________________
૧૪૨ ]
[ શાસનનાં શમણીરને મેકલાવ્યું કે અમારે ત્યાં નળરાજાને સે છે, જે સૂર્યપાક રસોઈ બનાવે છે. વળી મદોન્મત્ત હાથીને વશ પણ કરી શકે છે. આ સાંભળીને ભીમક રાજા અને દમયંતીએ વિચાર્યું કે, નળરાજા સિવાય આ બે કાર્યો કેઈ કરી શકે તેમ નથી. આ સેઈ યો નળરાજ પિતે હવે જોઈએ, એમ ધારણા કરીને રાજાએ બ્રાહ્મણને તેના દરબારમાં મોકલ્યા. દધિપણે રાજાને ત્યાં કુબડા રસ્થાને જોઈને આશ્ચર્ય થયું. કૂબડાએ સૂર્ય પાક રઈ કરીને બ્રાહ્મણને જમાડે. બ્રાહ્મણે રાજા-રાણી અને દમયંતી સમક્ષ પોતાની મુલાકાતની વિગતે કહી સંભળાવી. એ સાંભળીને દમયંતીએ નિશ્ચય કર્યો કે, કૂબડા વેશે નળરાજ છે. નળને બોલાવવા માટે રાજાએ સ્વયંવરનું બનાવટી નાટક ભજવવાનું હોય તેમ કુમકુમ પત્રિકા લખીને દત મારફતે દધિપણ રાજાના દરબારમાં મોકલાવી. અને રાજા કુંડિનપુર આવ્યા. રાજાએ દધિપણું અને કૂબડાનું ઉચિત સ્વાગત કર્યું. દમયંતીએ સ્વયંવરમાં બધા રાજાઓને છોડીને કુબડાને વરમાળા પહેરાવી. પછી દમયંતીના કહેવાથી કુબડાએ પિતાનું અસલ રૂપે પ્રગટ કર્યું.
ભીમક રાજાએ એક મહિનાને મહોત્સવ કરીને આનંદેલ્લાસ વ્યક્ત કર્યો અને બધા રાજાઓએ ભેગા મળીને નળને રાજ્યાભિષેક કર્યો. પછી નળરાજા મેટા સૈન્ય સાથે પિતાના નગરમાં ગયા. ત્યાં જઈને દૂત મારફતે પિતાના ભાઈ કુબેરને સંદેશ મોકલ્યો કે, તું મારી સાથે ઘત રમવા તૈયાર થઈ જા નહિતર તને હણી નાખીશ.
કુબેર અને નળ રાજાએ જુગારના દાવ ખેલ્યા. કુબેર હારી ગયે. નળરાજાએ પિતાનું રાજ્ય પાછું મેળવ્યું. પછી નળ રાજાએ કુબેરને યુવરાજપદે સ્થા. પિતાની આજ્ઞાથી રાજ્યમાં અમારી (અહિંસા) પ્રવર્તાવી અને જિનમદિને ઉદ્ધાર કરાવ્યું. એક વખત સ્વર્ગ ગયેલા નિષધ રાજાએ દેવલોકથી આવીને નળરાજાને દીક્ષા અંગીકાર કરીને મનુષ્યજન્મ કૃતાર્થ કરવા જણાવ્યું એટલે નળે પિતાના પુત્ર પુષ્કરને રાજ્ય સેપીને દમયંતી સાથે દીક્ષા ગ્રહણ કરી. પ્રાંતે નળરાજા અનશન કરી, આયુષ્ય પૂર્ણ કરીને, સ્વર્ગમાં કુબેર નામના દેવપણે ઉત્પન્ન થયા. દમયંતી ચારિત્ર પાળીને આયુષ્ય પૂર્ણ થતાં કુબેર્દવની સ્ત્રીપણે ઉત્પન્ન થયાં. ત્યાંથી ચ્યવને તે વસુદેવની પત્ની કનકવતી થઈને આરાધના કરી, કર્મક્ષય થતાં મુક્તિ પામશે. નળરાજા પણ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યભવ પામીને મુક્તિ પામશે.
દમયંતીનું પાત્ર જૈન-જૈનેતર એટલે ભારતીય સંસ્કૃતિમાં સર્વવિદિત છે, પણ જેનધ પ્રમાણે દમયંતીની ચરિત્રાત્મક વિગતો કર્મસત્તાની સાથે પુણ્યની પ્રબળતા અને આરાધનાથી પ્રાપ્ત થતી દૈવી સહાય અને શિયળને મહિમા–એમ ત્રિવિધ રીતે સૌ કોઈને પ્રેરણાદાયી બની રહે તેમ છે. સતી તરીકેના તેણીના પ્રભાવની વિગત શિયળને મહિમા પ્રગટ કરીને ધર્મ પ્રત્યેની આસ્થા-શ્રદ્ધા વધુ દઢ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org