________________
૧૩૮ ]
[ શાસનનાં શમણીરત્ન પુરુષ ઉભયને અનન્ય પ્રેરણા આપીને વીતરાગધર્મની પ્રભાવનાની સાથે સમકિતશુદ્ધિ ને મુક્તિના રાજમાર્ગમાં અભિનવ પ્રકાશ પાથરી, એમનાં પગલે પ્રયાણ કરવાનું સૂચન કરે છે.
દમયંતી : વિદર્ભ દેશના કુંડિનપુર નગરના ભીમક રાજાની રાણી પુષ્પવતીને શુભ સ્વપ્ન પૂર્વક દમયંતી નામે પુત્રી જન્મી. બાળસહજ ક્રીડાથી આનંદમંગલમય વાતાવરણમાં તે વૃદ્ધિ પામી. પિતાએ ધર્મ, કર્મ અને કલાનું જ્ઞાન આપીને પુત્રીને સંસ્કારસંપન્ન બનાવી.
| નિવૃત્તિદેવીએ દમયંતીને શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા આપી હતી. તેને ગૃહત્યમાં સ્થાપન કરીને પૂજા ભક્તિ કરતી હતી. યૌવનવય પામેલી પુત્રીને પરણાવવા માટે યોગ્ય રાજકુમારની શોધ કરવી ઉચિત લાગતાં સ્વયંવર રચાયે. તેમાં વિવિધ દેશના રાજકુમારમાં કેશલનગરીને નિષધદેશને રાજા નળ અને કુબેર નામના બે કુમારને લઈને આવ્યા હતા. પ્રતિહારિણએ જુદા જુદા રાજકુમારને પરિચય આપતાં, અંતે નળરાજાનો પરિચય આપે હતે. દમયંતી તેનાથી પ્રસન્ન થઈ અને નળરાજાને વરમાળા પહેરાવી. આથી રાજાએ દમયંતીના નળરાજા સાથે રાજવી ઠાઠથી લગ્ન કર્યા અને ભાવભીની વિદાય આપી.
નિષેધરાજા મહત્સવ પૂર્વક પિતાના નગરમાં જતો હતો ત્યારે રાત્રિના સમયે વનમાં રકા. નિદ્રાધીન દમયંતીને નળરાજાએ કહ્યું કે, “હે પ્રિયે ! નિદ્રાને ત્યાગ કરીને તારા તિલકને પ્રગટાવ, એટલે પ્રકાશ થશે.”
રાજાની વિનંતીથી તિલક પ્રગટ કર્યું એટલે સૂર્યસમાન પ્રકાશ પથરાઈ ગયે. આ સમયે કાઉસગ્ગ ધ્યાને રહેલા મુનિના શરીર સાથે એક હાથી પિતાના શરીરને ઘસતા જે. પછી રાજારાણી મુનિ પાસે ગયાં અને વિધિપૂર્વક વંદન કર્યું. મુનિએ કાઉસગ્ન ધારીને ઉપદેશ આપતાં જણાવ્યું કે, “મનુષ્યને ધર્મ આઠ વસ્તુમાં રહેલે છે : દેવપૂજા, દયા, દાન, તીર્થયાત્રા, નમસ્કાર મહામંત્રનું સ્મરણ, તપ, શાસ્ત્રશ્રવણ અને પરોપકાર–આ કૃત્ય કરીને મનુષ્યજીવન સફળ કરવું જોઈએ.'
દેશના પૂર્ણ થયા પછી રાજાએ મુનિ ભગવંતને પૂછ્યું કે, “હે મુનિભગવંત! દમયંતીના ભાલપ્રદેશ પર સૂર્યસમાન તેજસ્વી તિલક કયા કર્મથી છે ? ' મુનિએ પ્રત્યુત્તર આપ્યો કે, દમયંતીએ પૂર્વભવમાં એક જિનેશ્વરનું એક એમ વીસ જિનેશ્વરનાં ૨૪ આયંબિલ કર્યા હતાં. તેનાં ફળસ્વરૂપે તિલક પ્રાપ્ત કર્યું છે.
પછી બધાં નગરમાં આવી પહોંચ્યાં. રાજાએ મહત્સવ કરીને દાનાદિક ધર્મ કર્યા. કેટલાક સમય બાદ નિષધ રાજાએ પિતાના યુવરાજને રાજ્ય સોંપીને દીક્ષા અંગીકાર કરી. રાજ્યપ્રાપ્તિ બાદ નળરાજાએ પોતાના પરાક્રમથી રાજ્યવૃદ્ધિ કરી. પરિણામે, કુબેરને તેના પ્રત્યે ઈર્ષો ઉત્પન્ન થઈ. કુબેરની સાથે નળરાજા વ્રત રમવા બેઠા. દમયંતીએ જુગાર રમવા માટે રોકયા છતાં નળરાજા જુગાર રમવા બેઠા. રાજ્યને હોડમાં મૂકહ્યું અને રાજ્ય પણ હારી ગયા. આથી નળને પ્રિયા સહિત વનમાં જવું પડ્યું. વનમાં પાદવિહાર કરતાં, અનેક આપત્તિઓ વેડતાં, ફળફૂલ આરોગી રહેતાં, રાત્રિના સમયે વૃક્ષ માથે વિશ્રામ કરવાપૂર્વક સમય વિતાવવા લાગ્યાં. એક દિવસ દમયંતી સ્વામીના પાદપ્રક્ષાલન કરતી હતી ત્યારે દમયંતીને પ્લાન ચહેરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org