________________
શાસનનાં શ્રમણીરત્નો ]
[ ૧૧૧ ચિંતાતુર હતી. અંતે એક રાજાએ ઉપાય સૂચવતાં જણાવ્યું કે, “હે મહારાજા ઉદયન ! આ દૈવી પ્રપ છે. એટલે જે આપની શીલવતી રાણી યક્ષની પૂજાવિધિ કરે તે મરકીને ઉપદ્રવ દૂર થશે.”
બધી રાણીઓમાં અગ્રેસર એવી શિવાદેવીએ ભાવપૂર્વક યક્ષપૂજા કરી. આ પૂજાના પ્રભાવથી મરકીનું નિવારણ થતાં સૌને શાંતિને અનુભવ થયે.
એક દિવસ રાજદરબારમાં અગ્નિ પ્રગટ થયે. અગ્નિ કઈ રીતે કાબૂમાં આવતો ન હતો એટલે આ કુદરતી પ્રકોપ છે એમ લાગ્યું. તેના નિવારણ માટે કઈ સતી–પતિવ્રતા સ્ત્રી આ અગ્નિ પર જળ છાંટશે તે અગ્નિ શાંત થશે એમ જાણવામાં આવ્યું. આ પ્રસંગે શિવાદેવીએ પ્રભુનામસ્મરણ કરીને જળ બ્રહ્યું અને અગ્નિ શાંત થયે.
ભગવાન મહાવીર ઉજજૈન નગરીમાં પધાર્યા ત્યારે શિવાદેવી પ્રભુના ઉપદેશથી વૈરાગ્યવાસિત બની. અંતે દીક્ષા અંગીકાર કરીને ચંદનબાળા સાથે રહીને તપ અને વ્રતનું વિશુદ્ધ ભાવથી પાલન કરી આત્મકલ્યાણ સાધ્યું. શિવાદેવીના સતીત્વની કથા સતીઓના ગૌરવને વધારે છે.
ધારિણી : વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેટક મહારાજાની પુત્રી, ચંદનબાળાની માતા અને ચંપાનગરીના દધિવાહન રાજાની રાણી. ઉજજૈન નગરીના રાજા ચંડપ્રદ્યોતને ગોપાળ અને પાલક નામના બે પુત્રો હતા. એક વાર આચાર્ય ધર્મષસૂરિ નગરીમાં પધાર્યા ત્યારે ગોપાળે આચાર્ય ભગવંતનાં ઉપદેશ–વચને સાંભળ્યાં : “કમ્રૂપ જળને તરંગોથી ઘસડાયેલાં પ્રાણીઓ આ સંસાર સમુદ્રમાં એકઠાં થાય છે, અને જુદાં પડે છે, જેથી કેણ કોનાં બાંધવ છે? તુ પરિવર્તનના ચક્રમાં વીતી ગયેલી તુ પુનઃ આવે છે. સૂર્ય-ચંદ્ર અસ્ત થયા પછી ઉદય પામે છે; પણ સરિતાનું જળ અને માનવજન્મ એક વાર મળ્યા પછી ફરી પાછો મળ દુર્લભ છે.” આ વાણીથી વૈરાગ્ય પામેલા ગોપાળે પ્રત્રજ્યા અંગીકાર કરી. પાલકને દંતિવર્ધન અને રાષ્ટ્રવર્ધન નામના પુત્ર હતા. તેઓ ધર્મશાસ્ત્રના અભ્યાસી હતા. યુવાનવયે બંને પુત્રોનાં લગ્ન થયાં. રાજા પાલકને વૈરાગ્યભાવ જાગ્રત થતાં દંતિવર્ધનને રાજ્ય સોંપીને દીક્ષા લીધી.
રાષ્ટ્રવર્ધનની રાણી ધારિણી શિયળવંતી હતી. તેને અવંતીસેન નામનો પુત્ર હતો. ધારિણી સ્વર્ગની અપસરા સમાન રૂપ અને સૌંદર્યથી શોભતી હતી. આ જોઈને દંતિવર્ધન રાજાએ દૂતી મારફતે સંદેશ કહેવડાવ્યું કે, “ધારિણી! તું મારી પત્ની થા.' આ સાંભળીને ધારિણીએ પ્રત્યુત્તર પાઠવ્યું કે, “રાજા થઈને આવી માંગણી કરતાં લજજા આવતી નથી ? હું નાનાભાઈની પત્ની હું તેને પણ ખ્યાલ નથી ? પરસ્ત્રીગમન કરનાર નરકમાં જાય છે. પરસ્ત્રીગમનની ઇચ્છાવાળો રાવણ પોતાના કુળને નાશ કરીને નરકમાં ગયા.” ધારિણીનાં આવાં વચનોથી નારાજ થયેલા દંતિવર્ધને રાષ્ટ્રવર્ધનને વધ કરવા વિચાર્યું અને ભાઈને નાશ કર્યો. હવે ધારિણી પ્રાપ્ત થશે એમ હૃતિવર્ધન વિચારતો હતો. ધારિણીએ આ સમાચારની ખબર પડતાં જ શિયળના રક્ષણ માટે કૌશંબીનગરીને ત્યાગ કરીને વૈરાગ્યભાવનાથી ચંદનબાળા પાસે દીક્ષા લીધી. પિતે ગર્ભવતી છે એ વાત દીક્ષા સમયે જણાવી ન હતી. કાળક્રમે ગુરુએ ધારિણી ગર્ભવતી છે એ જાણીને ઠપકો આપતાં કહ્યું, “તે સાધવી થઈ ને આ પાપ કર્યું ? ' ધારિણીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org