________________
શાસનનાં શ્રમણીરત્ન ]
| [ ૧૪૯ - વિહાર કરીને ચાંગદેવને લઈને ખંભાત ગયા અને સ્તંભન પાર્શ્વનાથના મંદિર પાસે ચાંગદેવને દિક્ષા આપવામાં આવી. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ મંત્રીશ્વર ઉદયન ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા ગ્રહણ કર્યા પછી ચાંગદેવ હવે સેમચંદ્ર નામથી ઓળખાવા લાગ્યા. એક વાત સ્પષ્ટ છે કે દેવચંદ્ર મુનિએ ચાંગદેવને પિતાની ભિક્ષા રૂપે પ્રાપ્ત કર્યા હતા. એમની દીક્ષા અંગે જુદી જુદી કથા પ્રચલિત છે. તેમ છતાં, તેઓ દીક્ષિત થયા અને આ સમયમાં જિનશાસનની ન ભૂતો ન ભવિષ્યતિ એવી અપૂર્વ પ્રભાવના કરી.
માતૃવાત્સલ્ય, ધર્મ પરની શ્રદ્ધા અને બુદ્ધિમત્તા જેવા વિશિષ્ટ ગુણલંકૃત પાહિની દ્વારા ગુરુની ઇચ્છા પૂર્ણ થઈ. હેમચંદ્રની જ્ઞાને પાસના ગુજરાતી ભાષાના અને જૈન સાહિત્યના વિકાસની અમર ગાથા છે. તેઓ ૨૧ વર્ષની વયે આચાર્ય પદથી વિભૂષિત થયા હતા. ત્યાર પછી તેઓ હેમચંદ્રાચાર્ય નામથી ઓળખાયા. પુત્રે આચાર્ય પદવી પ્રાપ્ત કર્યા પછી પાહિની માતાએ દીક્ષા ગ્રહણ કરીને રત્નત્રયીની દીર્ઘકાળ પર્યત આરાધના કરીને વીર સંવત ૧૨૧૧માં આયુષ્ય પૂર્ણ કર્યું". આચાર્ય હેમચંદ્રસૂરિ જેવા પ્રકાંડ પંડિત અને શાસનપ્રભાવક તેજસ્વી પુત્રરત્નને જન્મ આપનાર માતા પાહિનીને ધન્યવાદ છે. માતૃત્વ અને પુત્રષણની તીવ્ર ઇચ્છાને ત્યાગ કરીને દેવ, ગુરુ અને ધર્મની અતૂટ શ્રદ્ધાથી પિતાના પુત્રને જિનશાસનને અર્પણ કર્યો. પાહિનીને માતા તરીકેને આ ભવ્ય ત્યાગ અને ધર્મપ્રેમ અનુકરણીય છે. નારીરત્ન તરીકેનું ઉત્તમ ઉદાહરણ પાહિની માતા છે.
કાશ્મીર : સેલંકી યુગના રાજા કુમારપાળની માતા અને રાજા ત્રિભુવનપાલની રાણી. કાશમીરાએ પિતાના પુત્રને બાલ્યાવસ્થાથી જ મુશ્કેલીઓ સહન કરવાની તાલીમ આપી હતી. કાશમીરાદેવીને પ્રેમલદેવી અને દેવલદેવી નામની બે પુત્રીઓ હતી. પિતાના પુત્રનું અમંગલ ન થાય અને વિગ સહન કરે પડે નહિ એટલે માતા ધર્મપરાયણજીવન વ્યતીત કરતી હતી. રાજા કુમારપાળ હેમચંદ્રાચાર્યથી ખૂબ પ્રભાવિત થયા હતા. જેનધર્મનું પોતાના જીવનમાં પાલન કરીને પોતાના જીવનને અનન્ય પ્રેરણાદાયી બનાવ્યું હતું. કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય વચ્ચેના સંબંધને લીધે આ સમયગાળામાં જૈનધર્મ સમગ્ર ગુજરાતમાં લોકપ્રિય બન્યો હતો. મુનિ જિનવિજ્યજી જણાવે છે કે, હેમચંદ્રાચાર્યના સમયમાં જેનધર્મ કેટલાક સમય માટે રાજધર્મ બની ગયો હતે.. •
- ભોપાલી : કુમારપાળને ત્રણ રાણીઓ હતી, તેમાંથી પાલી વિશેની કેટલીક માહિતી : ઉપલબ્ધ થાય છે. કુમારપાળે રાજ્યપ્રાપ્તિ કરી તે પહેલાં સિદ્ધરાજ જયસિંહથી ભયભીત થઈને નાસી છૂટયો હતો ત્યારે ભૂપાલી એમની સાથે હતી. પાલી પિતાના સ્વામીના સુખદુઃખમાં . સાચા અર્થમાં સહધર્મચારિણી બનીને પ્રેરણા આપતી હતી. તે હેમચંદ્રાચાર્યથી પ્રભાવિત થઈને ધર્મપરાયણ જીવન પસાર કરતી હતી. તેને એક પુત્ર હતો. તેણે કુમારપાળના અવસાન પછી શોકમય દિવસો વિતાવ્યા હતા.
મીનળદેવી : ગુજરાતના ચાલુક્ય વંશના રાજા સિદ્ધરાજની માતા. રાજા કરણની રાણી. મીનળદેવી જેનધર્મ પ્રત્યે અતૂટ શ્રદ્ધા રાખીને. જેનકુળના આચારેનું પાલન કરતી હતી. મુંજાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org