________________
શાસનનાં શમણુરને ]
[ ૧૫૭ રજની વીતી ગઈ. સુવર્ણમય પ્રભાત ઊગ્યું. રાજગૃહીના ઈતિહાસમાં એક ભવ્ય પ્રસંગ ઊજવાયે. સુધર્માસ્વામીથી પ્રતિબધ પામેલા જાબૂ કુમાર અને તેમની આઠ સ્ત્રીઓ, તેમના માતાપિતા, પ્રભવ ચેર અને તેના ૪૯ સાથીઓ – એમ સર્વ મળીને પર૭ જણે એકસાથે આ અસાર સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. ભગવાન મહાવીરના નિર્વાણ પછી, પ્રથમ વખત સુત્રતા સાધ્વી પાસે એકીસાથે સુશિક્ષિત અને સમૃદ્ધ પરિવારની ૧૭ સ્ત્રીઓએ દીક્ષા લીધી. આર્ય સન્નારી પતિવ્રતા ધર્મને અનુસરનારી હોય છે તે સ્વીકારીએ; પણ લગ્નની પ્રથમ રાત્રિએ ભોગસુખને બદલે ત્યાગ અને વૈરાગ્યની વાણી સાંભળી દીક્ષા અંગીકાર કરવા તૈયાર થાય એ તો પૂર્વજન્મના પ્રબળ સંસ્કાર અને કર્મનો ક્ષય થયું હોય તે જ આ નિર્ણય થઈ શકે. શુભ કર્મ ઉદયમાં આવે ત્યારે આવું બને છે. લગ્ન પ્રસંગ સ્વપ્નવત્ બની ગયે. શરીરસુખને બદલે આત્માના શાશ્વત સુખને રાજમાર્ગ આ સ્ત્રીઓએ અપનાવ્યું. આ એક અદ્દભુત અવિસ્મરણીય પ્રસંગ ગણાય છે :
એક જબ્બ જગ જાણીએ, બીજા નેમિકુમાર;
ત્રીજા વયર વખાણીએ, આથી શ્રી સ્થૂલિભદ્ર.” એવી ઉક્તિ સાચે જ જૈનધર્મીઓનાં હૃદયમાં ચિરકાળ સુધી સ્થાન પામેલી છે. આ પ્રસંગ ન ભૂતો ન ભવિષ્યતિ છે.
વિગતભયા : અવંતિસેન રાજાના સમયમાં ઉજજૈન નગરી જૈનધર્મનું મુખ્ય કેન્દ્ર બની ડતી. આ નગરીમાં સાધુ-સાધ્વીઓ માટે ઉપાશ્રય ઉપરાંત જ્ઞાને પાસના અને વૈયાવચ્ચ અંગેની વિપુલ સામગ્રી ઉપલબ્ધ થઈ શકતી હતી. સાધ્વીજી મહત્તા વિજયવતીની સેવામાં અન્ય સાધ્વીઓ પણ નિવાસ કરતી હતી. સાધ્વીજી મહત્તરા વિજયવતીની નિશ્રામાં તપ, જ્ઞાન અને ધ્યાનની ત્રિવેણીમાં અન્ય સાધ્વીઓ આત્મોન્નતિને પ્રેરણાદાયી પુરુષાર્થ કરતી હતી.
આ સાધ્વીસમુદાયમાં વિગતભયા નામનાં સાધ્વીજી વિશેષ સ્થાન ધરાવતાં હતાં. તેઓ તપ, જ્ઞાન અને ધ્યાનમાં અન્ય સાધ્વીઓ કરતાં વિશેષ વિશુદ્ધ આરાધક હતાં. તેમણે શાસ્ત્રાચાર પ્રમાણે અનશન કરીને દેહત્યાગ કર્યો હતો. આ પ્રસંગે ચતુવિધ સંઘ તરફથી કૌશંબીનગરીમાં એમના સમરણાર્થે મહોત્સવ ઊજવવામાં આવ્યું હતું. એમણે વિહાર કરીને ગામેગામ જૈનધર્મના પ્રચાર માટે લોકોને શાસ્ત્રની વાત સમજવી હતી. પરિણામે એમની ખ્યાતિ કૌશંબીનગરી અને તેની આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ હતી.
શ્રાવિકા (મનકની માતા) : ભગવાન મહાવીરના નિર્વાણ પછી પણ ચંદનબાળાના પરિવારમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. પ્રભવસૂરિ મહારાજે હૃદયયજ્ઞ અને ભાવયજ્ઞની તાત્વિક મીમાંસા કરતે લેકેને ઉપદેશ આપ્યો. તેમાં શયંભવ વિશેષ પ્રભાવિત થયા. પ્રભવસૂરિના ઉપદેશથી વૈરાગ્યવાસિત બનીને “શુભસ્ય શીધ્રમ ” એ ન્યાયે પિતાની ગર્ભવતી પત્નીને ત્યાગ કરીને ગુરુ પાસે ચારિત્રને સ્વીકાર કર્યો. ગુરુની નિશ્રામાં રત્નત્રયીની આરાધના કરતાં તેઓશ્રી આચાર્યપદથી અલંકૃત થયા અને શયંભવસૂરિ નામથી વિખ્યાત થયા.
કાળક્રમે ગર્ભવતી પત્નીએ પુત્રને જન્મ આપે અને તેનું નામ મનક પાડવામાં આવ્યું. મનકે પણ બાલ્યાવસ્થામાં પિતા પાસે દીક્ષા ગ્રહણ કરી. આચાર્ય પિતાએ તિષજ્ઞાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org