________________
૧૩૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ન આવી કે દેવે અદશ્ય રીતે તેલને કુંભ પાડી નાખે. તેલ ઢળાઈ ગયું. આ રીતે તે ચાર ઘડા લાવી, પણ બધા જ તૂટી ગયા. છતાં તેણીના ચિત્તમાં લેશમાત્ર કલેશ ન હતે. ચિત્ત પર પ્રસન્નતા જોવા મળતી હતી. છેવટે દેવે પિતાનું રૂપ પ્રગટ કરીને કહ્યું કે, અમે મુનિશે તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. ઇન્દ્રસભામાં આપની પ્રશંસા સાંભળી હતી, તેવી જ સ્વસ્થતા અને સંકલ્પશક્તિ જોવા મળી. અમે તમારા પર પ્રસન્ન થયા છીએ. તમે વરદાન માગે. સુલસાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, ઈન્દ્ર મહારાજા! તમે જ્ઞાની છે એટલે મારી આંતરિક ઇચ્છા તમે જાણે છે. આ સાંભળીને દેવે બત્રીસ ગુટિકાઓ આપીને જણાવ્યું કે એક એક ગુટિકા ખાવાથી બત્રીસ પુત્ર થશે. સંકટ સમયે મારું સ્મરણ કરજે. તારી આપત્તિ દૂર કરવા સહાય કરીશ. એમ કહીને દેવે વિદ્યુતગતિએ અંતર્ધાન થઈ ગયા.
સુલસા જિનભક્તિની સાથે ભેગસુખમાં પણ પ્રવૃત્ત થઈ તુકાળ પૂર્ણ થયા પછી તેણીએ વિચાર્યું કે ૩૨ પુત્રની જરૂર નથી. તેથી આરાધનામાં વિક્ષેપ થશે. માટે જેનધર્મને આરાધક બને એ બત્રીસલક્ષણયુક્ત એક પુત્ર થાય એ ઉત્તમ છે. એમ વિચારીને બત્રીસે ગુટિકાઓ ગળી ગઈ. કાળક્રમે તે ગર્ભવતી થઈ અને ગર્ભના કારણે ઉદરમાં ભયંકર વેદના થવા લાગી. આ સમયે તેણીએ વિનવિનાશ માટે કાર્યોત્સર્ગ કર્યા. પરિણામે હરિણ ગવેષી દેવે પ્રગટ થઈને પૂછ્યું કે, મને શા માટે બેલા છે તે કહે. સુલસાએ ગુટિકાનું વૃત્તાંત નિવેદન કર્યું.
તેણીનું વૃત્તાંત સાંભળીને દેવે કહ્યું કે તમે અવિચારી કૃત્ય કર્યું છે. એકીસાથે બત્રીસ ગુટિકાઓ ગળવાથી હવે બત્રીસ પુત્રે થશે. જે એક પુત્ર મરી જશે તો ૩૨ પુત્રો મરી જશે. જે શુભાશુભ કર્મ ઉદયમાં આવે તે ભગવ્યા વગર બીજે કઈ ઉપાય નથી. સુલસાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, હે દેવ! તમારી શક્તિ હોય તે મારી ઉદર વેદના શમાવે; નહિતર, હું અશુભ કર્મને ઉદય ભેગવીશ. તમે વેદના શમાવશે તે જિનશાસનની પ્રભાવના થશે.
- દેવે સુલસાની વેદના શાંત કરી. કાળક્રમે સુલસાએ ૩૨ પુત્રોને જન્મ આપ્યું. રથકારે હર્ષોલ્લાસપૂર્વક પુત્રને જન્મત્સવ ઊજવ્યો. નગરજને પણ અક્ષતની વધામણું લાવ્યા. લોકેને યોગ્ય દાન આપીને સંતુષ્ટ કર્યા. આખા નગરમાં આનંદમંગલ છવાઈ ગયે. બારમે દિવસે નામાભિધાન કરવામાં આવ્યું. પાંચ ધાવ માતાઓ દ્વારા અને ઉછેર કરવામાં આવ્યું અને આ પુત્ર વિકાસ પામીને દેવકુમાર સમાન બની ગયા. શાસ્ત્ર, ધર્મ, કલા, નીતિ વગેરેનું શિક્ષણ આપીને સર્વ પુત્રોને સાચા માનવ તરીકે તૈયાર કર્યા. અને શૈવનવય થતાં સંસ્કારી કન્યાઓ સાથે લગ્ન કરવામાં આવ્યા. આ રીતે અલસાનું ભૌતિક જીવન સુખની અવધિએ પહોંચ્યું. શ્રેણિક રાજાએ ચેલણાનું અપહરણ કર્યું હતું ત્યારે સુલતાના પુત્રોએ યુદ્ધમાં ભાગ લીધે હતો. શ્રેણિક રાજાના પક્ષે આ પુત્ર ચેટક રાજા સામે લડતા હતા. તેમાં એક પુત્રનું મૃત્યુ થતાં બાકીના એકત્રીસ પુત્રો પણ મૃત્યુ પામ્યા. શ્રેણિક તે સુજયેષ્ઠા સમજીને તેણીને બેલાવી ત્યારે હું ચલણ છું એમ કહેવાથી રાજાને સત્ય સમજાયું અને ધામધૂમથી લગ્નમહોત્સવ ઊજવ્યો.
સુલતાના બત્રીસ પુત્રો એકીસાથે યુદ્ધમાં મૃત્યુ પામ્યા જાણીને તેણી સાગરમાં ડૂબી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org