________________
૧૦૬ ].
[ શાસનનાં શ્રમણીરને દાણામાંથી ખેતી કરીને ગાડાં ભરીને ચખા પ્રાપ્ત કર્યા છે. પાંચ વરસમાં ઘણું ધાન મેળવ્યું છે. ”
સાર્થવાહ રોહિણીની ચતુરાઈથી પ્રસન્ન થયા અને તેણીની યોગ્યતા જાણુંને ગૃહસ્થજીવનની મુખ્ય જવાબદારી પી. અન્ય વસ્તુઓને એમની બુદ્ધિ અનુસાર જવાબદારી સેંપવામાં આવી. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, એવું કહેનારાઓને રોહિણીની બુદ્ધિ અને ચતુરાઈથી ખ્યાલ આવશે કે, સ્ત્રીઓ પણ ચતુર હોય છે. બુદ્ધિમાન હેવાથી યોગ્ય કાર્યો કરીને સફળતા પ્રાપ્ત કરે છે.
બહલિકા : સાનુયષ્ટિક ગામના નિવાસી આનંદ શ્રાવકની કેટલીક દાસીઓમાંની એક જાણીતી દાસી. તે પિતાની કર્તવ્યપરાયણતા અને સેવાવૃત્તિથી પોતાના સ્વામીને સદા પ્રસન્ન રાખતી હતી. ભગવાન મહાવીર કઠોર તપશ્ચર્યા કરતા હતા. એક વખત ગોચરી માટે આનંદ શેઠને ત્યાં આવી પહોંચ્યા. ભજનનો સમય પૂર્ણ થતાં બાકી રહેલી ભેજનસામગ્રી બાજુએ મૂકીને બહુલા વાસણ સાફ કરતી હતી ત્યારે ભગવાન આવી પહોંચ્યા. દાસીએ કુશકાય મુનિને
ગ્ય આહાર વહોરાવી દીધે. પ્રભુએ આ આહારથી પારણું કર્યું. દાસીએ પ્રભુને ભાવપૂર્વક વહોરાવતાં, એના પ્રભાવથી પંચદિવ્ય પ્રગટ થયાં, જેનાથી દાસી બહલિકા દાસત્વમાંથી મુક્ત થઈને સમૃદ્ધ બની. આ પ્રસંગથી પ્રેરણા પ્રાપ્ત કરીને બહલિકાએ ભગવાન મહાવીરે બતાવેલા જૈનધર્મના સિદ્ધાંત પ્રમાણે શેષ જીવન વ્યતીત કર્યું. નગરમાં આનંદ શેઠ અને દાગીના દાનને ભક્તિને મહિમા ગાવામાં આવ્યા.
વસપાલિકા : ભગવાન મહાવીરે ચારિત્ર અંગીકાર કર્યા પછી વિવિધ તપની આરાધના કરી હતી. દીક્ષાના અગિયારમા વસે ૬ મહિનાના ઉપવાસનાં પારણાં માટે વન્સપાલિકા નામની વૃદ્ધ ગોવાલણને ત્યાં પધાર્યા હતા. કૃશકાય છતાં તેજસ્વી એવા પ્રભુને જોઈ ને હપૂર્વક વંદન કરીને ગોવાલણે પ્રભુને ક્ષીર વહેરાવીને પારણું કરાવ્યું.
ગોવાલણની શ્રદ્ધા, ભક્તિ અને દાનના પ્રભાવથી પંચદિવ્ય પ્રગટ થયાં, દાનનો મહિમા ગાવામાં આવ્યું. લોકે દાનધર્મની પ્રશંસા કરવા લાગ્યાં. ગોવાલણનું ભાગ્ય ખૂલી ગયું, દારિદ્રવ્ય દૂર થઈ ગયું. આ પ્રસંગ બન્યો ત્યારથી ગોવાલણે ભગવાન મહાવીરના સિદ્ધાંત પ્રમાણે જેનધર્મનું પાલન કર્યું. આમ, એક સામાન્ય સ્ત્રીએ અસામાન્ય લાભ પ્રાપ્ત કરીને જીવન સફળ કર્યું. સામાજિક વ્યવસ્થામાં નાના-મેટાના ભેદ હશે, છતાં ભગવંત મહાવીર સ્વામીએ સમાન રીતે આવા ભેદભાવ વગર સામાન્ય માનવીને ત્યાંથી પણ ગોચરી મેળવીને સમાનતાને આદર્શ ચરિતાર્થ કરી બતાવ્યો છે. ભગવાન ભાવના ભૂખ્યા છે. પાત્ર ઊંચામાં ઊંચું હોય, વસ્તુ પણ કિંમતી હોય, છતાં ભાવ ન હોય તે નકામું છે. વસંપાલિકાને ધન્ય છે કે સુપાત્ર દાન કરી જીવન ધન્ય બનાવી જાણ્યું.
| વિજયા અને પ્રગ૯ભા : ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનમાં અપૂર્વ શ્રદ્ધા ધરાવતી આ બે પરિત્રાજિકાએ ભદિયા નગરના કૃપિય સન્નિવેશમાં રહેતી હતી. પૂર્વજીવનમાં સાધ્વી તરીકે જીવન વિતાવ્યું હતું પણ ચારિત્રના નિયમોની કઠિનતાથી દીક્ષાને ત્યાગ કરીને પરિત્રાજિકા તરીકે ધર્મધ્યાન કરીને જીવન વિતાવતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org