________________
૧૪૦ ]
[ શાસનનાં શ્રમણરત્ન રાજાએ પ્રસન્ન થઈને પાંચસો ગામ બક્ષિસમાં આપ્યાં. તે વખતે કૂબડાએ કહ્યું કે મારે ગામની જરૂર નથી. તમારી સત્તા જે જે દેશમાં પ્રવર્તે છે તે દેશમાં દારૂ, જુગાર અને માંસભક્ષણને નિષેધ કરા. રાજાએ કૂબડાની ઈચ્છા પ્રમાણે અમલ કર્યો. એક વખત કૂબડે સરોવરકાંઠે બેઠે હતો ત્યારે પરદેશથી આવેલા માણસ નળરાજાની નિંદા કર્તા હતા અને દમયંતીના ત્યાગ પછી શું થયું તે વૃત્તાંત જણાવ્યું: દમયંતીએ પ્રભાતના સમયે નિદ્રાત્યાગ કરીને જોયું તે પિતાના સ્વામી ન હતા, એટલે કપાત કરવા લાગી. પિતાના અશુભ કર્મનું ફળ ભેગવી રહી છે એમ વિચારતી હતી. આંસુ લુછવા માટે વસ્ત્રો પાલવ ઊંચે કર્યો ત્યારે વસ્ત્ર પર લખેલા અક્ષરે વાંચવા મળ્યા કે, “હે માનુની ! મેં તારે ત્યાગ કર્યો છે તેમાં કઈ દૂષણ ગણીશ નહિ.” પછી નળરાજાનું સ્મરણ કરતી તે કુડિનપુર પિતાના પિતાને ત્યાં જવા નીકળી. વનમાંથી પસાર થતાં પારધીએ માતા સમાન ગણી, ભુજગોએ ભંગુલિમંત્ર સમાન ગણ અને વનના હાથીએ સિંહણ સમાન ગણી. એટલામાં તેણીએ એક સાર્થવાહને જોયે. ચાર લોકો સાથે વાહને લૂંટવા માગતા હતા. ત્યારે તેણીએ એને હુંકાર કરીને ભય પમાડી ત્રાસ આ એટલે ચેર લેકે નાસી ગયા અને સાર્થવાહ તથા સંઘના સભ્યો બચી ગયા. આ જોઈને સાર્થવાહે દમયંતીને મહાસતી–દેવી માનીને વંદન કર્યું. સાર્થવાહે આવા નિર્જન વનમાં તેને એકલી જોઈને જિજ્ઞાસાથી પરિચય માગ્યું. તેણીએ જણાવ્યું કે, હું નળરાજાની દાસી છું. સાર્થવાહે આ સાંભળીને તેણીને પિતાની બહેન ગણીને સાથે રાખી. પછી વર્ષાઋતુ આવી એટલે સાર્થવાહ આગળ પ્રયાણ કરી શકે તેમ નહોતો. દમયંતી તે તેને કહ્યા વગર આગળ જવા નીકળી. સામેથી એક રાક્ષસ આવ્યું. તેણીએ રાક્ષસને કહ્યું કે, જે તું મને મારી નાખીશ તે તું નરક ગતિમાં જઈશ. આ સાંભળીને રાક્ષસ પ્રભાવિત બન્યું અને વરદાન માગવા કહ્યું. તેણીએ રાક્ષસને પૂછ્યું કે, મારે મારા પતિ સાથે મિલાપ કયારે થશે ? રાક્ષસે જવાબ આપે કે, બાર વરસ પછી પતિને સંગ થશે. આ સાંભળીને તેણીએ અભિગ્રહ કર્યો કે, જ્યાં સુધી પતિનું મિલન ન થાય ત્યાં સુધી તાંબુલ, રંગીન વસ્ત્ર, આભૂષણ અને વિગઈને ત્યાગ કરીશ.
પછી દમયંતીએ આગળ પ્રયાણ કર્યું. આગળ જતાં એક ગુફા આવી. ત્યાંથી માટી ભેગી કરીને શાંતિનાથ ભગવાનની પ્રતિમા બનાવીને પૂજા કરવા લાગી અને નમસ્કાર મહામંત્રનું ત્રિકરણને સ્મરણ કરવા માંડ્યું. આ સમય દરમિયાન સાર્થવાહ વસંત આવી પહોંચે અને શાંતિનાથ ભગવાનની પ્રતિમા જોઈ ખુશ થયે. નિર્જન વનમાં પુરુષને અવાજ સાંભળીને તાપસ આવી પહોંચ્યો. તેને જૈનધર્મને ઉપદેશ આપે. તેના ઉપદેશથી પ્રભાવિત થઈને સાર્થવાહે ભાવપૂર્વક પૂજાભક્તિ કરી. વર્ષાઋતુ હેવાથી મુશળધાર વૃષ્ટિ થઈ. તાપસ અને સાર્થવાહ ગભરાઈ ગયા ત્યારે દમયંતીએ સુવર્ણકુંડળ હાથમાં લઈને કહ્યું કે, જે હું સતી સ્ત્રી હોઉં તે જિનશાસનની અધિષ્ઠાયિકા દેવી આ મેઘવૃષ્ટિ શાંત કરે. અને વરસાદ બંધ થઈ ગયે ! તાપસ આ પ્રસંગથી વિચારવા લાગ્યા કે, આ તે વનદેવી સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને આવી છે. અને અંતે તેઓ જેનધમી બની ગયા.
શ્રી યશોભદ્રસૂરિ આચાર્ય પાસે વિમળમતિ કુળપતિએ ચારિત્ર અંગીકાર કર્યું. કુબેરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org