________________
પૂ. આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.નાં
સમુદાયવર્તિની શ્રમણીરત્નો
આગમદારક પૂ. આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં શ્રમણરત્નની સંખ્યા-આરાધના સાધના અપ્રતિમ રહ્યાં છે. તેઓશ્રીને આઝાવતી શ્રમણ સમુદાય વતમાનમાં ૭૦૦ ઉપર છે અને તેમાં આરાધનાની અમીવ, સાધનાની સરિતા અને ઉપાસનાની ઉપવનરાજિ પૂર્વવત્ સદા પ્રફુલ્લિત રહી છે.
આ સમુદાયમાં તપની ગંજાવર સંખ્યા છે. વર્તમાનકાળમાં વધમાન તપની ૧૦૦ એળીની તપસ્યાની આ સમુદાયનાં જ પૂ. સાધ્વીભગવંતે પહેલ કરી અને આજ વિભિન્ન સમુદાયમાં પણ વિરલ આત્માઓ કરતા જોવા મળે છે. તીર્થોદ્ધારમાં પણ શ્રમeણીઓ સફળ રહી છે, તે માલવા-મેવાડ જેવા પ્રાંતને તો તેઓએ અનેક પ્રકારની વિટંબના-ઉપસર્ગ –પરિષહ સાથે હામ ભીડી જગતની ગુમરાહ બનેલી નવી પ્રજાને સન્માગે વાળી છે.
જૈનશાસનમાં ૧૩-૧૪મા સૈકાનાં સાધ્વીભગવંતના ઉલ્લેખે જેમ તેઓ પ્રત્યે સદ્ભાવ જગાવી જાય તેમ જ કદાચ આજનાં આ શ્રમણીરાની અલૌકિક અને અદ્વિતીય પ્રભા દેખાઈ આવે છે.
ઉપરાંત, સ્વાધ્યાયમગ્નતા, અપ્રમત્તતા અને સ્વગચ્છનાયક પ્રત્યેને શરણુગતભાવ ખરેખર અનમેદનીય બન્યું છે.
અનુશાસનમાં અતિશયેક્તિ વિના, અનુભવના આધારે હાલના જિનશાસનમાં પ્રથમ હરોળમાં આવતો આ સમુદાય છે, આ શ્રમણરત્ન છે. આવા પુન્યશાળી મહાસમૂહથી જ ધરા રસવાહી રહી છે.
વધુ તે અંદરની જીવન-રૂપરેખા જ તેઓના વ્યક્તિગત પરિચય કરાવશે. હા, અહીં પણ આટલું એટલે જ કે આ સમુદાયમાં એવાં સેંકડે શ્રમણુએ છે કે જેઓશ્રી સ્વસાધનાને પ્રસ્તુત કરતાં અચકાયાં...ન કર્યા અને ર્યા તે એમાં પણ અચકાયાં. તેથી ઘણું પૂજ્યવરની આંતરિક પ્રતિભા અમે નથી મેળવી શક્યા તેઓની તે સ્વસાધના અને સૂક્ષ્મ શક્તિ આપનારી બને અને જેની જાણ શક્યા છીએ તેઓની ભારેભાર અનુમોદના કરી જીવન કૃતાર્થ કરીએ એ જ અભિલાષા.
– સંપાદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org