________________
શાસનનાં શ્રમણરત્નો |
[ ૧૬૩ શ્રી જયશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે વાસક્ષેપ નાખવામાં આવ્યું. સોળ વર્ષની કુમારિકા અવસ્થામાં બ્રહ્મચર્યવ્રત ધારણ કરી અને અઢાર વર્ષની યૌવનવયે દીક્ષા અંગીકાર કરી જીવનનૌકાને મોક્ષને માગ પ્રાપ્ત થતાં તેમનો સંયમદષ્ટિ આત્મા આનંદથી નાચી ઊઠયો. સં. ૧૯૨૭માં પૂ. શ્રી રવિસાગરજી મહારાજે ગોદહન કરાવીને શિવશ્રીજી મહારાજને વડી દીક્ષા પણ પાટણમાં જ આપી.
સંયમજીવનના આચાર-વિચારનું ઉત્કૃષ્ટ રીતે પાલન કરતાં, અભ્યાસમાં લીન રહીને તપસ્વાધ્યાયનું આચરણ કરતાં, ગ્રામાનુગ્રામ વિહાર કરીને અનેક સ્થાવર-જંગમ તીર્થની યાત્રા કરતાં તેમ જ ઘણું હળુકર્મ જીવોને ધર્મમાગમાં જોડતાં વિચરવા લાગ્યાં. થોડાં વર્ષોમાં પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે આકર્ષાઈને સંસારના બંધનમાંથી મુક્તિ મેળવવાની અભિલાષાવાળી ઘણી ઘણી કન્યાઓએ—સવાએ તેમની પાસે સંયમનો સ્વીકાર કર્યો. સાધ્વી-સમુદાયમાં તેઓશ્રી એક આદર્શ સાધ્વી તરીકે શોભી રહ્યાં. અનેક ભવ્ય જીને ધર્મકાર્યમાં જોડી તેમનાં તારણહાર બન્યાં.
બાળબ્રહ્મચારી પ્રવતિની સાથ્વીવર્યા શ્રી શિવશ્રીજી મહારાજને શિવશ્રીને વરવા ઉત્કંઠિત થયેલા આત્મા વિ. સં. ૧૯૮૦ના જેઠ સુદ ૫ ને દિવસે જીર્ણ દેહનો ત્યાગ કરીને પરલોક સિધાવ્યો. ૭૨ વર્ષની વયે ૫૪ વર્ષના દીઘ ચારિત્રપર્યાયનું સુપેરે પાલન કરીને એ ભવ્ય આત્મા અમર ભૂમિને પામવા ચાલ્યો ગયો ! આજે પૂજ્યશ્રી શિવશ્રીજી મહારાજની શિષ્યા-પ્રશિષ્યાની વંશવેલી ૬૦૦ સુધી પહોંચી છે, અને જે જેનસમાજને, જૈનશાસનનો, જેનધર્મને ઉદ્યોત કરી રહેલ છે. એવાં એ આદરણીય મહાન સાધ્વીવર્યાનાં ચરણોમાં કેટિ કેટિ વંદના !
પૂ. સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજ
સૌભાગ્યશ્રીજી
વિનયશ્રીજી
તિલકશ્રીજી ( તેમનાં શિખ્યા-પ્રશિષ્યાની વિગત જુઓ તેમના જીવન પરિચયમાં.]
સુમતિશ્રીજી
ભાવ બીજી
વિશાળ જ્ઞાનરાશિ અને શિષ્યાસખ્ખદાથી સુસમ્પન્ન, પ્રશાંતમૂર્તિ
પૂ. સાધ્વીરત્નાશ્રી તિલકશ્રીજી મહારાજ પરમ પાવનકારી અનુપમ તીર્થ શ્રી શંખેશ્વરજી પાસે આવેલું રાધનપુર, ખરે જ આરાધનપુર છે. અનેક જૈન મંદિરથી સુશોભિત રાધનપુરમાં જૈનધર્મપરાયણ શ્રી દલછાચંદ ટીલાચંદ રહેતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ વીજળીબાઈ હતું. વિ. સં. ૧૯૩રના મહા વદ ચોથને દિવસે તેમને ત્યાં એક પુત્રીને જન્મ છે. પુત્રીનું નામ રૂક્મિણી – રૂખીબહેન પાડવામાં આવ્યું. બાળપણથી રૂખીબહેનનું મન ધર્મના રંગે રંગાવા લાગ્યું હતું. એમાં માતા વીજળીબાઈને સ્વર્ગવાસ થયે અને રૂખીબહેન પિતાની છાયામાં રહેવા લાગ્યાં. પિતાની આજ્ઞાને માન આપી રૂખીબહેને લગ્ન માટે સંમતિ આપી અને હેમચંદ પાનાચંદની પેઢીના માલિક શ્રી નાગરદાસ પારેખ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org