________________
શાસનનાં શ્રમણરત્ન ]
[ ૧૪૩ યક્ષા, યક્ષાદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સેણા, વેણુ અને રેણ પાટલિપુત્ર નગરના નંદરાજાના કલ્પકવંશના શકટાલ મંત્રીને યક્ષ, યક્ષદિના, ભૂતા, ભૂતદિના, ણ, વેણા અને રેણા નામે સાત પુત્રીઓ હતી. સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે ભાઈ હતા. માતા લક્ષ્મીવતી હતી.
નંદરાજાના દરબારમાં વરરુચિ નામને કવિ હતા. તે રાજાને એક લેકની રચના કરીને સંભળાવતા અને રાજા તેની વિદ્વત્તાથી પ્રસન્ન થઈને સુવર્ણમુદ્રા આપતે. મંત્રીશ્વર શકટાલને રાજાની આ નીતિ સંપત્તિના દુવ્યય જેવી લાગતી. એટલે એક દિવસ મંત્રીશ્વરે પિતાની પુત્રીને દરબારમાં મોકલી અને કલેક રચીને સંભળાવ્યું અને બાકીની પુત્રીઓએ પિતાની સ્મરણશક્તિથી તેની અભિવ્યક્તિ કરી. રાજા આવી અદ્ભુત સ્મરણશક્તિથી સંતુષ્ટ થયા અને બક્ષિસ આપી. વરુચિ આ જાણીને રોષે ભરાયે અને મંત્રીશ્વરની હત્યા કરવા માટે તેણે પડયંત્ર રચ્યું. મંત્રીશ્વરને તેની જાણ થતાં પરિવારના સભ્યના રક્ષણાર્થે રાજદરબારમાં પિતાના નાના પુત્રને પિતાને વધ કરવા આદેશ કર્યો. પિતાની આજ્ઞા અનુસાર પુત્રના હાથે પિતાની હત્યા થઈ. આ સાંભળીને યૂલિભદ્ર દીક્ષા ગ્રહણ કરી. શ્રીયકે મંત્રીપદ સંભાળ્યું એક વખત આચાર્યશ્રી સંભૂતિ પાસે ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામેલા શ્રીયકે પણ દીક્ષા લેવાની તૈયારી કરી ત્યારે તેની ઉપરોક્ત નામવાળી સાત બહેને એ પણ એમની સાથે દીક્ષા લીધી.
એક વાર પર્યુષણ પર્વમાં તપધર્મની આરાધના કરવા માટે સાધ્વી બહેનોએ શ્રીયકને વિનંતી કરી અને કહ્યું કે, ભાવપૂર્વક ૨૧ વખત કલ્પસૂત્ર સાંભળવામાં આવે તો સાત કે આઠ ભવમાં નિશ્ચયથી મોક્ષ થાય છે. વળી પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં ઉપવાસાદિ તપથી અનંતગણું ફળ મળે છે. માટે તપ કરે અતિ ઉત્તમ છે. આ સાંભળી શ્રીયકે રિશી, સાઢપારસી, પુરિમદ્ર, અવ, અને છેવટે ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યું. આખો દિવસ આરાધનામાં ગચો. દિવસ વીતી ગયે, પણ રાત્રિના સમયે શ્રીયકને પીડા થઈ તે નમસ્કાર મહામંત્રનું મરણ કરીને સમાધિપૂર્વક મૃત્યુ પામીને દેવલેકમાં ઉત્પન્ન થયે. મેટીબહેન યક્ષાને મનમાં અત્યંત દુઃખ થયું કે મેં બળજબરીથી તપ કરાવ્યું અને તેથી તે મૃત્યુ પામ્યું. એવા વિચારથી તે આત્મહત્યા કરવા તૈયાર થઈ, ત્યારે સંઘે ખૂબ સમજાવીને આવું દુષ્કૃત્ય કરતાં રોકી. તમે પુણ્યકાર્ય કર્યું છે અને તમારા ભાઈ સ્વર્ગે ગયા છે. સંઘની વાત યક્ષાએ માની નહિ. સકલ સંઘે કાઉસગ્ગની આરાધના કરી. તેના પ્રભાવથી શાસનદેવીએ પ્રગટ થઈ ને, યક્ષાને સીમંધર સ્વામી ભગવંત પાસે લઈ ગઈ. ત્યાં તેની શંકાનું નિવારણ થયું અને પ્રભુએ ચાર ચૂલિકા આપી તે તેણીએ પહેરી લીધી. પછી દેવાની સહાયથી મૂળ સ્થાને આવીને ચૂલિકા સંઘને આપી, ધર્મારાધના કરવા માંડી.
એક વાર સંભૂતિવિજ્ય આચાર્યની અનુજ્ઞા લઈને સાતે સાધ્વી બહેનો સ્થૂલિભદ્રને વંદન કરવા ગઈ ગુરુએ કહ્યા પ્રમાણે અશોકવૃક્ષ પાસે પહોંચી, ત્યારે ત્યાં થૂલિભદ્ર ન હતા તેને સ્થાને સિંહ જેવામાં આવ્યું. સાતે બહેને પાછી આવી અને ગુરુને કહ્યું કે, “આપના કહ્યા પ્રમાણે ત્યાં સ્થૂલિભદ્ર નથી, પણ સિંહ જોવા મળે. કદાચ, સિંહ અમારા ભાઈનું ભક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org