________________
શાસનનાં શ્રમણીર ]
[ ૧૨૩ વારમાં ખપી જનાર રાણીના દેહનું ખાલી ખોળિયું હવસખોર સૈનિકની હાંસી ઉડાવી રહ્યું હતું ! હવે તેના દિમાગમાં કામાગ્નિ ઓલવાઈ ગયે અને સત્યનો પ્રકાશ પ્રસરવા લાગે.
મૃત રાણીની કુંવરી વસુમતી વિચારે છે કે, “માતા તે ગઈ પણ આ દુષ્ટ હવે મને નહિ છોડે. મારે પણ માતાના રસ્તે જ જવું જોઈએ. શીલરક્ષા કાજે મૃત્યુ એ જ છેવટને ઉપાય બાકી રહ્યો છે.”
પરંતુ લડવૈયાની આંખે હવે ઊઘડી ગઈ હતી. “મારા કારણે આ સતી સ્ત્રીએ પ્રાણત્યાગ કર્યો. હજીયે હું નહિ સમજુ તે આ રાજકન્યા પણ આત્મહત્યા કરશે.” તેણે બે હાથ જોડ્યા, “બહેન, કઈ કાળ ક્ષણે વાસના ને વિકાર જ્યારે માનવના મસ્તક પર કબજો જમાવે છે ત્યારે શું દુર્ઘટના બને છે તેના હુ દષ્ટાંતરૂપ છું. મારા દુર્વ્યવહારનું હવે પુનરાવર્તન નહિ કરું તેની તું ખાતરી રાખજે. બહેન. મને માફ કર. પશ્ચાત્તાપને કીડા મારા કાળજાને કેરી ખાય છે. ” થરથર કાંપતી વસુમતીના હૈયામાં પાપી હત્યારાના આવા બેલે હામ આવી. બહેન, મને ખબર નહિ કે હું આવી રીતે પાપનાં પિટલાં બાંધીને આવીશ. અરેરે ! મારા જીવતરની કમાણીની આ જ જમાબાજુ? તેની છાતીમાં ડૂમો ભરો. સતીના બલિદાને સૈનિક સુધર્યો. બંનેએ થઈને રાણીની અંતિમ ક્રિયા કરી.
હવે કોઇનું સ્થાન કરુણાએ લીધું. વાસનાનું સ્થાન વાત્સલ્ય લીધું. વસુમતીને લઈને લયે પિતાને ઘેર આવ્યો. તેની સાથેનો વ્યવહાર પુત્રી જે જ હતા છતાં તેની સ્ત્રીના મનમાં શંકાના રાફડા જામતા ગયા. તે વિચારવા લાગી, “અહીં આ છોકરીનું શું કામ હતું ? બસ, રૂપ જોઈને મેહ્યા અને ઉઠાવી લાવ્યા. કાલ સવારે લાગ જોઈને લગ્ન કરી લેશે, પછી મારશે મને ધક્કો....” લડવૈયાની પત્નીને વસુમતીમાં શેયનાં દર્શન થવા લાગ્યાં. “એક મ્યાનમાં બે તલવાર કેમ સમાય ? ના...ના, હું તેને અહીંથી કાઢું તે જ ખરી.” બિચારી વસુમતી ! તે તે અહીં બાપનું ઘર માનીને ઘરને અજવાળવા દોડતી, તેમાં યે લડવૈયાની પત્નીને ભેદ ભાતે ! ભૂલ ન હોય તે પણ ધમકાવવાનું ન ભૂલનાર પાલક માતા સામે બચાવને એક અક્ષર બેલ્યા સિવાય, નતમસ્તકે પિતાની ભૂલને સ્વીકારનાર વસુમતી સામે કેબીલી આ સ્ત્રીનાં હથિયાર હેઠાં પડ્યાં. હવે કેઈ ઉપાય ન હતું. તે પછી આને અહીંથી રવાના કરવી શી રીતે ? અચાનક તેને જે વિચાર મૂક્યો તે તુરત જ અમલમાં મૂક્યો. પતિને કહ્યું,
સાંભળ્યું ? મારે ધનની જરૂર છે. ' ભલે. કેટલું જોઈએ ?
વીસ લાખ સોનામહોર. ' વીસ લાખ સેનૈયાનું નામ પડતાં જ લડવૈયો ઢીલો થઈ ગયો.
તારું મગજ ઠેકાણે છે કે નહીં? કઈ કમાણી પર વીસ લાખ ના મહેરને તારા આંગણે હું ઢગલે કરું ?”
મે કહ્યું કે, ગમે ત્યાંથી લાવો. ગમે તે રીતે લા; પણ વીસ લાખ સેનામહોર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org