________________
૧૬૨ ]
[ શાસનનાં શ્રમણીર [પૂ. આનંદસાગરસૂરિજીના વિશાળ સાધ્વીસમુદાયમાં શ્રી તિલકશ્રીજી, શ્રી પુષ્પાશ્રીજી આદિ જુદા જુદા પરિવારેનું વિભાગીકરણ જોવા મળે છે. તેમાં પૂ. શિવતિલક-હેમ-તીથ–રંજનશ્રીને જે પરિવાર છે તે અહીં પ્રથમ ક્રમે રાખી, તે પરિવારના પરિચયે શરૂઆતમાં આપવામાં આવ્યા છે. એટલે કે અહી જે તે પરિવારના પરિચયે તે તે પરિવારમાં ક્રમે ક્રમે પ્રગટ કરવામાં આવ્યા છે.]
સુદીર્ધ સંયમપર્યાયી, શાસનપ્રભાવિકા પ્રવતિની
પૂ. સાધ્વીવર્યાશ્રી શિવશ્રીજી મહારાજ આ વસુંધરા પર કરડે મનુષ્ય જન્મ લે છે અને કરડે ચાલ્યા જાય છે. જે આત્માઓના જન્મથી હજારો મનુષ્ય સન્માગે વળે છે તે આત્માઓનું જીવન ધન્યાતિધન્ય બને છે. શ્રી સાગરાનંદસૂરિ સમુદાય અલંકૃતા ત્રિપુટીર–સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજ, સા. શ્રી તિલકશ્રીજી મહારાજ અને સા. શ્રી હેમશ્રીજી મહારાજ–આજે પણ સાધ્વીસમુદાયમાં ખૂબ જ સુપ્રસિદ્ધ છે. તેઓએ જેનસમાજ અને તેમાંયે શ્રાવિકાવર્ગને ધાર્મિક ભાવનાઓને જે રંગ લગાડ્યો છે તે અવિસ્મરણીય છે. એ ત્રિપુટીરત્નોમાં પ્રથમ સ્વનામધન્ય, સુપ્રસિદ્ધ તપસ્વી, વિદુષી સાધ્વીશ્રી શિવશ્રીજી મહારાજ શ્રી સાગરાનંદસૂરિ સમુદાયના સાધ્વીગણમાં ભૂષણ રૂપ બન્યાં હતાં.
- સૌરાષ્ટ્ર ધર્મભૂમિ, કર્મભૂમિ, તીર્થભૂમિ અને વીરભૂમિ છે. આ પ્રદેશના સુપ્રસિદ્ધ નગર વીરમગામ પાસે રામપુરા-ભંકડા નામનું એક મનોહર ગામ છે. આ ગામમાં શેઠ ઝુમખરામ સંઘજી ધર્મનિષ્ઠ વ્યાપારી હતા. તેમનાં ધર્મપત્નીનું નામ અંબાબાઈ હતું. પતિપત્ની બંને ધમભાવનાથી યુક્ત સુસંસ્કારી હતાં. તેમને ત્યાં વિ. સં. ૧૯૦૮માં એક પવિત્ર આત્માએ જન્મ લીધે. આ પુત્રીરત્ન ભાવિમાં શિવપુરીના માર્ગે સંચરવાનું હોય તેમ બાળાનું નામ શિવકુંવર રાખવામાં આવ્યું. ચોગ્ય ઉમરે શિવકુંવરને નિશાળે બેસાડયાં. સાથે સાથે ઉપાશ્રયે પણ જતાં અને સાધ્વીજી મહારાજ પાસે ધાર્મિક સૂત્ર શીખવા લાગ્યાં. અ૯પ સમયમાં સારો એવો બેધ ગ્રહણ કર્યો. તેમને બીજા ભાઈ-બહેનો હતાં. તેમાં શિવકુંવરબહેનને આત્મા સવિશેષ ધર્મના રંગે રંગાયેલું હતું. તેમાં એકાએક માતા અંબાબાઈનું અવસાન થયું અને શિવકુંવરબહેનને સંસારની અસારતા સમજાઈ ઈ અંબાબાના સ્વર્ગવાસ પછી ઝુમખરામ શેઠે ચોથું વ્રત ઉશ્ચરવાનો વિચાર કર્યો. પૂ. સા. શ્રી જયશ્રીજી મહારાજ રામપુરમાં પધાર્યા. તેમના ઉપદેશથી સં. ૧૯૨૪માં પિતા ઝુમખામે ચતુર્થ વ્રત અંગીકાર કર્યું. તે સાથે શિવકુંવરબહેને પણ ઉલ્લાસપૂર્વક ચતુર્થવ્રત અંગીકાર કરી સંચમધમનો પાયો નાખે.
ત્યાર પછી શિવકુંવરબહેનનું જીવન ધમથી ઓતપ્રેત બની ગયું. સંસારરૂપી પિંજરમાંથી છૂટવાની તમન્ના જાગી. ધમભાવથી રંગાયેલા પિતા ઝુમખરામે પણ દીક્ષા માટે અનુમતિ આપી. એવામાં સાગરસમુદાયના કિયાપાત્ર, શાંત, ગંભીર અને વિદ્વાન મુનિરત્ન શ્રી રવિસાગરજી મહારાજ પાટણ પધાર્યા. તે સમયે પૂ. સા. શ્રી જડાવશ્રીજી મહારાજ તથા પૂ. સા. શ્રી શ્રીજી મહારાજ પણ પાટણમાં બિરાજમાન હતાં. વિ. સં. ૧૯૨૬ના જેઠ વદ ૧૦ને જ પૂજ્ય મુનિવયશ્રી રવિસાગરજી મહારાજના વરદ હસ્તે શિવકુંવરબહેને પાટણમાં ધામધૂમપૂર્વક દીક્ષા અંગીકાર કરી. કલ્યાણકારી શિવ કબ્દને લઈને તેમનું નામ શિવશ્રીજી રાખવામાં આવ્યું અને તેમને સાથ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org