________________
૧૧૬ ]
[ શાસનનાં શમણુરને બિરદાવવા ગ્ય છે. માતૃસ્નેહ ત્યાગ કરીને સુકોમળ કાયાવાળા લાડલા દીકરાને સંયમપંથે પ્રયાણ કરવાની અનુમતિ આપી, એ જ માતાના જીવનની પરમેશ્ય શુદ્ધ ચારિત્રની પારાશીશી છે.
નંદા : બેનાતટ નગરના ભદ્ર શેઠની ગુણવાન પુત્રી અને રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની રાણી. માતાપિતાના લાડમાં ઊછરેલી ભદ્રાને યોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. તે અતિસ્નેહથી સુનંદા નામથી પણ ઓળખાતી હતી. કિશોરવય પૂર્ણ થઈને યૌવનકાળ આવ્યું. માતાએ તેને માટે યોગ્ય વરની તપાસ શરૂ કરી. એક વખત પ્રસન્નજિત રાજાને પુત્ર કુમાર શ્રેણિક ભદ્ર શેઠની દુકાને આવ્યું અને શેઠના કાર્યમાં સહગ આપે એટલે શેઠ શ્રેણિકને પિતાને ઘેર લઈ ગયા અને અતિથિ સત્કાર કર્યો. શેઠને ત્યાં રહેલા કુમારે નંદાને જોઈ અને એકબીજા પ્રત્યે નેહ પ્રગટયો. શેઠ આ બન્નેના પ્રેમની હકીક્ત જાણીને પ્રસન્ન થયા. શ્રેણિક શેઠને જણાયું કે મારા જેવા અજ્ઞાત વ્યક્તિ, જેનાં કુળ કે અન્ય કઈ વાતથી પરિચિત નથી, તેની સાથે આપણી દીકરીનાં લગ્ન કરવાં ઉચિત નથી. આ પ્રસંગે નંદાએ સ્ત્રીસહજ લજજાપૂર્વક વિનમ્રભાવે જણાવ્યું કે, “હે ભાગ્યશાળી, મેં નિશ્ચય કર્યો છે કે તમારા સિવાય બીજા કેઈની સાથે પાણિગ્રહણ કરીશ નહિ. જે આપ મારે સ્વીકાર નહિ કરે તે હું વ્રત ધારણ કરીને જીવન વ્યતીત કરીશ.” પરસ્પરના નેહને જોઈને છેવટે બંનેનાં ધામધૂમથી લગ્ન થયાં અને સુખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યા. શ્રેણિકના પિતા પ્રસન્નજિતને વ્યાધિ લાગુ પડવાથી નંદાને નિશાની આપીને શ્રેણિક રાજગૃહી નગરીમાં ગયે. ત્યારે નંદા ગર્ભવતી હતી અને ત્રીજે મહિને દેહદ ઉત્પન્ન થયે કે હું હાથી પર બેસીને નીકળું, વાજિંત્રોના નાદથી વાતાવરણ અત્યંત રમણીય બની જાય અને દીનદુઃખીઓને સહાય કરું. સાધુ ભગવંતની ભક્તિ કરીને સુપાત્ર દાન કરું ને વીતરાગના ધર્મને પ્રચાર કરું. માતાપિતાએ નગરના રાજાને હાથી લાવીને પુત્રીની મનોકામના પૂર્ણ કરી.
ગર્ભકાળ પૂર્ણ થતાં નંદાએ એક પુત્રને જન્મ આપ્યું અને અભયકુમાર નામ પાડવામાં આવ્યું. અભયકુમાર વિચક્ષણ બુદ્ધિથી અનેકવિધ કળા અને શાસ્ત્રમાં પારંગત થઈને નંદા માતા સાથે રાજગૃહી ગયે. શ્રેણિક રાજા પણ અસાધારણ બુદ્ધિપ્રતિભાવંત પુત્ર પ્રાપ્ત કરવા બદલ પિતે ગૌરવાન્વિત થયે. નંદાએ ધર્મ ધ્યાનની સાથે દાન, ભક્તિ સાધુસેવા કરીને જીવન વિતાવ્યું. એક વખત ભગવાન મહાવીરની દેશના સાંભળીને નંદાને દીક્ષા લેવાની ઇચ્છા થતાં શ્રેણિકની રજ માંગી. રાજાએ નંદાને દીક્ષાની રજા આપીને રચિત વૈભવથી ભાગવતી દીક્ષા મહોત્સવ ઊજવ્યું. નંદાએ ચંદનબાળાની નિશ્રામાં સંયમની અપૂર્વ આરાધના કરી. જ્ઞાન,
ધ્યાન તપ ને જપ દ્વારા વિશુદ્ધ ચારિત્ર પાળ્યું અને અંતે બે માસનું અનશન કરીને સર્વ કર્મ ક્ષય થતાં મેક્ષે સિધાવી. શ્રેણિકની બીજી રાણીઓ નંદમતી, નંદોત્તરી, નદિ સેન્યા, માતા, સુમરિયા, મહામતા, મરુદેવ, ભદ્રા, સુભદ્રા, સુમતા, સુમના, ભુતદત્તા વગેરેએ પણ પ્રભુ પાસે દીક્ષા લઈને ચારિત્રનું પાલન કરવાપૂર્વક આત્મકલ્યાણ સાધ્યું.
સુભદ્રા : વસંતપુર નગરના રાજા જિતશત્રુના પ્રધાન નિદાસ તત્વમાલિની દીકરી. જિનદાસ જૈન ધર્મને ઉપાસક હેવાથી પુત્રીને જૈનકુળમાં પરણાવવા ઈચ્છતો હતે. એક વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org