________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૧૫૩ વિચારોથી સમાજમાં નવી ચેતના પ્રગટી. આ સંપ્રદાયની સાધ્વીઓની કઈ વિશેષ વિગતે મળતી નથી, પણ તેમાંથી સ્થાનકવાસી અને તેરાપંથી મત વિકાસ પામે. આ મતની સાધ્વીઓ આજે પણ જેન ધર્મને ઊંડો અભ્યાસ કરે છે, અને પ્રભાવશાળી શૈલીમાં વ્યાખ્યાનો આપે છે, અને ધર્મપ્રવૃત્તિઓથી જેન ભાઈબહેનેને ધર્મમાર્ગમાં પ્રવૃત્ત કરે છે.
સોળમીથી અઢારમી સદી સુધીની
સાધ્વીઓ અને મહિલાઓને પરિચય : ભાવલક્ષ્મી : સંસારી ભાઈ રતનસિંહસૂરિની પ્રેરણાથી સાવી રત્નચૂલા પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. પિરવાડ વંશના પિતા સાલાહા અને માતા ઝબકની પુત્રી સુંદરી હતી, જે દીક્ષા ગ્રહણ કર્યા પછી ભાવલક્ષમી નામથી જાણીતી થઈ. સોળમી સદીના પૂર્વાર્ધમાં એ સાધ્વીજી થયાં. ઉદયધર્મના શિષ્ય ભાવેલકમ પર “પુલ ” ની રચના કરી હતી. મુકુંદ નામની એક વ્યક્તિએ ભાવલક્ષ્મી પર “ધુલ”ની રચના કરી હતી. આ રચના ઈ. સ. ૧૪૫૧માં થઈ હતી. તેની હસ્તપ્રત પાટણના ભંડારમાં સુરક્ષિત છે.
આર્થિકા પહણશ્રી : મેઘચંદ્રશ્રીની શિષ્યા પલ્હણશ્રી હતી. તેણીએ બ્રાહ્મી અને સુંદરી સમાન ચારિત્રધર્મની આરાધના કરીને આયિકાનું પદ પ્રાપ્ત કર્યુ હતું. આ સાધ્વીને સમય હુમાયું બાદશાહ વખતને છે. તેના ઉપદેશથી કેટલીક શ્રાવિકાઓએ દીક્ષા ગ્રહણ કરી હતી. તેણીના સમયમાં ગૃહસ્થ શિષ્યાની શુભ શરૂઆત થઈ હતી. તેમાં પ્યારીબાઈ, ગૌરીબાઈ, સવિરીબાઈ સુરરિબાઈ વગેરે જાણીતી છે. આ ઉલ્લેખ સૈનીપત નગરમાં લખાયેલા એક ગુટકામાં મળી આવે છે. ગૃહસ્થ શિષ્યા પરિવારની પરંપરામાં તંબેલીબાઈને વીસ ઠાણેકી સંચિકાની રચના કરાવી હતી. આર્થિકા પહણશ્રીના પરિવારની કઈ શિષ્યાની વિગતો પ્રાપ્ત થતી નથી.
વિનયચૂલા ગણિી : હેમરત્નસૂરિની શિષ્યા વિનયચૂલા ધર્મપરાયણ અને શાસ્ત્રપારંગત હતી. તેણીએ ઈ. સ. ૧૪૫૬માં હેમરત્નસૂરિ પર ૧૧ કડીમાં ફાગુ કાવ્યની રચના કરી હતી. આ રચના ઉપરથી તેણીની કાવ્યસર્જનશક્તિને પરિચય થાય છે. ફાગુ કાવ્યની રચના સાધુઓ કે શ્રાવકેએ કરી છે, જ્યારે આ રચના વિનયચૂલા સાધ્વીએ કરી છે જે વિશેષ નોંધપાત્ર છે. તેમાં વસંતત્રતુના વર્ણનની સાથે વસંતગીત પણ ભાવસભર રીતે સ્થાન પામ્યાં છે.
આર્થિકા રણમતી : મહાકવિ પુષ્પદંતે “જહર ચરિઉ ની અપભ્રંશ ભાષામાં રચના કરી હતી. તેની ટીકા આર્થિકા રણમતીએ સંસ્કૃતમાં રચી છે તેને ખ્યાલ નીચેની નેંધ પરથી પ્રાપ્ત થાય છે : '' इतिश्री पुष्पदन्त यशोधर काव्य ( टिप्पण ) आर्जिका श्री रणमति कृत संपूर्णम् ।”
આ રચના સમય ઈ. સ. ૧પ માનવામાં આવે છે. યશોધર સહિતની ખંડિત શા. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org