________________
શાસનનાં શમણીર ]
[ ૧૬૦/૩ દક્ષિણ ભારતના તામિલ અને પાંડવ્ય વિસ્તારના રાજાઓ જેનધર્મને રાજ્યાશ્રય આપતા હતા. ખાલ રાજાના રાજ્યાભિષેક પ્રસંગે આ વિસ્તારના રાજાઓએ કેટલીક કિંમતી વસ્તુઓ ભેટ રૂપે મોકલી હતી. નાલિદિયર ગ્રંથની રચનામાં ઉત્તર ભારતના ૮૦૦૦ સાધુઓ ઉત્તર ભારત પાછા જવા માગતા હતા ત્યારે ત્યાંના રાજાએ દરેકને તામ્રપત્ર આપ્યું અને આ સાધુઓએ જ્ઞાનની વિગતે લખી. આ લખાણના સમૂહનું સંકલન કરીને તામિલ ભાષામાં “નાલિહિયર” ગ્રંથની રચના કરી.
પૂર્ણમિતાએ શ્રાવિકાઓની પ્રતિનિધિ બનીને જૈન ધર્મના અંગસૂત્રની રચનામાં મૂલ્યવાન પ્રદાન કર્યું હતું.
આર્યા પિોઈણી : ભગવાન મહાવીરના નિર્વાણ પછીની ચોથી સદીના પ્રારંભના વરસમાં રાજી ખાતે આગમ સાહિત્યને ગ્રંથસ્થ કરવા માટે ૫૦૦ સાધુઓનું સંમેલન યેર્યું હતું. આ સંમેલનમાં આર્યા પણીની સાથે ૩૦૦ સાધ્વીઓએ ભાગ લીધો હતો. સાક્ષાત્ ભગવાન મહાવીર ભારતની ધરતી પર વિચરી રહ્યા હતા, ત્યારે તે જૈનધર્મની પ્રભાવના થઈ હતી, પણ એમના નિર્વાણ પછીના સમયમાં સાધ્વીઓએ જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવ્યા હતા. આર્યા યા પછીથી સાધ્વી સંઘની પ્રમુખ સાધ્વી તરીકે આર્યા પછણનું સ્થાન છે. તેણીએ જે કાર્ય કર્યું છે તે ઉપરથી તેણીની બહુશ્રુતતા, નેતૃત્વશક્તિ અને આચારશુદ્ધિ જેવા અનુકરણીય ગુણોનો પરિચય થાય છે. પાઈણ એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. સંસ્કૃતમાં “પતિની ” શબ્દ છે. તેનો અર્થ જહાજ થાય છે. એટલે પિધણીનું કાર્ય ભવસમુદ્ર તવા માટે જ્ઞાનમાર્ગની યાત્રાના રાજમાર્ગનું દિશાસૂચન કરવાનું છે.
(સંદર્ભ : “જૈનસાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ”, લે. મો. દ. દેસાઈ) સાધ્વી સરસ્વતી : ધારાવાસ નગરના રાજા વસિંહની રાણી સુરસુંદરી હતી. તેણીને કાલક નામને પુત્ર અને સરસ્વતી નામની પુત્રી હતી. યથાનામગુણ સરસ્વતી જ્ઞાનપ્રાપ્તિમાં પ્રથમ કોટિની હતી. રૂપ, અને વિદ્યાથી વિભૂષિત સરસ્વતીને પિતાના ભાઈ કાલક સાથે અત્યંત નેહ હતો. એક વખત પોતાના ગામમાં પધારેલા આચાર્ય મહારાજને ઉપદેશ સાંભળીને વૈરાગ્યવાસિત થતાં ભાઈ-બહેને દીક્ષા ગ્રહણ કરી. એક વખત પિતાના દીક્ષિત ભાઈ ઉજજૈન નગરીના ઉદ્યાનમાં પધાર્યા હતા ત્યારે સરસવતી સાથ્વી અન્ય સાધ્વીઓ સાથે ભાઈને વંદન કરવા માટે ગઈ. આ વખતે ઉજજૈન નગરીને રાજા ગર્દભિલ વનવિહાર કરીને પાછા વળતે હતો. રાજાની દૃષ્ટિ સૌંદર્યવાન સરસ્વતી સાધ્વી પર પડી. રાજાએ મોહિત થઈને તેણીનું અપહરણ કર્યું. આ સાધ્વીને અનેક પ્રકારની લાલચ આપીને ચલિત કરવા માટે પ્રયત્ન કર્યો, પણ સાધ્વી પિતાના આચારમાંથી લેશમાત્ર ચલિત થઈ નહિ. પિતાના શિયળનું રક્ષણ કર્યું. સંઘના કાર્યકર્તાઓએ રાજાને ઘણું સમજાવ્યા, સાધ્વીને મુક્ત કરવા આગ્રહભરી વિનંતી કરી છતાં રાજાએ પોતાની જીદ છોડી નહિ. અંતે કાલક મુનિએ સાધુવેશને ત્યાગ કરીને સરસ્વતી સાધ્વીને મુક્ત કરાવવા માટે યુદ્ધની તૈયારી કરવા માંડી. કાલકે સિંધુ દેશના શક રાજાઓની સહાયથી ઉજજૈન પર ચઢાઈ કરી. આ યુદ્ધમાં ગદૈભિલ્લ રાજાને પરાજ્ય થયે. સરસ્વતી સાધ્વીને મુક્ત કરવામાં આવી. તેણીએ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org