________________
૧૨૦ ]
[ શાસનનાં શ્રમણીરને
એક વૃક્ષની પાછળ અત્યંત દુર્ગધ આવતી હતી એવી વ્યક્તિ ઝાડની પાછળ પડેલી જોઈ. તીવ્ર દુર્ગધને કારણે એ રસ્તેથી મુસાફરો જતા ન હતા. શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને દુર્ગધાનું વૃત્તાંત પૂછ્યું ત્યારે ભગવંતે તેના પૂર્વભવની માહિતી આપી.
પૂર્વભવમાં આ બાલિકા શાલિગ્રામના ધનમિત્રની ધનશ્રી નામની પુત્રી હતી. યૌવનવય થતાં તેણીને લગ્નમહોત્સવ ઊજવાય ત્યારે એક સાધુભગવંત ગોચરી માટે પધાર્યા. ધનશ્રીએ ગુરુમહારાજને આહાર વહેરાવ્યું, પણ ગુરુમહારાજનાં અસ્વચ્છ--મેલાં કપડાંમાંથી દુર્ગધ આવતી હતી એટલે તે વિચારવા લાગી કે, ભગવંતે ધર્મ તે સાચું બનાવ્યું છે, પણ મુનિ મહારાજને સ્નાન કરવાની છૂટ આપી હોય તે કેવું સારું? મુનિનાં દુર્ગંધયુક્ત વમાંથી જુગુપ્સા અનુભવીને કર્મબંધ કર્યો. પરિણામે આ ભાવમાં તે વેશ્યાની પુત્રીપણે ઉત્પન્ન થઈ છે. તેણીના શરીરમાંથી દુર્ગધ આવતી હોવાથી દુગર્ભધા નામ પાડવામાં આવ્યું છે. હે રાજન ! આ દુર્ગધા અશુભ કર્મોનો ક્ષય કરીને તારી રાણું થશે અને તું તેણીને પટરાણી તરીકે સ્થાન આપીશ. શતરંજની રમતમાં તે જીતી જશે, અને તારી પીઠ પર બેસશે. બીજી રાણીઓ માત્ર છેડો પકડશે. આ પ્રસંગ બને ત્યારે તારે સમજવું કે દુર્ગધા છે.
ભગવાનના મુખે દુર્ગધાનું વૃત્તાંત સાંભળીને રાજા પોતાના મહેલમાં પહોંચી ગયે. એક વખત શ્રેણિક રાજા અને મંત્રી અભયકુમાર વેશપલટ કરીને મેળાને આનંદ કરતા હતા. એવામાં એક કન્યાએ શ્રેણિકને હાથ પોતાના હાથમાં મૂક્યા. આ કન્યા દુર્ગધા હતી. એક નિઃસંતાન ગવાલણીએ તેનું લાલનપાલન કરીને મેટી કરી હતી. કર્મક્ષય થવાથી દુગર્ભધા અત્યારે મનમોહક સૌંદર્યવતી યૌવના બની ગઈ હતી. શ્રેણિક તેણીને જોઈને મહાઈ ગયે. આ રૂપાળી યુવતીને પોતાની રાણી બનાવવા માટે નક્કી કરીને નિશાની તરીકે વીટી આપી. અભયકુમારે પિતાની વિચક્ષણ બુદ્ધિથી આ આશ્ચર્યજનક ઘટના જોઈને અંતે રાજાની ઇચ્છા હોવાથી બંનેને વિવાહમહોત્સવ ઉજવ્યો. ભગવાન મહાવીરની ભવિષ્યવાણી સાચી પડી. પિતાના કર્મના પ્રભાવથી દુર્ગધા થઈ અને હવે રાજાની ઘણી રાણીઓ સાથે રહેવાનું થયું. તેણીનું મન પરિવર્તન પામ્યું અને ભૌતિક સુખની ક્ષણભંગુરતાને વિચાર કરીને વૈરાગ્યવાસિત થઈ. શ્રેણિકની અનુમતિ મેળવીને ઉલ્લાસથી પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરીને ચંદનબાળાની નિશ્રામાં આરાધના દ્વારા આત્મકલ્યાણ કર્યું. આવી પરિસ્થિતિમાં સંયમ સ્વીકાર કરનાર દુર્ગધાને જીવનને ન રંગ લાગ્યો હતે. સત્ય સમજાયું અને દષ્ટિ ખૂલી ગઈ. વિશુદ્ધ ભાવસ્થિતિમાં આરાધના કરી. મલિન વિચારથી બંધાયેલા કર્મને વિપાકની કથાનું નમૂનેદાર ઉદાહરણ દુગધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org