________________
૧૩૪ ]
શાસનનાં શમણીરને લક્ષપાકતેલના ઘડાના પ્રસંગે પણ મનની સમાધિને ભંગ થતું નથી. મૃત્યુ સમયે પણ સમાધિપૂર્વક ચિત્તમાં મહાવીર પરમાત્માનું સ્મરણ અને રટણ કરીને સ્વર્ગગમન કરે છે. સુલસાની દાનશીલતા અને ત્યાગભાવના અપૂર્વ કેન્ટિની હતી. શ્રાવિકા તરીકે બાર વતાનું નિરંતર પાલન કરીને ભગવાન મહાવીરના સંઘની શ્રાવિકા તરીકે તેનું નામસ્મરણ આજે પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. “ભરતેસરની સક્ઝાય”ની આઠમી ગાથાને પ્રારંભ “સુલાસા ચંદનબાળા..” એ પંક્તિથી થાય છે તેમાં પ્રથમ નામ સુલસાનું છે. સતિશિરોમણિ તુલસા શ્રાવિકાનું જીવન અને કાર્ય વર્તમાન સમયના સર્વ સાધકને પ્રેરક નીવડે તેમ છે. સમકિતની પ્રાપ્તિ દુર્લભ છે એમ સમજીને ભવ્ય જિનવચનમાં શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરી, માનવજન્મ સફળ કરે તેમાં સુલસાનું ચરિત્ર અભિનવ ચૈતન્ય પ્રદાન કરે તેવું છે.
મદનરેખા: (સાધ્વી સુવ્રતા): ભરતખંડના સુદર્શનપુર નગરના મણિરથ રાજાના લઘુબંધુ યુગબાહુની સર્વોત્કૃષ્ટ રૂપલાવણ્યવતી અને સુશીલ પત્ની. મણિરથ રાજા તેણીના સૌંદર્યથી મોહ પામીને તેનું સાથે કામક્રીડા કરવાની ઇચ્છા રાખતો હતો. રાજાએ કિંમતી વચ્ચે, આભૂષણ અને સુરભિયુક્ત પુ વગેરે દાસી મારફતે મદનરેખાને મોકલાવીને કામક્રીડા કરવાનો સંદેશ કહેવડાવ્યો. દાસી પાસેથી સંદેશ સાંભળીને તેણીએ કહ્યું, “ભાઈની પત્ની સાથે આવી માંગણી કરવી એ રાજા માટે યોગ્ય નથી. વળી મારા સ્વામી જીવે છે તેનો રાજાએ ખ્યાલ કરવો જોઈએ. જે મારા પર કુદષ્ટિ કરશે તે મૃત્યુ પામશે. જે રાજા મારા પર બળાત્કાર કરશે તે હું મારા પ્રાણ ત્યાગ કરીશ.”
દાસીએ મદરેખાને પ્રત્યુત્તર રાજાને કહી સંભળાવ્યું. પરિણામે રાજા વધુ કામાતુર બનીને યુક્તિથી તેણીને મેળવવા વિચારવા લાગ્યા. અંતે એ ઉપાય વિચાર્યું કે કેઈપણ રીતે યુગબાહની હત્યા કરવી.
એક વખત મદનરેખાએ સ્વપ્નમાં પૂર્ણ ચંદ્ર જે, અને તે ઉપરથી સ્વામીએ કહ્યું કે, “આ સ્વપ્નના ફળસ્વરૂપે ચંદ્ર સમાન શીતળ અને સૌમ્ય પુત્રરત્નની પ્રાપ્તિ થશે. ” તેણીને ત્રીજે મહિને દેહદ ઉત્પન્ન થયે કે જિનેશ્વર ભગવાનની પૂજા કરું. સાધુ ભગવંતની ભક્તિ કરું.
એક વખત વસંતપુર નગરમાં યુગબાહ રાજા પિતાની રાણી સાથે ઉદ્યાનમાં ગયો અને જળક્રીડા કરીને કદલીગૃહમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીને નિદ્રાધીન થયે. આ સમયે મણિરથ રાજા બર્શ લઈને ભાઈના રક્ષણના નિમિત્તે કદલીગૃહમાં આવ્યું. યુગબાહએ ભાઈને આવતા જોઈને પ્રણામ કર્યા. પછી રાજાએ અલકમલકની વાતમાં તલ્લીન કરીને યુગબાહુ પર પ્રાણઘાતક હુમલો કર્યો. મદનરેખાએ બૂમ પાડી. કેલાહલ થઈ પડ્યો. સુભટો આવી ગયા. યુગબાહએ સુભટને કહ્યું કે, મારા ભાઈનો વધ કરશે નહિ. આ તે પૂર્વજન્મના કર્મનું ફળ છે. મણિસ્થ રાજા આ સાંભળીને મનેમન પિતાની યેજના સિદ્ધ થયેલી જાણીને હર્ષિત થશે. વનમાંથી જતી વખતે રાજાને સર્પ ડો.
આ સમયે યુગબાહુને પુત્ર ચંદ્રયથા ત્યાં આવી પહો , ત્યારે તેના પિતાજીની અંતિમ ઘડી હતી. મદનરેખાએ સ્વસ્થ ચિત્ત પતિને આશ્વાસન આપીને અંત સમયની આરાધનાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org