________________
૧૨૪]
[ શાસનનાં શમણીરત્ન જોઈએ. જાવ....અને જે નહીં લાવો તે મને જીવતી નહીં દે. છેવટે કઈ રસ્તો ન હોય તે આ વસુમતી શા કામની છે? એને ફટકારી દે બજારમાં.” પિતૃસ્થાને બેઠેલા લડવૈયાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેને દુનિયા ગોળ ગોળ ફરતી લાગી. અહા, એક સ્ત્રીનું બીજી સ્ત્રી પ્રત્યે કેવું નિષ્ફર વર્તન ! પરંતુ એ વધુ વિચારી શક્યા નહીં. સ્ત્રીહઠ આગળ લડવૈયાએ પીછેહઠ કરી. તે જ વખતે નિર્દોષ ને નિષ્પાપ વસુમતીએ ફૂલડાં ખરતાં હોય તેવાં મૃદુ શબ્દોમાં લડવૈયાને હૈયાધારણ આપી, “બાપુ ! તમે શા માટે અચકાવ છે ? મને વેચી દો. જેવું મારું નસીબ. મારે ભલે આ ઘરમાંથી દૂર થવું પડે, પણ માતાજીની શંકા તે છેવટે દૂર થશે ને? હું ગમે ત્યાં જઈશ. પણ મારું શિયળ નહીં જોખમાય, એટલું યાદ રાખજે. વધુ શું કહું ? તમે તો મારી માતાને પ્રાણત્યાગ સગી આંખે જોયો છે ! ”
આખરે લાચાર લડવૈયે હડાગ્રહી પત્નીએ દર્શાવ્યા પ્રમાણે વસુમતીને લઈને ચાલે વેચવા. બજાર આવી. અરે ! આ બજારમાં તે જીવતાં મનેખ વેચાતાં હતાં ! કેણુ વેચાઈને
ક્યાં જશે તેની કેને ખબર ! અને દાસ-દાસીઓ તરીકે તેમના પર શું વીતશે એ તે કેને ખબર ? જેવાં જેનાં નસીબ. માણસ જ્યારે માણસને વેપાર કરે ત્યારે તે વેપાર નહીં, પણ કરતા અને નસીબની જુગલબંધીની જડ ક્રિયા બની જાય છે. વસુમતીને દાસ-દાસીઓના બજારમાં લાવવામાં આવી. પિતાને અહી લાવનારની મુશ્કેલીને તેને ખ્યાલ હતો. તેના શરમ-સંકેચને વિચાર આવતાં જ વસુમતીને થયું કે, “લાવ, મારા વિચારની વાત હું પોતે જ જાહેર કરું.' બસ, બીજી જ ક્ષણે વસુમતીએ હિંમતથી બજારમાં અવાજ ઊંચે ઉડાવ્યા,
ભાઈઓ ! થોડા વખતમાં હું દાસી તરીકે વેચાઈશ. મને અહીં વેચાણ માટે લાવવામાં આવી છે. પિલા ઊભેલા મારા બાપુના હાથમાં મારી કિંમત મૂકીને મારી ખરીદી થઈ શકે છે.' આકર્ષણ ઊભું કરવા માટે આ શબ્દો પૂરતા હતા. ટોળેટોળાં વસુમતીને વીંટળાવા લાગ્યાં. આવી નમણી, નાજુક નારીને ખરીદવા પડાપડીને પ્રારંભ થયે.
બીજું તો ઠીક, પણ આ વેચાણ માટેની દાસીની કિંમત કેટલી ?” ભાઈ ઓ, મારું મૂલ છે વીસ લાખ સેનામહોર. જે આ આપે તે મને લઈ જાય.'
અહાહા ! વીસ લાખ શું, પણ ચાલીસ લાખે ય ઓછા પડે. પરંતુ તેટલી સેનામહેર જોઈએ ને? બાકી, આ સૌ દર્યમૂર્તિનું મૂલ જ ન થાય...” ખરીદવા ઈચ્છતા માણસે ભારે કિંમત સાંભળીને બસવા લાગ્યા ને તેમને સ્થાને નવા ચહેરા ઊભરાવા લાગ્યા. તેમાં એક હતી ચંપાનગરીની મોટામાં મોટી “નગરનાયિકા” (નગરયા).
વસુમતીને પિકાર ચાલું હતું : “વીસ લાખ સોનામહેર. વીસ લાખ...વીસ લાખ...” નગરનાયિકાની નજરે વસુમતી પર પડી. “વાહ ! વાહ! આ રૂપના દરિયાને ખરીદવા અત્યારે વીસ લાખ સેનામહેર રેકડી ગણી આપવી પડે; પણ પછી કાયમની ખણખણતી ટંકશાળ....કમાવાની ચિંતા જ ન રહે...આ જે મારા આંગણે આવે તે ધંધામાં તેજી ને તેજી રહે...આવી છોકરી માટે વીસ લાખ કંઈ વધારે ન કહેવાય. નગરવેશ્યા હજી વધુ આગળ સરકીને વસુમતીની લગોલગ પહોંચી. બન્નેએ પરસ્પર સામે જોયું. સેંથામાં વધુ પડતું સિંદૂર, આંખમાં કાજલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org