________________
૧૬૦/૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ન કુણાલના પુત્ર સંપ્રતિએ ૨૩૦માં જૈન ધર્મને પ્રચાર કર્યો હતો. સંપ્રતિરાએ એક વખત આર્ય સુહસ્તિને જોયા અને જાતિસ્મરણ થતાં પૂર્વભવનું મરણ થયું. ત્યાર પછી સંપ્રતિસા જૈનધર્મી બનીને આર્ય સુહસ્તિ મહારાજને પિતાના ગુરુ બનાવ્યા. સંપ્રતિરાજા પરોપકારી હતા. જિનશાસનની અપૂર્વ પ્રભાવના કરવા માટે સંપ્રતિરાજાએ તૃપ, જિનમંદિર અને સવા કરોડ જિનપ્રતિમાઓ ભરાવી હતી. આજે પણ સંપતિ રાજાની પ્રતિમા ઘણા મંદિરમાં સ્થાપિત થયેલી જોવા મળે છે. આલ્બ, મિસર, ચીન, જાપાન જેવા દેશોમાં પણ જૈન ધર્મના પ્રચાર માટે પિતાના પ્રતિનિધિઓને મોકલ્યા હતા. અસંઘમિત્રાના સ્વામી અશોક બૌદ્ધધમી હેવા છતાં પોતાના પુત્ર દ્વારા જૈનધર્મની પ્રભાવના થઈ હતી.
ઉર્વિલા : મથુરા નગરીના રાજા પ્રતિમુખની રાણી હતી. રાજા પાસે એક પ્રાચીન સૂપ હિતે. તેને માટે રાજાની રાણીઓ એકબીજા સાથે ઝગડતી હતી. રાજાની બીજી રાણી બૌદ્ધધમી હોવાથી તેણીએ આ સૂપને પિતાની પાસે રાખ્યું. રાણી ઉર્વિલાએ જૈન વિદ્વાનોને પોતાના રાજદરબારમાં આમંત્રણ આપીને બોલાવ્યા અને શાસ્ત્રાર્થ દ્વારા સિદ્ધ કરાવ્યું કે, સૂપ જેનધર્મનો છે. સ્તૂપની માલિકીને નિર્ણય થયા પછી રાજાએ મહોત્સવ કર્યો અને ત્યાર પછી રાણી ઉવિલાએ અન્નજળને સ્વીકાર કર્યો. આથી વિલાની જૈન ધર્મ પ્રત્યેની શુભ ભાવના કેવી હતી તેને પરિચય પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓ માત્ર રાજદરબારમાં શોભાનાં પૂતળાં સમાન ન હતી, પણ પિતાના જ્ઞાન અને બુદ્ધિથી રાજ્યવૈભવમાં સુખ ભેગવવા છતાં શાસ્ત્રજ્ઞાનથી જૈનધર્મની પ્રભાવના કરવામાં પણ પ્રવીણ હતી.
પૂર્ણમિત્રા : કલિંગના રાજા ખારવેલની રાણી અને રાજા લલાક હસ્થિસિંહની પુત્રી. ખારવેલ રાજાએ હસ્તિગુફાની રચના કરાવીને તેના પર બ્રાહ્મી લિપિમાં શિલાલેખ કરાવ્યું હતે. આ રાજાએ ઉદયગિરિના કુમારી પર્વત પર પણ શિલાલેખ કેતરાવ્યું હતું. પૂર્ણમિત્રા રાણી જેનધમી હોવાથી જૈનાચારનું પાલન કરીને જેન સાધુ-સાધ્વીઓની ભક્તિ કરતી હતી. હિમવંત સ્થવિરાવલીમાંથી નીચે જણાવેલી વિગતો પ્રાપ્ત થાય છે: ખારવેલ રાજાએ કુમારગિરિ ગુફાના વિસ્તારમાં ચતુર્વિધ સંઘના સંમેલનની યોજના કરી હતી. તેમાં આય બલિસહ, આર્ય સુસ્થિત વગેરે શમણની સાથે આર્યા પછી વગેરે ૩૦૦ સાધ્વીઓ અને આર્યા પૂર્ણમિત્રા વગેરે ૭૦૦ શ્રાવિકાઓએ ભાગ લીધે હતે. રાજા ખારવેલની પ્રાર્થનાથી અપ્રસિદ્ધ કેટલાક જિનપ્રવચનેને તાડપત્ર, ભેજપત્ર અને વલ્કલ પર લખવામાં આવ્યાં. આ કાર્યમાં સંમેલનમાં ઉપસ્થિત સાધુ-સાધ્વીઓએ શ્રુતજ્ઞાનની ભક્તિરૂપે લેખનકાર્ય કર્યું. સુધર્માસ્વામીએ જે પ્રવચન આપ્યાં હતાં તેના રક્ષક તરીકેની જિનશાસનની નોંધપાત્ર સેવા કરી છે. તદુપરાંત આગમગ્રંથને પુસ્તકરૂપે પ્રગટ કરવાનું કાર્ય પણ કરવામાં આવ્યું હતું. આ સંમેલનની એક ઐતિહાસિક ધપાત્ર સિદ્ધિ એ છે કે જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓએ તેમાં હાજર રહીને જેનધર્મના જ્ઞાનના ભવ્ય વારસાના રક્ષણ અને પ્રકાશનકાર્યમાં ભગીરથે પુરુષાર્થ કરીને નારી સમાજની જિનશાસન પ્રત્યેની ભક્તિભાવના પ્રગટ થયેલી જોવા મળે છે. આ સમયની સ્ત્રીઓએ ૧૧ અંગસૂત્રોના ગ્રંથસ્થ કાર્યમાં ભાગ લઈને જ્ઞાનપ્રાપ્તિની સમાન તક પ્રાપ્ત કરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org