________________
શાસનનાં શમણીરત્ન ]
[ ૧૦૧ હતે પ્રભુની દેશનાથી પ્રભાવિત થયેલી મૃગાવતીએ રાજ ચંડપ્રદ્યોતને વિનંતી કરીને કહ્યું કે, તમે રજા આપે તે માટે દીક્ષા લેવી છે. ચંડપ્રદ્યોત રાજાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, તારી ઇચ્છા હોય તે પ્રમાણે કરજે. તારે પુત્ર ઉદયન રાજગાદી પર બેસશે. તું ચિંતા ન કરીશ. ત્યાર પછી કૌશંબીના રાજા તરીકે ઉદયનને અભિષેક કરીને ગાદી પર બિરાજમાન કરવામાં આવ્યું. ચંડ પ્રદ્યોતની આઠ સ્ત્રીઓ અને મૃગાવતીએ પ્રભુ મહાવીરે પાસે દીક્ષા લીધી. સંયમની આરાધનામાં સમય વ્યતીત થઈ ગયો. ફરી એકવાર ભગવાન મહાવીર કૌશંબી નગરીમાં પધાર્યા ત્યારે સૂર્ય અને ચંદ્ર મૂળ વિમાન સાથે પ્રભુને વંદન કરવા આવ્યા. તે વખતે ત્રીજી પિરસીનો સમય હતે. સૂર્યના પ્રકાશને કારણે રાત્રિને સમય થઈ ગયો છતાં મૃગાવતીને ખ્યાલ રહ્યો નહિ. જ્યારે ચંદનબાળા પ્રવર્તિનને સંધ્યા સમયની જાણ થતાં ઉપાશ્રયે જઈને આવશ્યક વિધિ કરી. પછી સૂર્ય-ચંદ્ર પિતાના મૂળ વિમાન સાથે સ્વસ્થાને પાછા વળ્યા, ત્યારે અંધકાર છવાયેલે જોતાં જ ગભરાટ અનુભવતી મૃગાવતી ઉપાશ્રયમાં આવી અને ઇર્યાવહી કરીને પ્રતિક્રમણ કર્યા પછી ચંદનબાળા પાસે જઈને ઉપાશ્રયમાં મેડાં આવવા બદલ ભૂલને એકરાર કર્યો. ચંદનબાળાએ ફજની યાદ અપાવતાં જણાવ્યું કે મોટા કુળમાં ઉત્પન્ન થઈને ચારિત્ર ગ્રહણ કરનારી સ્ત્રીને ઉપાશ્રય બહાર રાત્રિના સમયે રહેવું યોગ્ય નથી. મૃગાવતીએ ગુરુની માફી માગી અને અજાણતાં ભૂલ થઈ ગઈ છે એમ સહુદયીપણાથી જણવ્યું.
ચંદનબાળાને નિદ્રા આવી ને સૂઈ ગયાં ત્યારે મૃગાવતી પિતાનાં દુષ્કૃત્યેની નિંદા કરતી હતી. અશુભ કર્મને ક્ષય કરીને શુભ ભાવમાં લીન થતાં અંતે મૃગાવતી સાધ્વીજીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. મૃગાવતીએ અંધકારમાં પિતાના જ્ઞાનના પ્રકાશથી એક સપને ચંદનબાળાના હાથ તરફ જતે જે, એટલે ચંદનબાળાને હાથ ખસેડ્યો. ચંદનબાળા જાગી ગઈ અને પૂછયું કે, મારે હાથ કેમ ખસેડડ્યો?” મૃગાવતીએ કહ્યું કે, “સર્ષ આવતા હતા.” ચંદનબાળાએ પૂછયું, ગાઢ અંધકારમાં તમે સર્પ કેવી રીતે જે ?” તેણુએ જવાબ આપે, “જ્ઞાનથી.'
ચંદનબાળાએ પૂછ્યું, “કયું જ્ઞાન ? પ્રતિપત્તિ કે અપ્રતિપત્તિ ?” મૃગાવતીએ કહ્યું, “અપ્રતિપત્તિ. હે ગુરુ ભગવંત ! આપની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થયેલ છે.”
આ સાંભળીને તુરત જ ચંદનબાળાએ વિચાર્યું કે, અજાણપણે કેવળીને અવિનય થયે છે એટલે તરત જ મૃગાવતીની ક્ષમાયાચના કરતાં કરતાં શુભધ્યાનથી કર્મક્ષય થતાં તેમને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
મૃગાવતીએ પિતાની વિચક્ષણ બુદ્ધિથી ભૌતિક જીવનમાં પણ પ્રગભૂતાપૂર્વક જવાબદારી ઉપાડીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો અને એ જ રીતે અધ્યાત્મમાર્ગમાં પણ પ્રચંડ પુરુષાર્થ કરીને ગુરુને કેવળજ્ઞાન થયા પહેલાં જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને સાધ્વી અને આદર્શ સતી તરીકે જેના સાહિત્યમાં ને લેકહૃદયમાં અભૂતપૂર્વ સન્માન પ્રાપ્ત કર્યું છે. સંસારી બંધથી ચંદનબાળા ભાણેજ અને મૃગાવતી માસી. પણ દીક્ષામાં ગુરુ-શિષ્યા બન્યાં. શિષ્યાએ ગુરુનું કલ્યાણ કર્યું. રાજવૈભવમાં જીવન વિતાવતી મૃગાવતીએ વિપત્તિનાં ઘેરા વાદળ ઊમટી પડ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org