________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૧૬૦/૭ અને પૂછ્યું કે, તમે શા માટે દીક્ષા લીધી? અતિ આગ્રહને વશ થઈને તરંગવતીએ પિતાનું વૃત્તાંત જણાવ્યું: “હું એક વખત યુવાવસ્થામાં મારી સખીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરવા ગઈ હતી ત્યારે ચકવા પક્ષીને જોઈને મને જાતિસ્મરણ થયું. હું પણ પૂર્વજન્મમાં ચકવાની સાથે ચકવી તરીકે ગંગા નદીના કિનારા પર વિહાર કરતી હતી. ત્યાં એક શિકારીને હાથે ચકવાની હત્યા થઈ. ત્યાર પછી મેં પણ પ્રાણત્યાગ કર્યો અને સ્ત્રી તરીકે જન્મ ધારણ કર્યો. જાતિ
મરણ જ્ઞાનથી જે ખબર પડી તેનું ચિત્ર બનાવીને કૌશી નગરના ચાર રસ્તાવાળી જગ્યા પર મૂકયું. જતાં-આવતાં લોકોએ આ ચિત્ર જોયું. તેમાં આ જ નગરીના શ્રેષ્ઠિપુત્ર પદ્મદેવે ચિત્ર જોયું ને તુરત જ જાતિસ્મરણજ્ઞાન થવાથી પૂર્વજન્મનું મરણ થયું. ત્યાર પછી અમારા બંનેને સનેહ દિનપ્રતિદિન વૃદ્ધિ પામે. છતાં પિતાએ પદ્મદેવ સમાન્ય સ્થિતિવાળા હેવાથી તેની સાથે વિવાહની સંમતિ ન આપી. અમે બંને એક નાવમાં બેસીને ભાગી છૂટયાં પણ ચિરની ટોળીથી પકડાઈ ગયાં. ચરોએ કાત્યાયની સમક્ષ અમારું બલિદાન ચડાવવાનું નક્કી કર્યું ત્યારે મેં અત્યંત કરુણ અને આ સ્વરે રુદન કરવા માંડ્યું એટલે ચેરાના સરદારનું હૃદયપરિવર્તન થતાં અમને છોડી દીધાં. પછી અમે રખડતાં રખડતાં કૌશંબી નગરી આવ્યાં. પિતાએ ધામધૂમથી અમારાં લગ્ન કર્યા. કાળચક્ર ચાલ્યા જ કરે છે. સમય જતાં મેં ચંદનબાળા પાસે દીક્ષા લીધી અને અત્યારે આપની સમક્ષ સાધ્વી તરીકે ગોચરી વહેવા આવી છું.” તરંગવતીની કથા અત્યંત રસિક હેઈ જેનસાહિત્યમાં એક આસ્વાદ્ય રચના તરીકે સ્થાન ધરાવે છે.
મહાવીરત્તર સમયની સદવીઓ અને નારીરને જિનશાસનની વર્તમાન આર્ય સન્નારીઓના જીવનઘડતરમાં સાત્વિકતાનું પરમેશ્ચ ભાથું પૂરું પાડે છે. ધર્મપરાયણતા, આરાધનાની ભાવના અને વિચાર થતાંની સાથે જ ભૌતિક સુખ-સમૃદ્ધિને શીઘ્ર ત્યાગ કરીને સંયમનો સ્વીકાર કરવા માટે આ સુકોમલ સન્નારીઓ તૈયાર થઈ જતી. પૂર્વજન્મની આરાધના, વર્તમાનમાં માતાપિતાના સંસ્કાર અને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેની ભાવના જોવા મળે છે. પ્રત્યેક ચરિત્ર જીવનઘડતરને ભવભ્રમણથી મુક્ત થવા માટે વિવિધ રીતે હૃદયસ્પર્શી બનીને આત્મકલ્યાણના શાશ્વત માર્ગ તરફ ગતિ કરવા દિશાસૂચન કરે છે. આરાધક આત્મા સૌમ્ય ભાવથી, ગુણગ્રાહી દષ્ટિ રાખીને જ્યાંથી કંઈક ગુણસંવર્ધન માટે જે કંઈ પ્રાપ્ત થાય તેને ગ્રહણ કરે છે. એ દષ્ટિએ મહાવીરેત્તર સમયની સાધ્વીઓ અને શ્રાવિકાઓના જીવનનાં વિશિષ્ટ ગુણોની કીતિ ગાઈને આરાધનાના માર્ગમાં આરાધક ભાવથી આત્માભિમુખ બનીને આત્મકલ્યાણ સાધીએ એવી અપેક્ષા અસ્થાને નહિ લેખાય.
શ્રમણીસંઘ : વિહંગાવલોકન આર્યસંસ્કૃતિમાં ગુરુશિષ્યને સંબંધ માત્ર અધ્યાત્મમાં જ નહિ, પણ વ્યવહારુ જીવનમાં સ્વીકૃત છે, ગુરુ પ્રત્યેની ભક્તિ-વૈયાવચ્ચ અને એમની નિશ્રામાં થતી દર્શન, જ્ઞાન અને ચારિત્રની સાધના ભવભ્રમણમાંથી મુક્તિ અપાવનારી બને છે. ગુરુમુક્તિને માર્ગ બતાવનાર છે. અંધકારમાંથી પ્રકાશનું અને અસતુમાંથી સત્ નું દર્શન કરાવનાર છે. શિક્ષા-દીક્ષા આપીને દાનવમાંથી માનવમહામાનવ અને અંતે મુક્તિસુખ અપાવનાર ગુરુ જ છે. દેવ, ગુરુ અને ધર્મના ત્રિકોણમાં ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org