________________
૧૧૮ ]
[ શાસનનાં શ્રમણરત્ન જોયું ને આ સ્ત્રીચરિત્ર !” સુભદ્રાએ વિચાર્યું કે મેં કંઈ પણ અજુગતું કર્યું નથી છતાં મને કલંક લગાડવામાં આવ્યું છે. આવો વિચાર કરીને તેણીએ નિશ્ચય કર્યો કે જ્યાં સુધી શાસનદેવી પ્રગટ થઈને મારું કલંક દૂર ન કરે ત્યાં સુધી કાઉસગ્ગ ધ્યાને રહીશ. કાઉસગ્ગ ધ્યાનમાં લીન બનેલી સુભદ્રાની વિશુદ્ધિને સાત્વિક આરાધનાથી શાસનદેવી પ્રગટ થઈને બોલી, “હે સુભદ્રા! કાઉસગ્ગ પારી લે.” કાઉસગ્ગ પાર્યા પછી સુભદ્રાએ શાસનદેવીને કહ્યું, “હે શાસનદેવી ! મારા કલંકનું નિવારણ કરે.”
“બીજે દિવસે સવારે તારું કલંક દૂર થશે. હું આકાશમાંથી બોલું તે પ્રમાણે તું કરજે.” દેવી આ પ્રમાણે કહીને અંતર્ધાન થઈ ગયાં.
સવારે દ્વારપાલે નગરના દરવાજા ખોલવા માટે પ્રયત્ન કર્યો, પણ દરવાજે લેશમાત્ર હાલ્યો નહિ. રાજાને અને નગરજનેને ખબર પડી. શાંતિપાઠ કરાવ્યા તો પણ દરવાજા ખૂલ્યા નહીં. આકુળવ્યાકુળ થયેલા રાજા, સિપાઈ એ અને નગરજનેને જોઈને અંતરિક્ષમાંથી શાસનદેવીએ કહ્યું, “ સતી સ્ત્રી હોય તે કાચે તાંતણે કૂવામાંથી ચાલણ વડે જળ ભરીને દરવાજાને છાંટશે તા દરવાજા તુરત જ ખૂલી જશે.'
દૈવી વાણી સાંભળીને રાજાએ નગરમાં પડતું વજડાવ્યા. ઘણી સ્ત્રીઓએ પ્રયત્ન કર્યા છતાં સફળતા ન મળી. સુભદ્રાએ સાસુને કહ્યું કે, “તમે આજ્ઞા આપે તે હું પ્રયત્ન કરી જોઉં.” સાસુએ પ્રત્યુત્તર આપ્યું કે, “એક વાર તે કુળને કલંક લગાડ્યું છે તે ભૂં સાચું નથી, ને હવે ફરી વાર બેઆબરૂ કરવા બેઠી છે ? ” સાસુનાં વચનથી લેશમાત્ર કે પાયમાન ન થતાં સુભદ્રાએ નમ્રતાથી કહ્યું, “હે માતા! તમારી વાત સાચી છે, પણ હું આકાશમાં પ્રશ્ન પૂછું અને તેને ઉત્તર દરવાજા ઉઘાડ, એ મળે તો જઉં ? ” સુભદ્રાએ આકાશ તરફ દષ્ટિ કરીને પ્રશ્ન કર્યો. અને ઉત્તર મળ્યું કે, “દરવાજા ઉઘાડો.” આ સાંભળીને તેણીએ અનેક સ્ત્રીઓની વચ્ચેથી પસાર થઈને શીલના પ્રભાવથી પ્રસન્ન થયેલી શાસનદેવીની સહાયથી કાચા તાંતણે કૂવામાંથી જળ કાઢીને દ્વાર પર છાંટયું એટલે તે જ ક્ષણે દરવાજા ઊઘડી ગયા ! એ દરવાજો ખોલવા માટે શાસનદેવીએ કહ્યું કે, “જે કોઈ બીજી સતી સ્ત્રી હોય તે આ દરવાજે ઉઘડશે.” પણ કઈ સતી સ્ત્રી ન મળી. આ દરવાજે હજી પણ બંધ સ્થિતિમાં છે. શાસનદેવીએ અંતે કહ્યું કે, “જે કોઈ વ્યક્તિ સતી સુભદ્રાનું દુઇ ચિંતવન કરશે તેને હું શિક્ષા કરીશ.” આ પ્રમાણે કહીને દેવી અંતર્ધ્યાન થઈ ગઈ. રાજા અને નગરજને જૈનધર્મથી પ્રભાવિત થયાં. આ ચમત્કારથી જૈનધર્મનો પ્રભાવ વધી ગયે. સાસુએ સુભદ્રાની ક્ષમાયાચના કરી અને આખું કુટુંબ જેનધમી બની ગયું. સુભદ્રાએ ગુરુ પાસે દીક્ષા લીધી. અને ચારિત્રધર્મનું ત્રિકરણ વેગે વિશુદ્ધિથી પાલન કરીને મોક્ષે સિધાવી.
સુભદ્રાના સતીત્વની કટને આ પ્રસંગ અદ્ભુત છે. સતી હોવાની સાથે જિનશાસનના અનુયાયીની સંખ્યા વધારીને જૈનધર્મની પ્રભાવના કરી.
રેવતી : શ્રાવસ્તી નગરીના મેઢિયા ગામની ગાથા-પત્ની અને ભગવાન મહાવીરનાં પ ચ્ચ શ્રાવિકા તરીકે યશપાર્જન કરનારી આર્ય સન્નારી. એ સતી સ્ત્રીઓમાં સુવર્ણકશળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org