________________
૧૬૦/૪ ]
[ શાસનનાં શ્રમણીરત્ન કર્યું અને જીવનભર ઘેર તપસ્યા કરીને અંતિમ સમયે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો. આ પ્રસંગ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે ઉત્તર ભારતમાં ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં જૈન સાધુઓ અને સાધ્વીઓ વિદ્યમાન હતાં. સાધ્વીઓ વિહાર કરતી, ગામોગામ નિવાસ કરતી, ધર્મોપદેશ આપતી, આત્મકલ્યાણ સાધતી. એક રાજા જૈન સાધ્વીનું અપહરણ કરે એ ઐતિહાસિક પ્રસંગ પહેલવહેલો પ્રાપ્ત થાય છે. સરસ્વતી સાધ્વીને મુક્ત કરાવીને કાલકાચા જૈનધર્મની પ્રભાવના કરી. કાલકાચાર્યનું આ સાચું ધર્મયુદ્ધ હતું.
- સાધવી મૂડ: કોલકાચા ગભિલ્લ રાજાને હરાવ્યા, ત્યાર પછી શક રાજાઓ વહીવટ કરતા હતા. ઉજજૈન નગરીમાં મૂડ રાજા રાજ ચલાવતું હતું. તેની વિધવા બહેને રાજા સમક્ષ દીક્ષા ગ્રહણ કરવાની ઇચ્છા પ્રગટ કરી. તેણી જૈન ધર્મના સિદ્ધાંતોથી પ્રભાવિત થઈ હતી. એટલે સંસારને ત્યાગ કરવાની તીવ્ર ભાવના હતી. એક વખત મૂડ રાજ પિતાના ઝરૂખામાં બેઠા હતા ત્યારે કેલાહલ સાંભળ્યો. સેવકેએ જણાવ્યું કે એક સાધ્વીએ પિતાનાં પાત્ર અને વચ્ચે પાગલ હાથી સમક્ષ મૂકીને પિતાનું રક્ષણ કર્યું. આ પ્રસંગે એકત્રિત થયેલા નગરજનોએ જેનધર્મને જયજયકાર ગાય અને જિનશાસનથી પ્રભાવિત થયા. રાજા પણ આ પ્રસંગથી પ્રસન્ન થયે અને અંતે સાધ્વી પાસે પોતાની વિધવા બહેનને દીક્ષા ગ્રહણ કરવાની સંમતિ આપી.
સુનંદા : ઉજજૈન નગરી પાસે આવેલા તુમ્બવન વિસ્તારમાં રહેતા ધનપતિ શેઠની પુત્રી સુનંદા હતી. ભાઈનું નામ ધનગિરિ હતું. આચાર્ય સિંહગિરિના ધર્મોપદેશથી પ્રભાવિત થઈને ભાઈ સુમતિએ એમની પાસે દીક્ષા ગ્રહણ કરી. સુનંદાએ આચાર્યની આજ્ઞાવર્તી સાધ્વી પાસે શ્રાવિકાનાં બાર વ્રત ગ્રહણ કર્યા. સુનંદા ગર્ભવતી હોવા છતાં પતિની ઇચ્છા દીક્ષા ગ્રહણ કરવાની હતી એટલે તેણીએ અનુમતિ આપી. ગર્ભકાળ પૂર્ણ થતા તેણીએ એક ભાગ્યશાળી અને તેજસ્વી પુત્રરત્નને જન્મ આપે, જેનું નામ વ્રજ પાડવામાં આવ્યું. શૈશવકાળમાં સુનંદાના આ પુત્રે પોતાના પિતાએ દીક્ષા લીધી છે એ વાત વારંવાર સાંભળી હતી.
બાલ્યાવસ્થામાં પૂર્વજન્મના સંસ્કારોના પ્રભાવથી વ્રજકુમારે અતિશય માત્રામાં રુદન ચાલુ કર્યા. માતાએ બાળકને શાંત પાડવા ઘણા પ્રયત્નો કર્યા. સુનંદા પણ આ અલિત રુદનથી ત્રાસી ગઈ હતી. એક દિવસ મુનિ ધનગિરિ સુનંદાને ત્યાં ગોચરી વહોરવા આવ્યા ત્યારે સુનંદાએ પાત્રની નજીક બાળકને મૂક્યો અને આવેશમાં આવીને કહ્યું કે, તમે તે દીક્ષા લીધી પણ આ બાળક જન્મ પછી સતત રડ્યા જ કરે છે બિલકુલ શાંત થતો નથી. માટે તમે તેને લઈ જાઓ. ધનગિરિ પુત્રની ભિક્ષા લઈને ગુરુ પાસે ગયા. આચાર્ય જ્ઞાની હતા એટલે એમની આજ્ઞાથી શય્યાતરી શ્રાવિકાને પુત્ર સંપી દીધું. ત્યાં એમની નિશ્રામાં દિનપ્રતિદિન વિકાસ પામે. વ્રજકુમાર શ્રાવિકાઓ અને સાધુઓ પાસે જઈને શાંતિથી ધર્મોપદેશ સાંભળતો હતું. આ રીતે શ્રવણ કરીને ૧૧ અંગ સુધીનો અભ્યાસ કર્યો. વ્રજકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી આર્ય સિંહગિરિ પાસે દીક્ષા લીધી.
વ્રજકુમાર અત્યંત પ્રતિભાશાળી હતે. એટલે ત્રણ વરસના પુત્રને મેળવવા માટે સુનંદાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org