________________
૧૩૦ ]
[ શાસનનાં શમણીરત્ન ઘડી...વિરલ ક્ષણ હાથતાળી આપીને જતી રહી? ” ચંદનબાળાની આંખમાંથી ડળક ડળક માં મોતી વેરાયાં. બરાબર તે જ વખતે ભગવાન મહાવીરે જોયું તો ચંદનબાળાની આંખે અશ્વપૂર્ણ હતી. ભગવાને નિર્ધારેલી બધી બાબતે ચંદનબાળાની ભિક્ષા વખતે પરિપૂર્ણ થતી હતી એટલે ભગવાને ભિક્ષા માટે હાથ લંબાવ્ય. ચંદનબાળાએ એ ધન્ય ક્ષણે અડદનાં બાકળાં ભગવાનને વહરાવ્યાં. આમ, શેઠને ત્યાં એમનાં તપનું પારણું થયું. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેએ જ્યષ કર્યો: “જય હે ! ચંદનબાળાને જય હે ! મહાસતી ચંદનાને જયજયકાર હો !”
ધનાવહ શેઠના ઘર પર પુ અને સુવર્ણની વૃષ્ટિ થઈ. ચંદનબાળાની બેડીઓ આપોઆપ તૂટી ગઈ ! બેડીઓ અને હાથકડીઓને સ્થાને મનહર ઘરેણું અંગ પર શેભાયમાન થયાં. શરીર પર સુંદર વસ્ત્રો પરિધાન થયાં અને હા, ચંદનબાળાના મસ્તકે કેમળ અને સુંદર ઘટાદાર કેશ આવી ગયા ! એક ખૂબ સુંદર સિંહાસન પ્રગટ થયું, વાજિંત્ર સહિત નૃત્ય-ગીત નાદ ગુંજી ઊઠયો. ઈન્દ્રાદિ દેવે સ્વયં ચંદનબાળાની સ્તુતિ કરી રહ્યા !
લુહારને બોલાવવા ગયેલા ધનાવહ શેઠે કૌશામ્બી નગરીમાં કેલાહલ દિડે. કોલાહલ અને દોડાદોડીનું કેન્દ્ર પિતાના નિવાસસ્થાન તરફ હતું. “અરે, શેઠજી ! તમે અહીં? આ ધન્ય ક્ષણને જીવનમાં સાચવી લેવા અમે તો જઈ એ છીએ આપના ઘર તરફ... શેઠજીને ઘટનાને ઘેડો અણસારો મળી ગયું હતું તેથી શ્વાસભેર પાછા ફર્યા. ચંદનબાળાને આ સ્થિતિમાં જોઈને તેમનાં આનંદની અવધિ રહી નહીં !
પિયરમાં ગયેલી મૂલા પણ દોડતી પાછી આવી અને કહેવા લાગી, “બેટા, ચંદનબાળા ! મને માફ કર. હું તને છેક સુધી ઓળખી શકી નહીં.'
આવી કાકલૂદી સામે ચંદનબાળાએ હાથ જોડ્યા, “બા, આવું બોલશો નહીં. આમાં કેઈ નો શો વાંક? ઊલટું, જે તમે આમ ન કર્યું હોત તો આવી ધન્ય ઘડી આવેત જ શાની ? ચાલે, ગઈ ગુજરી ભૂલી જઈ એ. ”
મૂલાએ માફી માગી. વેશ્યાએ પણ ચંદનબાળાની માફી માગી. લડવૈયાની સ્ત્રીએ પણ વિનવણું કરી.
રાજા શતાનિક અને મૃગાવતીને પારાવાર પશ્ચાત્તાપ થયો. શતાનિકે ઘણું જ વિનંતી કરી, ત્યારે શેઠજીની આજ્ઞા લઈને ચંદનબાળા રાજા શતાનિકને ત્યાં ગઈ. શતાનિકે ચંદનબાળાના પિતા દધિવાહનને બોલાવીને તેમની ક્ષમા માગી. ચંપાપુરીનું રાજ્ય પાછું સોંપ્યું.
વખતને વીતતાં કાંઈ વાર થોડી લાગે છે? ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ” થયું. સંસારી જીવોના કલ્યાણ માટે તેઓ ફરી રહ્યા છે તે ખબર ચંદનબાળાને પડી કે તરત જ શતાનિક અને મૃગાવતીની આજ્ઞા લઈને ભગવાન મહાવીરની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org