________________
૧૧૪ ]
[ શાસનનાં શ્રમણીરત્ન
ઘેર પધારવા માટે નિમંત્રણ આપ્યુ. શેઠાણીએ ઘેર જઈ ને રાળના રાજાશાહી સ્વાગત માટે તૈયારી કરી. રાજા પણ કેટલાક દરબારીએ અને પ્રધાન સાથે આડંબર અને વૈભવ સહિત શેઠાણીને ઘેર આવ્યા. શેઠાણીએ વિનયપૂર્વક સ્વાગત કરીને યાગ્ય આસને બિરાજમાન કર્યા. માતાએ શાલિભદ્રને રાજાનુ સ્વાગત કરવા માટે કહ્યું, “ હે પુત્ર! આપણા મહેલમાં રાજા શ્રેણિક પધાર્યા છે. તે આપણા નાથ છે. '
*
આ સાંભળીને શાલિભદ્રને વિચાર આવ્યા કે, મારેા પણ કાઈ નાથ છે? શું હું સ્વામી નથી ? શું હું દાસ છું? આ વિચારોમાં લીન બનતાં સંસારના સુખ પ્રત્યે વૈરાગ્ય પ્રગટયો. દીક્ષાની ભાવના સાથે એ રાજ એક એક પત્નીના ત્યાગ કરતા ગયા. આ સમયે રાજગૃહી નગરીમાં પ્રભુ મહાવીર પધાર્યા હતા. એમની પાસે જઈ ને શાલિભદ્રે દીક્ષા અંગીકાર કરી. રાગના ઘરમાંથી શીઘ્ર નીકળીને ત્યાગના ઘરમાં પ્રવેશ કરીને સાધનાનાં સોપાન સર કરવા લાગ્યું. ભદ્રા માતા અને પુત્રવધૂએએ બાર વ્રત અંગીકાર કરીને નિયમબદ્ધ જીવન પસાર કર્યુ. શાલિભદ્રે સંયમ લીધા પછી ઘાર તપશ્ચર્યા શરૂ કરીને આ ક્ષણભંગુર દેહની મમતા છોડી સમતા અને સમાધિમાં લીન થયેા. એનુ શરીર કરમાઈ ગયેલા વૃક્ષ સમાન ખની ગયું. ભગવાન મહાવીર પુનઃ રાજગૃહી પધાર્યા. શાલિભદ્ર મુનિ પ્રભુની આજ્ઞા લઈને પારણાને પ્રસગે ભદ્રા માતાને ત્યાં વહેારવા ગયા. નગરજનેા ભગવાન મહાવીર પધારેલા છે એમ જાણીને કામકાજ ડીને પ્રભુ પાસે જવાની તૈયારી કરતા હતા. ભદ્રા માતા પણ આવી જ પરિસ્થિતિમાં હતી એટલે મુનિ ( પુત્ર ) શાલિભદ્રને ઓળખી ન શકી અને શાલિભદ્ર આહાર–ગોચરી વગર પાછા વળ્યા. પાછા વળતાં એક ગોવાલણે શાલિભદ્ર મુનિને ભાવપૂર્વક દહીં વહેારાવીને પારણું કરાવ્યું. પારણું કરીને શાલિભદ્ર મુનિ ભગવાન મહાવીરની આજ્ઞા લઈ ને રાજગૃહી નગરીના પહાડ પર અનશન સ્વીકાર્યું. આ બાજુ ભદ્રામાતા પરિવાર સહિત ભગવાન મહાવીર પાસે આવી પહોંચ્યાં. ભગવાને માતાને શાલિભદ્રનું વૃત્તાંત જણાવ્યું. આથી માતાને વજ્રઘાત લાગ્યા અને મૂર્છા આવી ગઇ. શ્રેણિક રાજાએ ભદ્રા માતાને આશ્વાસન આપીને ધમાં સ્થિર રહેવા જણાવ્યું.
(
ભદ્રા માતા એ માત્ર માતૃવત્સલ નહિ, પણ વ્યવહારકુશળ બુદ્ધિશાળી અને વેપારીસ્પર્ધામાં પ્રથમ પદ પ્રાપ્ત કરે તેવી સત્ત્વશીલ નારી તરીકે પણ ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. વળી, સ્ત્રી તરીકે તેમના જેવી વફાદારી, કતવ્યપરાયણતા ને ચતુરાઇ ભાગ્યે જ અન્યત્ર જોવા મળે છે. ભદ્રા માતાનું પાત્ર ભગવાન મહાવીરના સમયની સ્ત્રીએમાં અત્યંત તેજસ્વી ને પ્રેક બની રહે છે.
ધારિણી : રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની રાણી અને મેઘકુમારની માતા. એક વાર ધારિણી રાણીએ રાત્રિના ચાથા પહેારમાં એવું સ્વપ્ન નિહાળ્યું કે, ચાર દાંતવાળા શ્વેત વર્ણ ના હાથી મારા મુખમાં પ્રવેશ કરે છે. આ સ્વપ્નથી નિદ્રાભંગ થતાં અરિહંત પરમાત્માનું સ્મરણ કરીને રાજાના શયનગૃહમાં જઈ ને સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ હર્ષોલ્લાસપૂર્વક જણાવ્યુ કે આ મંગલસૂચક સ્વપ્નના ફળસ્વરૂપે સગુણસંપન્ન પુત્રરત્નનો જન્મ થશે. કાળક્રમે ત્રીજ્ઞ મહિનામાં ધારિણીને દાદ ઉત્પન્ન થયા કે, વાદળથી છવાયેલું આકાશ બ્લેક ને પ્રકૃતિનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org