________________
શાસનનાં શ્રમણને ]
[ ૧૧૫ નયનરમ્ય વાતાવરણમાં પતિ સાથે કીડા કરું. જ્યારે દેહદ ઉત્પન્ન થયે ત્યારે વર્ષાઋતુ ન હતી. એટલે એવાં વાદળો ક્યાંથી જોવા મળે ? આથી રાણી ચિંતાતુર બની ગઈ. રાજાને આ વાતની ખબર પડતાંની સાથે જ આશ્વાસન આપીને કહ્યું કે તારી મનોકામના પૂર્ણ કરીશ.
રાજાએ પોતાના પુત્ર અને મંત્રી અભયકુમારને આ વૃત્તાંત જણાવ્યું એટલે તેણે અરિહંત પરમાત્માની અફુમતપ કરીને આરાધના કરી. તેમની આ સાધનાના પ્રભાવથી પ્રસન્ન થયેલા મિત્રદેવે સહાય કરવાને નિર્ણય કર્યો. એટલે આકાશમાં અકાળે મેઘયુક્ત વાદળો છવાઈ ગયાં. ધારિણી માતાએ પોતાની ઇચ્છા પ્રમાણે વાદળે જોયાં અને સંતોષ થયે. ગર્ભકાળ પૂર્ણ થતાં માતાએ પુત્રરત્નને જન્મ આપ્યું. અને મેઘથી છવાયેલાં વાદળ જવાનો દેહદ ઉત્પન્ન થયે હતું એટલે મેઘકુમાર નામાભિધાન કરવામાં આવ્યું. મેઘકુમારને રાજકુળના આચાર પ્રમાણે શિક્ષણ આપીને યૌવનવય પ્રાપ્ત થતાં સંસ્કારસંપન્ન ને સૌંદર્યવાન આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવવામાં આવ્યું.
એક વખત ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા તે જાણીને મેઘકુમાર પ્રભુને વંદના કરીને દેશને સાંભળવા બેઠે. પ્રભુની વાણીથી તેનું હૃદય પરિવર્તન થયું અને વૈરાગ્યભાવ જાગૃત થયે. ઘેર જઈને માતા પાસે દીક્ષાની અનુમતિ માગી. માતાએ પુત્રને સંયમજીવનની અનેકવિધ આપત્તિઓની ચેતવણી આપતાં જણાવ્યું કે, તારા જેવા સુકોમળ કાયાવાળાને દીક્ષામાં ફાવશે નહિ. સંયમ એ તે લેઢાના ચણા ચાવવા જે કઠિનતમ માને છે. પાંચ વ્રત પાળવાં એ કઈ રમતવાત નથી. ૪૨ દેષરહિત ગોચરી મેળવવા માટે ઘેર ઘેર ભ્રમણ કરવું પડશે. કષાયને ત્યાગ કરવો પડશે. પાંચ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું પડશે. આ બધું તારાથી થઈ શકશે નહિ. તારે ત્યાં એક પુત્ર જન્મે અને હું તેને લાડકોડથી ઉછેરું એવી મારી ઇચ્છા છે. અત્યારે દીક્ષા લેવાની જરૂર નથી. ધનવૈભવ અને સંસારસુખ ભેળવીને પછી દીક્ષા લેજે. માતાનાં આવાં વચન સાંભળીને મેઘકુમારે જવાબ આપ્યો કે,
સુન, સુન માડી રે. મેઘ એમ ઉચ્ચરે રે, નથી નથી કેઈનું કે, આ સંસારે થિર કે નવિ રહ્યા રે, ઇન્દ્ર ચક્રવતી કેઈ...
ધારિણી મનાવે રે મેઘકુમારને રે..” ઉપરોક્ત વચનોથી માતાને સમજાવીને મેઘકુમારે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી. ધારિણી માતાના એકના એક પુત્રની દીક્ષાના પ્રસંગથી માતાના ચિત્તમાં પુત્રના શિશુવયનાં સંસ્મરણે ઊભરાઈ આવવા મંડ્યાં. ચંચળ ચિત્ત ખિન્ન થઈ ગયું. ધારિણીની એક સ્ત્રી તરીકેની સમજશક્તિ અને ધર્મજ્ઞાન અનુદના કરાવે તેમ છે. ભગવાનના ઉપદેશથી વૈરાગ્યભાવ જાગે તે તે સ્વાભાવિક છે, પણ તે કાળમાં આવી સ્ત્રીઓ હતી કે સંયમજીવનની મુશ્કેલીઓથી પિતાના પુત્રને માર્ગે જતાં પહેલાં ચેતવણી આપીને સંયમને સ્વીકાર્યા પછી તેની મહત્તા-ગૌરવ વધારે એવી ભાવના હતી. સંયમમાર્ગ–ધર્મપ્રચારના કાર્યમાં ધારિણુંની કર્તવ્યપરાયણતા નારી તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org