________________
૧૦૮ ]
[ શાસનનાં શમણીરત્ન માતૃપક્ષે અને પિતૃપક્ષે ભગવાન મહાવીરના પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. બાલ્યાવસ્થાથી જ એનું મન ધર્મ તરફ કેન્દ્રિત થયેલું હતું. રાજકુળની પરંપરાનુસાર યશસ્વતીને શિક્ષણસંસ્કાર આપવામાં આવ્યાં હતાં. એના પ્રભાવથી તે ધર્મારાધનામાં વધુ સ્થિર બનીને શ્રાવિકા ધર્મ પાલન કરી આદર્શ શ્રાવિકા બની હતી.
સુપેઠા : વિશાલ નગરીના ચેટક રાજાની બે રાજકુંવરીમાં એક ચેલણ અને બીજી સુષ્ઠા. બંને બહેને એકબીજા માટે અત્યંત નેહ ધરાવતી હતી. શ્રેણિક રાજા કપટથી ચેલણાને પરણ્યા પછી સુજ્યેષ્ઠા એકલી પડીને ધર્મારાધનાથી વૈરાગ્ય પામીને ચંદનબાળા પાસે પાંચ મહાવ્રત ધારણ કરી ચારિત્રનું પાલન કરવા લાગી.
એક વખત પઢાળ નામને વિદ્યાધર વિમાનમાર્ગે જતા હતા ત્યારે અત્યંત રૂપલાવણ્યયુક્ત સુજયેષ્ઠા સાધ્વીને તપશ્ચર્યામાં લીન થયેલી જોઈને માહિત થયે અને ભ્રમરનું રૂપ ધારણ કરીને સુકાની નિમાં વીર્ય મૂકયું. સમય વીતતાં સુચેષ્ટા ગર્ભવતી થઈ. અન્ય સાધ્વીઓને તેની જાણ થઈ. “પપિણી! તે શિયળનું ખંડન કર્યું' એવા શબ્દોથી તેની નિંદા થવા લાગી. સુયેષ્ઠાએ પ્રત્યુત્તર રૂપે સાધ્વીઓને જણાવ્યું, “મેં મન, વચન અને કર્મથી શિયળ ખંડન કર્યું નથી. સાધ્વીઓએ જ્ઞાની ભગવંતને સુજ્યેષ્ઠાના સતીત્વની શંકાને પ્રશ્ન પૂછ્યો ત્યારે ગુરુએ કહ્યું કે, “સુણા સતી છે. આ તે વિદ્યાધરનું કુકૃત્ય છે.” ગર્ભકાળ પૂર્ણ થતાં સુજયેષ્ઠાએ પુત્રને જન્મ આપ્યું અને શ્રાવકને ઘેર રાખવામાં આવ્યું. સત્યથી નામ પાડવામાં આવ્યું. આ બાજુ સુષ્માએ કઠિન તપશ્ચર્યા કરતાં કરતાં કર્મય કરી, આયુષ્ય પૂર્ણ કરી મોક્ષપદની પ્રાપ્તિ કરી.
પ્રભાવતી : ચેડા રાજની પુત્રી અને સિંધુ-સૌવીર દેશના રાજા ઉદયનની રાણી. વીતભયનગર અત્યંત સમૃદ્ધ હોવાથી રાજધાની તરીકે ગણાતું હતું. રાજા-રાણી ધર્મમાં અત્યંત શ્રદ્ધા ધરાવતાં હતાં. રાણીએ પુત્રને જન્મ આપ્યું. રાજા-રાણી અત્યંત આનંદપૂર્વક કાળનિર્ગમન કરવા લાગ્યાં. એક દિવસ વીત્તભયનગરના ચેકમાં એક નાવિકે એક લાકડાની પેટી લાવી મૂકી.
આ પિટી સંબંધી વૃત્તાંત એ છે કે, વિદ્યન્માલી દેવે પિતાના ધર્મમિત્ર નાગિલની સૂચનાથી ગશીર્ષ ચંદનની કાર્યોત્સર્ગ મુદ્રાવાળી ભગવંત વિચરતા હતા ત્યારે જ પ્રતિમા બનાવીને વસ્ત્રાલંકારથી વિભૂષિત કરીને પેટીમાં સુરક્ષિત રાખીને આ પેટી સમુદ્રમાર્ગે જત નાવિકને આપીને કહ્યું કે, “હે ભદ્ર ! તારું કલ્યાણ થશે. તું આ પેટી સૌવીર દેશના વીતભયનગરના ચેકમાં મૂકી દેજે અને જે આ પેટી ઉઘાડશે તે ભાગ્યશાળી ગણાશે અને સર્વ રીતે સુખ ને કલ્યાણને પામશે.”
વીતભયનગરના ચોકમાં મુકાયેલી આ પેટી ઘણા પ્રયત્ન કરવા છતાં ખૂલતી ન હતી. રાજા ચિંતાતુર બનીને ભજન કરતા હતા ત્યારે રાણી પ્રભાવતીએ ચિંતાનું કારણ પૂછયું. કારણ જાણીને રાણીએ પેટી ખેલવા માટેની પિતાની તૈયારી દર્શાવી. જનસમૂહની વચ્ચે રાણી પ્રભાવતીએ જઈને પેટી પર જળ-દૂધથી અભિષેક કર્યો. ધૂપ-દીપ-અક્ષત વગેરેથી પૂજા કરી. પછી અરિહંત ભગવાનનું સ્મરણ કરીને બેલી, “હે દેવાધિદેવ ! અરિહંત ભગવાન ! મને દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org