________________
૧૪૮ ] .
[ શાસનનાં શમણુરને વિમલશાહ અને શ્રીમતીના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ હોવા છતાં સંતાન ન હેવાથી તેઓ ચિંતાતુર રહેતાં હતાં. વિમલશાહ અંબિકાદેવીની અઠ્ઠમ તપની આરાધના કરીને સાધના કરી. ત્રીજા દિવસની મધ્યરાત્રિએ વિમલશાહની વિશુદ્ધ ભાવના, તપ અને ભક્તિના પ્રભાવથી અંબિકાદેવીએ એમને દર્શન આપ્યાં અને મંત્રીશ્વરને વરદાન માંગવા કહ્યું. મંત્રીએ કહ્યું કે, મને આપની કૃપાથી પુત્રરત્નની પ્રાપ્તિ થાય અને આબુના પહાડ પર જિનમંદિરની રચના પૂર્ણ થાય. આ સાંભળીને દેવીએ જણાવ્યું કે, તમારું પુણ્ય કેઈ એક વરદાન આપી શકે તેટલું છે. મંત્રીશ્વરે પિતાની અર્ધાંગનાને વૃત્તાંત નિવેદન કર્યું ત્યારે શ્રીમતીએ જવાબ આપ્યું કે, સંસાર અસાર છે. પુત્ર પ્રાપ્ત થવાથી માતૃત્વ ચિરકાળ સુધી રહેવાનું નથી. વળી, કુપુત્ર જન્મે તે ? ! સાત પેઢીથી ચાલી આવતી કાતિને કલંક લાગે. વળી, જીર્ણોદ્ધારનું કાર્ય થશે તે, એ ભવભવનું ભાથું છે. પુત્ર તે સંસારવૃદ્ધિ અને પરિભ્રમણનું કારણ છે. સંસારના સંબધે સાચા નથી. માટે પુત્રને મેહ નથી. જીર્ણોદ્ધારની ભાવના પૂર્ણ થાય એવી ઇચ્છા છે. ધર્મપરાયણ શ્રીમતીએ પુત્રને મેહ અને માતૃત્વને ત્યાગ કરીને નારીરત્ન તરીકે અમર કીતિ પ્રાપ્ત કરી છે. દેવીની કૃપાથી વરદાન ફળદાયી થયું. વિમલ મંત્રીશ્વરે આબુ પહાડ પર ઈ. સ. ૧૦૩૨માં ધર્મ, શિલ્પ, સ્થાપત્યના ત્રિવેણી સંગમથી શોભાયમાન જિનાલયની રચના કરાવી. શ્રીમતીને ભવ્ય ત્યાગ અને મંત્રીશ્વરની જિનમંદિરની રચનાને પ્રસંગ ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયેલ છે. શ્રીમતી જેવી શ્રાવિકા ભાગ્યે જ હોય છે, જે આ ભવ્ય ત્યાગ કરીને શાસનની પ્રભાવના કરે !
પાહિનીદેવી : અગિયારમી સદીના જૈનધર્મના અને જ્ઞાનના પરમ પ્રભાવક, મહાતેજસ્વી, કલિકાલસર્વજ્ઞ, વિચક્ષણ બુદ્ધિવાળા, સૂર્યસમાન તેજવી, ચંદ્ર સમાન સૌમ્ય અને સમુદ્ર સમાન ગંભીર એવા શ્રી હેમચંદ્રાચાર્યની માતા હતી પાહિની.
માતા પાહિની અને પિતા ચાચિંગના પુત્ર હેમચંદ્રાચાર્ય જૈન ધર્મના સર્વમુખી પ્રતિભાશાળી આચાર્ય હતા. એમને સમય ઈ. સ. ૧૦૮૮ છે. આ સમયે સમગ્ર ગુજરાત જૈનધર્મનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. ગુજરાતના રાજવીઓએ અને જેનધર્મના આચાર્યોએ જૈન ધર્મને રાજ્યધર્મનું સ્થાન આપીને, તેનો વિકાસ ચરમ સીમાએ પહોંચાડ્યો. એમનું જન્મસ્થળ ધંધુકા હતું. પાહિની માતાએ પુત્રને જન્મ આપ્યો તે પહેલાં રાત્રિએ સ્વપ્ન જોયું હતું કે, પિતે ચિંતામણિ રત્ન દેવચંદ્ર મુનિને ભેટ આપ્યું. પાહિનીએ ગુરુમહારાજને સ્વપ્નની વાત જણાવી ત્યારે ગુરુએ પ્રત્યુત્તર આપ્યો કે, આ સ્વપ્નના ફળ સ્વરૂપે એક રત્ન સમાન ઉત્તમ પુત્રની આપને પ્રાપ્તિ થશે.
ઈ. સ. ૧૦૮૮માં પાહિનીએ કાર્તિકી પૂર્ણિમાને દિવસે પુત્રને જન્મ આપે. પુત્રનું નામ ચાંગ રાખવામાં આવ્યું. માતા સાથે નાનકડો પુત્ર જિનમંદિર જતે અને ઉપાશ્રયમાં દેડી જતે. એક વાર આ પુત્ર દેવચંદ્ર ગુરુની પાટ પર બેસી ગયે. ગુરુએ બાળચેષ્ટાની સાથે સુંદર સૌભાગ્યદાયક લક્ષણો જોઈને તેને પિતાનો શિષ્ય બનાવવા માટે પાહિની પાસે માગણી કરી. પાહિની ગુરુની વાત સાંભળીને અવાક થઈ ગઈ પિતાની ઈચ્છા નહિ હોવા છતાં દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધાને લીધે તથા સ્વપ્નના સંદર્ભથી પુત્રને ગુરુચરણે ભેટ ધર્યો. ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org