________________
૯૮ ]
[ શાસનનાં શ્રમણીરત્ન
ઉત્તર : “ના, એમ નહિ બને.” પ્રશ્ન : “હે પૂજ્ય ! એમ કહે કે સર્વભવસિદ્ધિયા જી સિદ્ધ થશે, છતાં તેમનાથી લેક
ખાલી થશે નહીં?” ઉત્તર : “જેમ એક સર્વકાશની અનાદિ અનંત એક પ્રદેશની હોવાથી વિષ્ક ભરહિતપણે પરિમિત
અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત શ્રેણી હોય તે પરમાણુ પુદ્ગલથી તથા સ્કથી સમય સમય બેંચતાં જઈએ, તે અનંત ઉત્સપિણી અવસર્પિણીઓ જતાં પણ
અપાતન થાય છે તે કારણે હું જયંતી ! એમ કહેવાય છે.” પ્રશ્ન : “હે પૂજ્ય! સૂતાપણું સારું કે જાગતાપણું સારું?” ઉત્તર : “હે યંતી ! કેટલાએક જીવોનું સૂતાપણું સારું છે અને કેટલાએક ઇવેનું
જાગતાપણું સારું છે.” પ્રશ્ન : “હે પૂજ્ય! એમ કેમ કહે છે ? ” ઉત્તર : “હે યંતી ! જે જીવ અધર્માનુરત, અમિષ્ટ, અધર્મ બોલનાર, અધર્મથી ઉપજીવિકા
ચલાવનાર, અધર્મના નાર, અધર્મ ફળ ઉપાર્જન કરનાર, અધર્મશીલ આચરનાર અને અધર્મથી જ પેટ ભરતા રહે છે તેઓનું સૂતાપણું સારું. કેમકે એ જ સૂતા થકી ઘણું પ્રાણીઓને દુઃખ પરિતાપ આપી શકતા નથી. તેમ જ તે જીવ સૂતા થકી પિતાને કે બીજાને કે બન્નેને અધર્મની યોજનામાં જોડી શકતા નથી. માટે એ એનું સૂતાપણું સારું.
હે યંતી ! જે જ ધાર્મિક અને યાવતુકર્મથી જ નિર્વાહ ચલાવવા થકી વિચરે છે, તે જીવનું જાગવું સારું છે. કેમકે એ જીવ જાગતા થકી ઘણું પ્રાણીઓને દુઃખ-પરિતાપ આપ્યા વગર જીવનવ્યાપાર ચલાવે છે. એ જી જાગતાં થકી પિતાને, પરને, કે ઉભયને ઘણું ધાર્મિક જનાઓમાં જોડતા રહે છે. એ જે જાગતા થકી પાછલી રાતે ધર્મજાગરિકાએ જાગતા રહે, માટે એ જીવનું જગતાપણું સારું.
આ કારણોથી કેટલાક જીવનું જાગતાપણું અને કેટલાકનું સૂતાપણું સારું.
એવી જ રીતે, બલવાનપણા તથા દુર્બલપણા માટે જાણવું. વિશેષ એ કે તેવા બલવાન છે એથ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમાદિ વિચિત્ર તપકર્મથી આત્માને ભાવતા થકા વિચરે છે.
એ જ પ્રમાણે, ઉદ્યોગીપણા અને આળસપણે માટે જાણવું. વિશેષ એ છે કે, એવા ઉદ્યોગ છ આચાર્ય, ઉપાધ્યાય, વિર, શિષ્ય, પ્લાન, તપસ્વી, કુળ, ગણ, સંઘ અને સાધકને વૈયાવચ્ચથી પિતાને જોડે છે.” - જ્યન્તી શ્રાવિકાના એક અન્ય પ્રશ્નના શાક્ત જવાબવાળી વિગતેની નોંધ નીચે મુજબ છે :
જયંતીએ પ્રભુને વિનમ્ર વાણીથી પૂછયું, “હે ભગવંત, સુષુપ્ત સારું કહેવાય કે જાગતા રહેવું સારું કહેવાય?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org