________________
૧૦૦ ]
|| શાસનનાં શ્રમણીરને ચિત્રશાળાને અભિનવ આકાર આપે. એક દિવસ ચિત્રકારને મૃગાવતીના પગને અંગૂઠ જાળીમાંથી જોવા મળે. માત્ર અંગૂઠાના દર્શનથી ચિત્રકારે યક્ષની વરદાનવિદ્યાના પ્રભાવે મૃગાવતીનું આબેહૂબ ચિત્ર આલેખ્યું. તેમાં મૃગાવતીના સાથળના ભાગમાં ચિત્રાંકન કરતાં એક ટપકું પડી ગયું અને તે એક જાડા તલના ચિહ્નને નિર્દેશ બની ગયું. આ નિર્દેશ થવાથી ચિત્ર સારું ન લાગે એટલે ચિત્રકારે ડાઘને કાઢવા પ્રયત્ન કર્યો, પણ તે દૂર ન થયે. આ તલનું ચિહ્ન રાણીના ભાગ્યમાં કઈ ભયંકર વિપત્તિ આવવાની છે એમ સૂચન થાય છે. છેવટે ચિતારાએ રાજાને મૃગાવતીનું ચિત્ર બતાવ્યું. રાજા અત્યંત હર્ષ પામે પણ મનમાં મૃગાવતીના ચારિત્રની શંકા થઈ. મૃગાવતી સાથે મીઠા સંબંધ રાખ્યા વગર સાથળને તલ કયાંથી ખબર પડે ! શંકાશીલ રાજાએ ચિત્રકારને હણી નાખવા માટે સેવકને હકમ કર્યો. આ સમયે અન્ય ચિત્રકારોએ ભેગા થઈને રાજાને વિનંતી કરી કે, “હે રાજન ! આ ચિત્રકારને યક્ષનું વરદાન હોવાથી મૃગાવતીનું નખશિખ ચિત્ર આલેખ્યું છે. તે નિર્દોષ છે, માટે તેને હણશે નહિ.” રાજાએ તેની પરીક્ષા કરવા માટે કુwા દાગીનું મુખ દેખાડયું. ત્યાર પછી ચિતારાએ દાસીનું ચિત્ર આલેખ્યું. છતાં રાજાએ આવેશમાં આવીને તેની આંગળી કાપી નાખવાનો હુકમ કર્યો. રાજાના વર્તનથી અસંતુષ્ટ થયેલા ચિતારાએ મૃગાવતીનું ચિત્ર ઉજજૈન નગરીના રાજા ચંડપ્રદ્યાતને બતાવ્યું. ચંડપ્રદ્યોત રાજા મૃગાવતીની તસવીર જોઈને મોહ પામ્ય અને યેનકેન પ્રકારેણુ તેણીને ગ્રહણ કરવા માટે પિતાના દૂત વાઘને કૌશંબી નગરના રાજાને ત્યાં મોકલ્યા અને સંદેશ કહ્યો કે, “જીવતા રહેવાની ઈચ્છા હોય, પ્રજાનું કલ્યાણ ઇચ્છતા હે તે મૃગાવતીને સોંપી દ્યો. તું મૃગાવતીને લાયક નથી. મણિ મુકુટ પર શોભે, ચરણ પર નહિ.” ક્રોધાવિષ્ટ થયેલા શતાનીક રાજાએ સંદેશો મોકલ્યો કે, “સીસાની સાથે મણિ શોભે નહિ, તેમ તારી સાથે મૃગાવતી શોભે નહિ. તારા અંતઃપુરને વિચાર કર. જીવવાની ઈચ્છા રાખનાર રાજાએ વિચક્ષણ બુદ્ધિથી વિચારવું જોઈએ.” તાનકને સંદેશે જાણીને આવેશયુક્ત રાજાએ અન્ય ચૌદ રાજાઓ સાથે કૌશંબી નગરી પર આક્રમણ કર્યું. યુદ્ધ દરમિયાન ભારે ખુવારી થઈ અને ગભરાયેલા શતાનીક રાજાનું અતિસારના રોગથી અવસાન થયું. મૃગાવતી એ યુક્તિપૂર્વક ચંડપ્રદ્યાત રાજાને દાસી મારફતે કહેવડાવ્યું કે, મારા સ્વામીના અવસાનથી હું શોકગ્રસ્ત છું. મારો પુત્ર ઉદયન હજી બાળક છે. એ રાજ્યભાર સંભાળવા લાયક થશે એટલે હું આપની મનોકામના પૂર્ણ કરીશ.
મૃગાવતીએ શિયળની રક્ષા માટે આવો સંદેશો મોકલ્યું તે જાણીને હર્ષઘેલા રાજાએ સૈન્ય પાછું ખેંચી લીધું. રાણીએ અવંતી અને ઉજજૈન વચ્ચે ઇટનો કિલ્લો બંધાવ્યું. સમય વીતી ગયો. રાજાએ મૃગાવતીને તેડવા માટે સેવકને મોકલ્યા. રાણીએ પ્રત્યુત્તર આપ્યો કે, રાજાને કહેજે કે, હું મનથી પણ તમારી ઈચ્છા કરતી નથી, તે પછી કાયાથી તો ઈચ્છા જ
ક્યાંથી હોય ! મારા શિયળની રક્ષા માટે મેં પ્રપંચ કર્યો હતો. ચંડપ્રદ્યાત રાજા કૌશંબી પર હુમલે કરવા ગયો. પિતાના દૂત મારફતે શરણ સ્વીકારવા કહ્યું. આવી પરિસ્થિતિમાં જોગાનુજોગ મહાવીર ભગવંત કબી પધાર્યા. એ જાણીને રાણીએ નગરના દરવાજા ઉઘડાવ્યા. પછી રાણી પ્રભુની દેશના સાંભળવા માટે સમવસરણ પ્રતિ પહોંચી. ત્યાં અન્ય દેવ અને રાજાઓ ઉપરાંત પ્રભુના અતિશયને કારણે દુશમનાવટ વિસ્મત કરીને ચંડપ્રદ્યાત રાજા પણ દેશના સાંભળવા આવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org