________________
શાસનનાં શ્રમણીરને ]
[ ૧૩૫ અમૃતવાણી સંભળાવીને રાગદ્વેષથી મુક્ત થવા જણાવ્યું. અંત સમયે પત્નીની સુમધુર ધર્મવાણીના શ્રવણથી શુભ ધ્યાનમાં લીન બનીને મૃત્યુ પામેલે યુગબાહુ રાજા બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે. માતા અને પુત્રીએ વિલાપ કર્યો. મદરેખા વિચારવા લાગી કે મારા જન્મને ધિક્કાર છે કે હું પતિના મૃત્યુમાં નિમિત્ત બની. છેવટે મદરેખા પિતાના શીલધર્મની રક્ષા માટે જંગલમાંથી એકલી જતી રહીને ગુપ્ત રીતે રહેવા લાગી. એક અટવીમાં પહોંચીને જળાશયમાં સ્નાન કર્યું. આ અટવીના કદલીગૃહમાં સાત દિવસ વિતાવ્યા. સાતમે દિવસે તેણીએ એક પુત્રને જન્મ આપ્યું. અને આ બાળકના હાથ પર યુગબાહના નામથી અંકિત થયેલી મુદ્રિકા પહેરાવી. બાળકને રત્નકંબલમાં વીંટીને વૃક્ષની છાયામાં મૂકીને તે સ્નાન કરવા ગઈ. જળાશયમાં સ્નાન કરતી હતી ત્યારે જળહસ્તિએ સૂઢ વડે તેને આકાશમાં ઉછાળી. આકાશમાંથી પસાર થતા વિદ્યાધરે તેણીનું રક્ષણ કર્યું. વિદ્યાધર મદનરેખાના રૂપથી મેહિત થઈને તેણીને લઈને વૈતાઢય પર્વત પર ગયે મદન રેખાના ચહેરા પર રુદનની છાયા જોઈને વિદ્યાધરે કારણ પૂછ્યું એટલે સર્વ વૃત્તાંત જણાવ્યું અને પછી કહ્યું કે, “મારે પુત્ર અહીં લાવી આપ અથવા મને મારા અસલ સ્થાનમાં પાછી મૂકી આવ–નહિતર મારે નવજાત પુત્ર માતૃવિરહથી મૃત્યુ પામશે.” વિદ્યાધરે પ્રત્યુત્તર પાઠવતાં જણાવ્યું કે, “તું મારો સ્વામી તરીકે સ્વીકાર કર, તો હું તારો સેવક થઈને તારી ઇચ્છા પ્રમાણે વર્તીશ.”
મદન રેખાને વળી પાછો શિયળને પ્રશ્ન ઉભળે. ત્યારે વિદ્યારે પિતાનું વૃત્તાંત જણાવતાં કહ્યું કે, “હું વૈતાઢય પર્વત પર આવેલા રત્નાવહ નગરના મણિર્ડ રાજાને મણિપ્રભ નામને પુત્ર છું. મારા પિતાએ વૈરાગ્યભાવથી પ્રેરાઈને મને રાજ્ય સોંપ્યા પછી દીક્ષા લીધી છે. તેઓ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા હતા અને હું એમની પાછળ જ હતે એવામાં તું મળી. તારા અપૂર્વ અને અલૌકિક સૌંદર્યથી આકર્ષિત થઈને તને હું અહી લઈ આવ્યો છું. તું સર્વ વિદ્યાધરીઓની સ્વામિની બનીને મારી સાથે રહે. તારા પુત્રની ચિંતા ન કરીશ. તારા પુત્રનું સ્વરૂપ પ્રજ્ઞપ્તિ વિદ્યાથી મને જાણવા મળ્યું છે. મિથિલાનગરીના પદ્મરથ રાજા અશ્વ પર સવાર થઈને વનમાં ગયા ત્યારે તારા પુત્રને ત્યાં જઈને લઈ આવ્યા છે. તેની રાણી પુષ્પમાલા આ પુત્રને પિતાના પુત્ર સમાન માતૃવાત્સલ્યથી ઉછેરે છે.” - કામાતુર વિધાધરને તે ગમે તે રીતે મદનને વશ કરવી હતી એટલે તેણીની ચિંતા દૂર થાય તેવી સર્વ વિગત જણાવી. મદનરેખાએ આ વૃત્તાંત જાણીને વિદ્યાધરને વિનંતી કરી કે, “તું મને પ્રથમ નંદીશ્વર દ્વીપની યાત્રાએ લઈ જા. પછી હું તારી ઇચ્છા પ્રમાણે વર્તીશ.” વિદ્યાધરની સહાયથી નંદીશ્વર પર જઈને તેણીએ શાશ્વતા ચૈત્યોની યાત્રા કરી. છેવટે મણિચૂડ મુનિરાજ પાસે આવીને વિધિવત્ વંદન કરી ધર્મોપદેશ સાંભળવા બેઠાં. યતીશ્વર મણિચૂડને પિતાના પુત્રના દુષ્કૃત્યના વિચારોને જ્ઞાન વડે ખ્યાલ આવી ગયે. પરસ્ત્રીગમન નરકનું દ્વાર છે. પરદારસેવનથી થતાં પાપ અને સંસારની અસારતા સમજાવી. પિતાનો ઉપદેશ સાંભળીને પ્રભાવિત થયેલા મણિરથે મદન રેખાની ક્ષમાયાચના કરી અને કહ્યું કે, તું મારી બહેન છે. મદનરેખાએ પણ કહ્યું કે, તમે મને તીર્થયાત્રા કરાવી મારા જીવનમાં મોટું પુણ્યકાર્ય કર્યું છે, એટલે તમે મારા ભાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org