________________
શાસનનાં શ્રમણીરને ]
[ ૧૦૭ ભગવાન મહાવીર પાંચમા ચાતુર્માસ માટે કુપિય ગામમાં પધાર્યા. ગામના રક્ષએ એમને જાસૂસ માનીને જેલમાં પૂરી દીધા. આ વાતની ખબર વિજયાને અને પ્રગભાને પડી. બંને પરિત્રાજિકાઓ નગર બહાર ગઈ અને રક્ષકેને કહ્યું કે, આ તો ભગવાન મહાવીર છે. નંદિવર્ધનના ભાઈ અને પરમ સાધક આત્મા છે. તેમણે મૌનવ્રત લીધું છે. આ સાંભળીને રક્ષકએ ભગવાનને બંધનમાંથી મુક્ત કર્યા અને પ્રભુ સમક્ષ ક્ષમાયાચના કરી. વિજયા અને પ્રગભાએ પ્રભુને વિનયયુક્ત વિધિપૂર્વક વંદન કરીને પ્રભુની કઠોર તપશ્ચર્યા અને સાધના તથા સહનશીલતાની પ્રશંસા કરી.
સામા અને જયંતી : આ બન્ને પરિત્રાજિકાઓએ ભગવાનને વિજ્યા અને પ્રગ૯ભાની જેમ બંધનમાંથી મુક્ત કરાવ્યા હતા. રક્ષકએ ભગવાન પ્રત્યે દુર્વ્યવહાર કર્યો તેની ક્ષમા માગી હતી.
જયેઠા : ક્ષત્રિયકુંડ ગ્રામના સિદ્ધાર્થ રાજાના ષ્ઠ પુત્ર નંદીવર્ધનની પત્ની અને વૈશાલી ગણરાજ્યના અધિપતિ ચેડા રાજાની પુત્રી. તે અત્યંત સૌંદર્યવાન હતી, કળાચાતુર્યમાં નિપુણ હતી. વળી એનું શીલ પણ ઊંચા પ્રકારનું હતું. લેક એની મુક્તકંઠે પ્રશંસા કરતા હતા. તેણે ભગવાન મહાવીરના ઉપદેશ-શ્રવણથી સમકિત મૂળ બાર વ્રત અંગીકાર કર્યા હતાં. વ્રત પાલનમાં અત્યંત દઢ હોવાથી કોઈનાથી અંજાઈને કે યુક્તિ-પ્રયુક્તિથી લલચાઈ ને ત્રતખંડન કરે તેવી ન હતી
એક વખત ઇન્દ્રસભામાં ઇન્દ્ર મહારાજે કાના શીલનાં વખાણ કર્યા, અને કહ્યું કે, ગમે તેવા દેવ-દેવેન્દ્રથી પણ ખા ચલિત થાય તેમ નથી.
ત્યાર પછી કઈ એક દેવે પિતાની શક્તિના પ્રભાવથી તેણીનું હરણ કરીને વનની એકાંત જગ્યાએ છોડી દીધી. પછી હસ્તિ, અશ્વ, પાયદળ વગેરે સૈન્ય ઉતાર્યું. અને પોતાને અપૂર્વ વૈભવ દર્શાવીને કહ્યું કે, “ તું અહીં એકલી છે. અમારી પત્ની બની જા. તને અપૂર્વ સુખ અને સંપત્તિ મળશે.” જયેષ્ઠાએ કાનમાં આંગળી નાખીને કહ્યું, “સ્વર્ગમાંથી કેઈ દેવ આવે, તો પણ હું મારા વ્રતમાંથી ચલિત થવાની નથી. અને અન્ય કઈ પતિ કરીશ નહિ. ” દેવતાએ કહ્યું, “હે યેષ્ઠા ! અમે તને બળાત્કારે ગ્રહણ કરીશું.” તેણીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે, “હું આત્મહત્યા કરીશ.” આ રીતે દેવે જયેષ્ઠાના વ્રતપાલનના દૃઢ વિચારથી પ્રસન્ન થયા અને પિતાનું મૂળ રૂપે પ્રગટ કરી કહ્યું, “હે પુણ્યવતી ! તું સતી છે. અમે તારી પરીક્ષા કરી અને તેમાં તું સફળ થઈ છે. આ કુંડળની ભેટ સ્વીકારો.” પછી દેવોએ યેષ્ઠાને નંદીવર્ધનને ત્યાં પાછી મૂકી દીધી. દેવોએ નંદીવર્ધનને ધેાની પરીક્ષાનું વૃત્તાંત નિવેદન કર્યું અને મહાસતીનું બિરુદ આપીને વિદાય થયા. સંસારી જીવન જીવતાં જીવતાં ભેચ્છાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સહૃદયપણે ઉપાસના કરી હતી. અંતે ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરીને સર્વ કર્મને ક્ષય થતાં મોક્ષગુખની પ્રાપ્તિ કરી. યેષ્ઠાનું જીવન એટલે શીલધર્મની શીતળ સૌરભ અને સંયમની શોભા.
યશસ્વતી : એનું બીજુ નામ શેષવતી હતું. માતા પ્રિયદર્શન અને જમાલીની પુત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org