________________
શાસનનાં શ્રમણ ]
[ ૧૩૯ જેઈને નળ ચિંતાતુર બન્યા. પછી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને બંને વૃક્ષ પાસેની શિલા પર હાથ મૂકીને નિદ્રાધીન થયાં. દમયંતી ગાઢ નિદ્રામાં હતી ત્યારે નળે વિચાર્યું કે, વનવાસ અને દરિદ્રતા એ બંને દુઃખમય છે. તેમાંયે પ્રિયા પણ બંધન છે એમ જાણીને નળરાએ તેણીનો નિર્જન વનમાં ત્યાગ કર્યો. સવારે નળરાજા એક સરોવર પાસે પહોંચ્યા ત્યારે બળતી વાળાવાળો વનદેવ નળે છે અને તેનું કરુણ આક્રંદ સાંભળી તેની પાસે ગયે. વનદેવતાએ કહ્યું કે, “હે ફિવાકુ વંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન વિશ્વવત્સલ નળ રાજા ! તું મારું રક્ષણ કર.” પછી આગળ વધતાં એક બળો નાગ જોયે. નાગ પણ નળરાજાને મનુષ્યની વાણીથી બોલાવતા હતા. રાજાએ આશ્ચર્ય સહિત નાગને પૂછ્યું કે, “તું મારું નામ કેવી રીતે જાણે છે?” ત્યારે નાગે પ્રત્યુત્તર પાઠવ્યું કે, “પૂર્વ ભવમાં મનુષ્ય હતો એટલે તેના સંસ્કારથી જાણું છું.'
નળરાજાએ તેને ઉદ્ધાર કરવા વસ્ત્ર નાખ્યું. તે વસ્ત્ર પકડીને નાગ બહાર આવ્યો. અને બહાર આવીને તુરત જ નળરાજાને કરડ્યા. એટલે રાજા કૂબડ થઈ ગયે. કુબડ થઈ ગયેલો રાજા વૈરાગ્ય પામીને કાયમ લેવાની ઈચ્છા રાખવા લાગે ત્યારે સર્ષે દિવ્ય શરીર ધારણ કરીને કહ્યું કે, “હું તારો પૂર્વેના પિતા નિષધ છું. બ્રહ્મદેવલોકન દેવ છું. તારી આપત્તિ જાણીને રક્ષણ કરવા માટે આવ્યો છું. તને શત્રુઓથી પીડા ન થાય એટલા માટે કુબડો કર્યો છે. તારા કર્મના ઉદયથી હજી વિપત્તિને સમય બાકી છે. તે પૂર્ણ થતાં તેને ત્રણ ખંડનું સામ્રાજ્ય મળશે. હું તને શ્રીફળ અને કરંડિયે આપુ છું. તારે તારું મૂળ રૂપ મેળવવું હોય ત્યારે શ્રીફળમાંથી વસ્ત્ર કાઢીને શરીર પર ધારણ કરજે. કરંડિયામાંથી હાર અને આભૂષણ ધારણ કરજે.
પછી દેવની સહાયથી નળરાજા સુસુમાર નગર પહોંચે. નગરમાં પ્રવેશ કરતાં કેલાહલ સંભળાયો અને જાણવા મળ્યું કે, આલાનમાંથી મોન્મત્ત હાથી છૂટીને હિંસા કરે છે અને કઈ રીતે નિયંત્રણમાં આવતો નથી. રાજાએ જાહેર કર્યું છે કે, જે કઈ વ્યક્તિ હાથીને વશ કરશે, તેને બહુ સંપત્તિ આપીશ. એક કૂબડો હાથીને વશ કરવા નીકળે તે જોઈને બધા આશ્ચર્યમાં પડ્યા. નળરાજાએ વસ્ત્ર લાંબુ કરીને પાથર્યું અને હાથીની પાછળ જઈને ઊભે રહ્યો. વસ્ત્રને પુરુષ માનીને હાથી પ્રહાર કરવા ગયે કે તુરત જ નળ તેના કાન પકડીને સવાર થઈ ગયું. પછી હાથીનાં મર્મ સ્થાન પર પ્રહાર કરવાથી હાથીને મદ ઊતરી ગયો ને સ્થિર થઈ ગયો. નાના આ પરાક્રમથી નગરજને અને રાજા પ્રસન્ન થયા. નળ હાથીને લઈને આલાનમાં પહોંચ્યા અને ત્યાં રોકી રાખ્યું. રાજાએ નળને રત્નમાળા પહેરાવી સ્વાગત કર્યું. રાજપરિવાર સાથે મુલાકાત કરતાં નળે જણાવ્યું કે, “હું નળરાજાને હુંડિક નામને રાઈ છું. નળરાજાની માફક સૂર્ય પાક રઈ મારા સિવાય કેઈન આવડતી નથી. નળરાજા ભાઈ સાથે જુગાર રમ્યા અને સર્વ હારી જતાં વનમાં ગયા હતા. પછી આપત્તિ ભગવીને ક્યાં ગયા હશે તેને ખ્યાલ નથી.”
એક વખત રાજાની વિનંતીથી હડિક રસાઈયાએ સૂર્યપાક રસોઈ માટે શાપિના તાંદુલવાળો ભજનને થાળ નિપજાવ્યું. પછી તેમાં સૂર્ય પાક રસવતીથી સૌને ભેજન કરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org