________________
શાસનનાં શ્રમણીર ]
[ ૧૬૦/૧ જાતિ સાથે. સંસ્કાર એ તે ગમે તે ભેગે પ્રગટ થયા વગર રહેતા નથી. કશા પણ પિતાના સુસંસ્કારોના પ્રભાવથી જીવન ધન્ય બનાવે છે.
મહાન સમ્રાટ સિકંદરે ઈ. સ. પૂર્વે ૩૨૭માં ભારત પર આક્રમણ કર્યું હતું. તેનાં વર્ણનોમાં જૈન સાધુ-સાધ્વીઓને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તેની વિગતે નીચે પ્રમાણે છે :
જ્યારે સિકંદરના સૈનિકે તક્ષશિલાના માર્ગે પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરુષની માફક સ્ત્રીઓ પણ દર્શનશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રને અભ્યાસ કરતી જોવા મળી હતી અને કુળાચાર પ્રમાણે સંયમજીવન જીવતી હતી. બ્રાહ્મણો દર્શનશાસ્ત્રની રહસ્યમય માહિતી પિતાની પત્નીને પણ આપતા ન હતા. એમને ભય હતું કે જે પત્નીને બ્રાહ્મણધર્મની માહિતીથી પરિચિત કરવામાં આવશે તે જ્ઞાની બનીને પતિનો ત્યાગ કરશે. ” પ્રવાસવર્ણનમાં નોંધાયેલી ઉપરોક્ત માહિતી ઉપરથી બે મહત્વની સામાજિક સ્થિતિને ખ્યાલ આવે છે. સ્ત્રીઓ પણ મુક્ત રીતે ધર્મશાસ્ત્રના અભ્યાસ કરી જીવન ચરિતાર્થ કરતી હતી, જ્યારે બ્રાહ્મણધર્મમાં આવી પ્રણાલિકા શંકાસ્પદ રીતે પ્રવર્તતી હતી. મૌર્યવંશમાં નંદરાએ જૈનધર્મને રાજ્યાશ્રય આપ્યો હતે. આ ઐતિહાસિક માહિતી નારીજીવન વિષેની માહિતી પૂરી પાડે છે.
સુપ્રભા : નંદરાજા યુદ્ધમાં પરાજય થયા પછી રથમાં પિતાની પુત્રી સુપ્રભા સાથે રાજધાની છોડીને જઈ રહ્યા હતા ત્યારે સુપ્રભાની દષ્ટિ પરાક્રમી રાજા ચંદ્રગુપ્ત પર પડી અને પ્રથમ દષ્ટિએ પ્રેમ ઉભ. રાજાએ આ વાત જાણે અને સુપ્રભાનો વિવાહ ચંદ્રગુપ્ત સાથે કર્યો. સુપ્રભા જૈનધર્મની આરાધક હતી. પિતાની માફક તે પણ સાધુ મહારાજની ભક્તિ અને વૈયાવચ્ચ કરી સન્માન સાચવતી હતી. ઈ. સ. પૂર્વે ૩૧૭માં જ્યારે ચંદ્રગુપ્તને પાટલીપુત્રના રાજા તરીકે અભિષેક કરીને જાહેર કરવામાં આવ્યું ત્યારે રાજાએ પિતાની અન્ય રાણીઓમાં સુપ્રભાને પટરાણીપદે સ્થાપી હતી. સુપ્રભા ગુણવાન હવાથી ચંદ્રગુપ્ત શત્રુ રાજાની પુત્રી હેવા છતાં પ્રથમ સ્થાન આપીને નારીનું યથોચિત ગૌરવ વધાર્યું છે.
આ સમયમાં ઉત્તર ભારતમાં સંન્યાસીઓ અને પરિવ્રાજકની સંખ્યા વિશેષ હતી. તત્કાલીન પરિસ્થિતિને અનુલક્ષીને ચન્દ્રગુપ્ત રાજ્યમાં નિયમ બનાવ્યું હતું કે, સંન્યાસી થવા માટે રાજ્યના જવાબદાર અધિકારીની આજ્ઞા મેળવવી અનિવાર્ય હતી. કેઈ પણ ગૃહસ્થ સંન્યાસી થવા માટે તૈયાર થાય તે પુત્ર, પત્ની કે પરિવારના ભરણપોષણ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવી જોઈએ. રાજ્યમાં આ નિયમોનું પાલન થાય તે માટે રાજાએ પિતાના રાજ્યમાં જાહેરાત કરી હતી કે, રાજ્ય દ્વારા અધિકૃત થયેલા સંન્યાસીને જ લેકેએ આશ્રય આપ. રાજ્યની સામાજિક સ્થિતિને અનુલક્ષીને આવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સુપ્રભા રાણી દ્વારા રાજકીય દષ્ટિએ નારી સમાજને પરિચય પ્રાપ્ત થાય છે.
અસંઘમિત્રા : સમ્રાટ અશોકના લગ્ન શ્રેષ્ઠિની સૌન્દર્યવાન પુત્રી અધ્યમિત્રા સાથે કરવામાં આવ્યાં હતાં. તેણુએ એક પુત્રને જન્મ આપ્યું હતું, જેનું નામ કુણાલ પાડવામાં આવ્યું હતું. માતા જૈનધર્મનું પાલન કરતી હોવાથી કુણાલ પણ તેનાથી પ્રભાવિત થઈને જૈનકુળના આચારવિચારનું પાલન કરતા હતા. પરિણામે તે ઉત્તમ જૈન શ્રાવક બન્યું હતું.
શા. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org