________________
૧૫૮ ]
શાસનનાં શમણીરત્ન પ્રભાવથી જાણ્યું કે દીક્ષિત થયેલ પોતાના પુત્રનું આયુષ્ય અ૯પ છે. એટલે અલ્પકાળમાં વિશેષ આરાધના માટે દશવૈકાલિક સૂત્રની રચના કરી. આચાર્ય મહારાજે જૈન ધર્મના સિદ્ધાંતને આ સૂત્રમાં સ્થાન આપ્યું. તેનું ધ્યાન કરીને મનકનું અવસાન થયું. માતાએ માતૃસ્નેહની વૃષ્ટિને કાળ હતો ત્યારે બાળકનો બાલ્યાવસ્થામાં દીક્ષા માટે ત્યાગ કર્યો ! અને દીક્ષા પછી અલ્પકાળમાં પુત્રના અવસાનથી માતા કેવી શોકમગ્ન બની હશે ?! કર્મની કેવી વિચિત્રતા છે ! ગર્ભાવસ્થા દરમિયાન પતિએ દીક્ષા લીધી ત્યારે તેણીએ કેટલી મુશ્કેલીએ જીવન ચલાવ્યું હશે ! અને તે પણ, અંતે તે શોકસાગરમાં જ રહેવાનો વખત આવ્યો ! પણ, આ આર્ય સન્નારીએ શેષ જીવન ધર્મારાધનામાં જ પસાર કર્યું.
કોશા : મગધની રાજધાની પાટલીપુત્રની રાજગણિકા કેશા માત્ર જૈનસાહિત્યની નહિ, પણ જૈનેતર સાહિત્યસૃષ્ટિમાં પણ યશ પ્રાપ્ત કરનારી, રૂપલાવણ્ય, ચતુરાઈથી પ્રભાવશાળી નારી એ કેશા હતી. તેણીને રૂપકેશા નામથી પણ ઓળખવામાં આવે છે. નગરના અને અન્ય રાજ્યના યુવાન રાજકુમારો અને ધનિક શ્રેષ્ઠિપુત્રો કેશાના રૂપ, ગુણ અને સૌંદર્યથી માહિત થયા હતા. યુવાને તેના મિલનની તક શોધતા ફરતા. કેશાના અલૌકિક સૌંદર્યથી મોહ પામીને શકટાલ મંત્રીના જયેષ્ઠ પુત્ર સ્થૂલિભદ્ર તેણીને ત્યાં બાર વરસ રહ્યા હતા. કવિ પંડિત વિવિયજીએ “સ્થૂલિભદ્રની શિયળવેલ ”ની રચના કરી છે તેમાં કેશાના રૂપગુણનું વર્ણન કરતાં જણાવે છે :
વરવધૂ સેહામણી રૂપેરંગે સારી, સકલ સ્વરૂપ નિહાળતાં સુરસુંદરી હારી....(૧) શરદ પૂનમનો ચંદ્રમા, મુખ દેખી હવે, અધર અરુણું પ્રવાલની પણ ઉપમા ન આવે....૨) દંત ઇસ્યા દાડમકલી, ફૂલ વયણે ખરતાં, નાસા ઉપમા ન સંભવે શુક ચંચૂક ધરતાં....(૩) લેચનથી મૃગ લાજ, શશીમંડળ બેઠે, પાણિ-ચરણને જોઈને જળપંકજ વસિયાં....(૪) સુંદર વેણી વિલેકીને ફણીધર ભૂમિ પડે, કળશ ઉરજને દેખીને લવણોદધિ સશીયો...(૨) લંક કરિ તટ કેસરી ગિરિકંદર નાસી, માહિનીમંત્ર મસે ઘડી વિધા ઈહા વાસી...(૬) દંત તો ચૂડે કે, હૈયે મોતને હાર, કુંજરની ગતિ ચાલતી, ત્રણ રન જ હાર...(૭) ખેદ ભરાશા હાથીઆ નાખે શિરછાર, અબળા તે સબળા થઈ અમને ધિક્કાર....(૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org