________________
૧૧૦ ]
[ શાસનનાં શ્રમણીરને શ્રેણિક રાજાને આ સાંભળતાં જ ચલણા રાણીના શીલ પર શંકા થઈ. અનેક તર્ક-વિતર્ક કરતાં રાત વીત્યા પછી વહેલી સવારે રાજાએ અભયકુમારને આવેશમાં આવીને હુકમ કર્યો કે, મારા અંતઃપુરમાં દુરાચાર ફેલાઈ ગયું છે માટે ત્યાં આગ લગાડી દે.” અભયકુમારે પિતાની બુદ્ધિથી નિર્ણય કરીને જીર્ણ હસ્તિશાળાને સળગાવી દીધી અને રાજાને સંદેશો મોકલ્યા કે આપનું અંતઃપુર સળગાવી દીધું છે.
શ્રેણિક રાજા ભગવાન મહાવીરની દેશના સાંભળવા ગયા. દેશના પૂર્ણ થતાં પ્રભુને વંદન કરી વિનમ્રભાવે પૂછ્યું કે, ચેલણ પતિવ્રતા છે કે નહિ ? ભગવંતે પ્રત્યુત્તર આપ્યું, “રાજન, તારી રાણી પતિવ્રતા છે, મહાસતી છે. તે શીલરૂપી અલંકારથી વિભૂષિત છે.” રાજાએ ત્યારબાદ સત્ય વૃત્તાંત જાણી અભયકુમારની બુદ્ધિની પ્રશંસા કરી. રાજાના મનની શંકા પણ નિર્મૂળ થઈ ગઈ. આ પ્રસંગ ચેલણની મુનિમહારાજ પ્રત્યેની ભક્તિને નમૂન છે.
અભયકુમારે દીક્ષા લીધા પછી કુણિકે રાજા શ્રેણિકને કારાવાસમાં પૂરી દીધો હતો. કુણિક બંદોબસ્ત કડક હોવાથી કઈ પણ વ્યક્તિ શ્રેણિક પાસે જઈ શકતી ન હતી. માત્ર માતા ચિલણને જવાની છૂટ આપી હતી. ચેલણ પોતાના દીર્ઘ અને શ્યામ વાળની વચ્ચે અડદનો લાડુ સંતાડીને લઈ જતી અને શ્રેણિકને આપતી રાણીએ પોતાના વાળ શરાબથી લેપ્યા હતા. રાજા રાણીના વાળમાંથી નીકળતાં શરાબનાં ટીપાંનું પાન કરીને સુધાતૃપ્તિ કરતો હતો.
એક વખત કુણિક ભોજન કરવા બેઠો હતો ત્યારે તેને પુત્ર મેળામાં આવીને બેઠો અને ત્યાં બેઠાં બેઠાં જ પેશાબ કર્યો. પેશાબ ભેજનની થાળીમાં પડયો. પેશાબથી દૂષિત ભોજન કાઢી નાખી બાકીનું ભેજન આરોગ્યું અને માતાને ઉદ્દેશીને કહ્યું, “મારા જે બીજે કઈ પિતા છે કે જેને આ પુત્રપ્રેમ હોય ?” ચેલણાએ જવાબ આપતાં જણાવ્યું, “મારા ગર્ભમાં તું આવ્યું ત્યારે મને શ્રેણિક રાજાના કલેજાનું માંસ ખાવાનો દેહદ થયે હતો. રાજાએ અભયકુમારની સલાહથી મારી ઇચ્છા પૂર્ણ કરી હતી. ત્યારથી જ મને ખ્યાલ આવ્યો હતો કે તું પિતાને વેરી થવાનો છે. તારે જન્મ થતાં જ મેં તેને ઘેર જંગલમાં મૂકી દીધો હતો. પણુ રાજા શ્રેણિકે પુત્રહને વશ થઈને તેને પાછો લાવીને લાડકોડથી ઉછેર્યો. આનું નામ તે પુત્રનેહ. તારે પુત્ર પ્રેમ તે કંઈ જ નથી. સાચો પુત્ર પ્રેમ તે શ્રેણિકને જ છે.” માતાના મુખેથી પુત્ર પ્રેમનું વૃત્તાંત સાંભળીને કુણિકને અત્યંત ભ થયો અને તુરત જ હાથમાં લાંબો દંડ લઈને પિતાજીને કારાવાસમાંથી મુક્ત કરવા માટે ઘસી આવ્યો. કણિકને આ રીતે આવતો જોઈને શ્રેણિકને વિચાર આવ્યું કે તે મારો વધ કરવા આવે છે એમ માનીને પિતાની જીભ પર કાળક્ટ વિષ મૂકીને પ્રાણત્યાગ કર્યો. આ બધા પ્રસંગો પરથી જાણી શકાય છે કે ચેલણાએ સતી, રણ, માતા અને ભક્તિપરાયણ નારી તરીકે ઉચ્ચ કોટિનું સ્થાન મેળવ્યું હતું.
શિવાદેવી : વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેટક રાજાની પુત્રી અને ઉજજેનનગરીના રાજા ઉદયનની રાણી. ઉજજૈન નગરીમાં મૂકીને ભયંકર રોગ ફેલાયે હતો. ઘણા બધા માણસે મરકીનો ભાગ બનીને ત્રાસી ગયા હતા. રાજવૈદ્ય અને અન્ય બુદ્ધિશાળી લેકેને ભેગા કરીને નિવારણ માટે પ્રયત્ન કર્યા પણ નિષ્ફળતા મળી. રાણી શિવાદેવી પણ આ ઉપદ્રવથી અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org