિવસ ૧૦૮ ઓળી પૂર્ણ કરતાં થાય. વળી આપણું કઠિન સાધ્વીજીવન, ગામગામને વિહાર, કેટલાંક ગામમાં જયાં ગોચરીની પણ અનુકૂળતા નથી હોતી, ત્યાં આયંબિલની જોગવાઈ ક્યાંથી હોય? આપણે સાધ્વધર્મ ભારે કરીને છે; અને તેમાં તમારું શરીર નબળું છે. વર્ષો સુધી, દીર્ઘકાળ આવી કઠણ તપશ્ચર્યાને સતત વળગી રહેવું એ ભગીરથ આત્મબળનું કામ છે. તમારી ઉત્કટ ભાવનાને રોકવાને મારો ઇરાદો નથી, પણ આ બધી મુશ્કેલીમાંથી પસાર થવાનું દુષ્કર છે તે વિચારો.”
શ્રી તીર્થથીજીએ કહ્યું : “પૂજ્યપાદ ! મારી ભાવના છે, અને મનુષ્ય જન્મ, તેમાં જેનશાસન, મહાવીરસ્વામીને વીતરાગ ધર્મ અને તેમાંય મને સાધ્વીપદ મળ્યું છે, તે ભાભવને બેડો પાર કરવા આ તનિધિ વર્ધમાન તપના ભાવ જાગ્યા છે. આપના મંગળ આશીર્વાદથી બધાં રૂાં વાનાં થશે.” વિનય અને ધૈર્યની મૂતિ સમા શ્રી તીર્થ શ્રીજી મહારાજની મક્કમ ભાવના જાણી પૂજ્યપાદ સાધ્વીજી શ્રી શિવશ્રીજી મહારાજે મંગળ આશીર્વાદ સાથે આજ્ઞા આપી. અને પૂ. સા. શ્રી તીર્થ શ્રીજી મહારાજને આત્મા આનંદથી નાચી ઊઠયો ! તેઓ બેલ્યાં : “પૂજયશ્રી ! આજ જન્મજન્માક્તરની મારી ભાવનાએ ફળશે. મારું હૃદય આપની આજ્ઞાથી પ્રફુલ બન્યું છે. આજે હું કૃતાર્થ થઈ છું. પ્રાણાપંણ થતાં પણ હું મારી ભાવનાને જાળવીશ. નિરંતર સાવધ રહીને હું આ મહાન તપ પૂર્ણ કરવા કટિબદ્ધ બનીશ.”
પોતાના શિરછત્ર પૂ. ગુરુણીના મંગળ આશીર્વાદ મેળવી સાધ્વીશ્રી તીર્થ શ્રીજીએ વર્ધમાન તપની શરૂઆત કરી. પાંચ ઓળી પૂર્ણ કરીને પારણું કર્યું. આ પાંચ ઓળીમાં શ્રી સિદ્ધચક્ર ભગવાન ઉપરની તેમની શ્રદ્ધા-ભક્તિમાં ઘણું વધારે થયે. સાથે જ તેમના પૂ. શ્રી શિવશ્રીજી મહારાજ, પૂ. શ્રી હેતશ્રીજી મહારાજ, પૂ. શ્રી તિલકશ્રીજી મહારાજ, પૂ. શ્રી હેમશ્રીજી મહારાજ, વગેરે વડીલેની કૃપાદષ્ટિ વધવા લાગી. શ્રી તીર્થ શ્રીજી મહારાજ તપશ્ચર્યામાં આગળ ને આગળ વધતાં રહ્યાં. જો કે તેમાં અનેક કટી પણ આવી. શરીરમાં એક રોગ દાખલ થાય અને તે જાય ત્યાં બીજે આવી પહોંચે. થોડો વખત તે એળીઓ બંધ રહી. પણ શ્રી સિદ્ધચક્ર ભગવાન ઉપરની અચળ શ્રદ્ધા કે ગમે તેવાં કો આવે છે પણ તે ચલાયમાન થતાં નહીં. આગળ આગળની ઓળીઓમાં આયંબિલની સંખ્યા વધતી જાય, પણ દઢ ટેકવાળાં પૂ. સાધ્વી મહારાજ
ન જરા અનકળતા આવતી કે તુરત બે-પાંચ ઓળીઓ એકસાથે કરી લેતાં. વિહાર ચાલુ હોય, પણ ગમે તેવા સંજોગોમાં તપસ્યા ચાલુ રહેતી. એકવાર પાંચ માસ, એક વાર આઠ માસ અને છ વાર છ છ મહિના સુધી આયબિલની તપશ્ચર્યા એકધારી ચાલુ રાખી અને વર્ધમાન તપ પ્રત્યેની પોતાની દઢ ભાવનાની સૌને પ્રતીતિ કરાવી.
તપની શરૂઆતથી જ પૂજ્યશ્રી પ્રભુદર્શન અને ચૈત્યવંદનાદિમાં એવાં તે નિમગ્ન થઈ જતાં કે કઈ કઈ વાર બબ્બે-ત્રણ ત્રણ કલાક સુધી પ્રભુભક્તિમાં એકાકાર બની જતાં. ઉપરાંત, દિવસ-રાત્રિએ સમય મેળવી કાઉસગ્ગ ધ્યાનમાં લીન રહેતાં. આથી તેમની આત્મિક શક્તિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org