________________
૧૦૨ ]
[ શાસનનાં શ્રમણીરત્ન ત્યારે પણ હિંમતપૂર્વક સાચો રાહ શેધી કાઢીને પુરુષ સમોવડી નારી તરીકે ગૌરવ પ્રસ્થાપિત કર્યું છે. શિયળની રક્ષા માટેની યુક્તિ સાચે જ એના સતીત્વની એક ચિરંજીવ સ્મૃતિ બની રહે છે. ચેડા રાજાની પુત્રીઓને જૈનધર્મમાં અવિચળ શ્રદ્ધા હતી, એટલે આપત્તિકાળમાં પણ સ્વસ્થ બનીને ઉન્નત મસ્તકે જીવન જીવી બતાવ્યું હતું. પ્રાતઃસ્મરણીય સોળ સતીઓમાં મૃગાવતીનું સ્થાન પ્રથમ કેટિનું છે. ભગવતીસૂત્ર, આવશ્યકણિ અને કલ્પસૂત્રમાં મૃગાવતીની કથા છે.
સેમી સદીના સૂફી કવિ કુતબને મૃગાવતીની કથા લખી છે. તેરમી સદીમાં દેવપ્રભસૂરિએ સંસ્કૃતમાં મૃગાવતીચરિત્રની રચના કરી છે. સકલચંદ્ર ઉપાધ્યાય અને સમયસુંદર જેવા કવિઓએ
મૃગાવતી એપાઈની રચના કરી છે. મૃગાવતીનું ભૌતિક અને આધ્યાત્મિક જીવન નારીજગતનું આદર્શ પાત્ર છે. એમનું જીવન અને કાર્ય સમસ્ત નારીવૃંદને દિવ્ય જીવનના પંથે અનન્ય પ્રેરણા આપે છે.
કાકડી : રાજગૃહી નગરીના રાજા શ્રેણિકની રાણી, કુણિકની સાવકી મા તથા કાલકુમારની ધર્મપરાયણ માતા. શ્રેણિક રાજાના અવસાન પછી કાલી ધર્મધ્યાનમાં સમય પસાર કરતી હતી. એક વખત ભગવાન મહાવીર વિહાર કરીને ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્ય નામના ઉદ્યાનમાં પધાર્યા ત્યારે નગરજનો અને રાજકુળના સભ્યો ભગવાનની દેશના સાંભળવા ગયા. દેશના પૂર્ણ થયા પછી કાલીએ વિનયયુક્ત વાણથી પ્રભુને પૂછ્યું કે, “હે ભગવંત ! કાલકુમાર યુદ્ધમાં ગયા છે તે ક્ષેમકુશળ પાછા આવશે ?”
ભગવાને પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, “કાલકુમાર યુદ્ધમાં માર્યા ગયા છે. અને આશ્વાસન આપતાં ધર્મવાણી સંભળાવી. સંયોગ અને વિયેગ એ સંસારમાં દુઃખનું આધ્યાન અને રૌદ્રધ્યાનનું કારણ છે. જીવનની નશ્વરતા, સંસારસુખની ક્ષણભંગુસ્તા અને મૃત્યુની ભયાનક્તાથી મુક્ત થવા ધર્મ સિવાય કેઈ ઉપાય નથી.
ભગવાનની દિવ્ય વાણીથી વૈરાગ્યવાસિત થઈ ને કાલીએ પ્રભુ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને ચંદનબાળાની નિશ્રામાં સંયમની આરાધનામાં જોડાયાં. દિનપ્રતિદિન વિશુદ્ધ ચારિત્રના પાલનથી કાલીએ પ્રગતિ કરી, ચંદનબાળાની અનુમતિ પ્રાપ્ત કરીને રત્નાવલી તપની આરાધના શરૂ કરી. આ કઠિન તપને કારણે શરીરનું માંસ અને રુધિર સુકાઈ ગયાં. પરિણામે શરીર માત્ર હાડકાના માળા જેવું બની ગયું. છતાં તપના પ્રભાવથી અને મનની દઢતાને કારણે કાલીનું મુખારવિંદ અત્યંત તેજસ્વી લાગતું હતું. શરીર કૃશ થયેલું જાણીને કાલીએ ચંદનબાળાની આજ્ઞા લઈને સંલેખના (અનશન) કરી. એક માસની સંખના પછી સર્વકર્મને ક્ષય કરીને તેઓ સિદ્ધિપદને પામ્યાં. માત્ર આઠ જ વર્ષના ચારિત્રપાલનમાં કઠેર તપશ્ચર્યા અને સંલેખનાથી સિદ્ધિ પ્રાપ્ત કરીને શ્રમણીસંઘમાં કાલીનું નામ ચિરંજીવ યશ પ્રાપ્ત કરનારું બનીને ધર્મારાધનાની અપૂર્વ પ્રેરણામૂતિ બની રહે છે.
સુકાલી : પુત્ર સુકલકુમારનું અકાળ અવસાન થવાથી તેણે વૈરાગ્ય પામીને ચંદનબાળા પાસે ચારિત્ર અંગીકાર કરીને પ્રચંડ પુરુષાર્થથી અગિયાર અંગ સુધી અભ્યાસ કર્યો. ત્યાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org