________________
૧૫૨ ]
[ શાસનનાં શ્રમણીરને હતી. આ વખતે દિલ્હીમાં મદનપાલ રાજા રાજ્ય કરતું હતું. તેના દરબારમાં ધર્માચાર્યોનું સન્માન કરવામાં આવતું હતું. તે સર્વધર્મસમભાવની ભાવનાવાળો હતે.
તપાગચ્છની ઉત્પત્તિ વિશે નીચે પ્રસંગ ધવાયેગ્ય છે.
આચાર્ય જગતચંદ્રસૂરિએ બાર વરસ સુધી આયંબિલ તપની આરાધના કરી. ત્યારે મેવાડના રાજા તેનાથી પ્રભાવિત થયા, અને તેને “તપાગચ્છ'નું બિરુદ આપ્યું. ત્યાગ, તપ અને જ્ઞાનના પ્રભાવથી તપાગચ્છ ઉદ્ભવ્યું, જે સંયમજીવનની પવિત્રતા અને વિશુદ્ધિ માટે અનિવાર્ય અંગરૂપ કહેવાય છે. આ ગચ્છનો મુખ્ય હેતુ સંયમજીવનના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હતે. આચાર્ય જગતચંદ્રસૂરિને આ કાર્યમાં સફળતા મળી અને તેમાંથી અન્ય ઉપસંપદા અસ્તિત્વમાં આવી. તપાગચ્છના આચાર્યો અને સાધુઓની પટ્ટાવલીમાં સાધ્વીઓને ઉલેખ અત્યંત અપ છે. જે સાધ્વીઓએ વિશેષ તપની આરાધના, જ્ઞાનપ્રાપ્તિ અને સાહિત્યસર્જન કર્યું હોય તેની સામાન્ય વિગતે મળી આવે છે. આ સમયમાં સાધ્વી સંસ્થાનું કેવું ચિત્ર હતું તેની કેઈ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. પઢાવલી અને અન્ય શાસ્ત્રગ્રંથોના આધારે આ વિષય પર સંશોધન થાય તે સાધ્વી સંસ્થાની વિશેષ માહિતી ઉપલબ્ધ બની શકે.
લોકાગચ્છ : લંકા શાહને જન્મ ઈ. સ. ૧૪૫૨માં ગુજરાતના અરહદવાડા શહેરમાં થયું હતું. માતાનું નામ કેશબાઈ અને પિતા હેમા શાહ હતા. પિતા ઝવેરાતને ધંધો કરતા હતા. માતા સંસ્કારસંપન્ન પતિવ્રતા નારી હતી, અને ધર્મ પરાયણ જીવન જીવતી હતી. બાલ્યાવસ્થામાં લેક શાહને વૈરાગ્ય થવાથી દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા હતી; પણ માતાપિતાના. અતિ આગ્રહને વશ થઈને વણિક જ્ઞાતિના ઓધવજી પરિવારની વિદુષી નારી સુદર્શન સાથે લગ્ન કરવામાં આવ્યાં. દામ્પત્યજીવનના ફળસ્વરૂપે સુદર્શનાએ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ પૂર્ણ ચંદ્ર પાડવામાં આવ્યું. લંકા શાહ સામાજિક પરિસ્થિતિને કારણે અમદાવાદમાં રહેવા આવ્યા ત્યારે જ્ઞાનસુંદર યતિ ગોચરી વહોરવા આવ્યા. યતિ એક વખત મેતીના દાણા જેવા અક્ષર જોઈને લલચાયા અને લોક શાહ પાસે જેન ધર્મના ગ્રંથની કોપી કરવા આપી. ગ્રંથની કૉપી કરતી વખતે જિજ્ઞાસાવૃત્તિથી આચારાંગ અને દશવૈકાલિક સૂત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આ સૂત્રોમાં જણાવ્યા પ્રમાણે સાધુઓનું આચરણ જોવા મળતું ન હતું. સાધુઓની શિથિલતાને વિરોધ કર્યો. પરિણામે વેતામ્બર જૈન સંપ્રદાયમાં કાન્તિકારી વિચારોને પ્રચાર થયે. લંકા શાહે નીચેના ત્રણે સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યા :
૧. અપરિગ્રહવતનું ચુસ્તપણે પાલન કરવું. ૨. સાધુઓએ આત્મસાધનાની પ્રવૃત્તિઓ કરવી.
૩. જૈન ચતુર્વિધ સંઘમાં માધીશ-યતિની સત્તાને બદલે સંઘના સભ્યની સત્તાને મહત્વ આપવું.
આ નિયમો ઉપરાંત સ્ત્રીઓના અભ્યાસ અંગેનાં બંધને દૂર કર્યા. સાધ્વીજી વ્યાખ્યાન આપી શકે તેવી પ્રણાલિકા શરૂ કરી. સ્ત્રીઓ અને સાધ્વીઓના સ્વતંત્ર અસ્તિત્વ માટે ભગવાન મહાવીર કાળની પરંપરાને પુનર્જીવિત કરવામાં આવી. લંકા શાહના આ ક્રાંતિકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org