________________
શાસનનાં શમણીર ]
[ ૧૦૩ પછી કનકાવલી તપની આરાધના શરૂ કરી. આ તપ એક વરસ, પાંચ મહિના અને અઢાર દિવસે પૂર્ણ થાય છે. તેમાં ૨૮ દિવસ પારણને આવે છે; જ્યારે એક વરસ, બે મહિના અને ચૌદ દિવસ તપશ્ચર્યા કરવાની હોય છે. એક પરિપાટીમાં આટલે તપ કરવાનો હોય છે. આ રીતે ચાર પરિપાટી કરતાં પાંચ વરસ, નવ મહિના અને અઢાર દિવસનો સમય લાગે છે. આવા ઉત્કૃષ્ટ તપની આરાધના કરીને તેમણે અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સુકાવીએ ૬૦ દિવસના ઉપવાસ કરીને અનશન દ્વારા આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધિપદની પ્રાપ્તિ કરી. સુકાલીનું જીવન જ્ઞાન અને તપને અભુત સંયોગ કે જેનાથી કેવળજ્ઞાન અને સિદ્ધિપદની પ્રાપ્તિ થઈ.
મહાકાલી : રાજા શ્રેણિકની રાણી અને કુણિકની નાની માતા. પુત્રના અકાલ અવસાનથી અત્યંત શેકાતુર થયેલી મહાકાલીએ પ્રભુ મહાવીરની શીતળ વાણી સાંભળીને વૈરાગ્યભાવથી પ્રેરાઈ ચંદનબાળા પાસે દીક્ષા લીધી. સંયમ સ્વીકાર્યા પછી અગિયાર અંગ સુધી અભ્યાસ કર્યો અને અનેકવિધ નાની-મોટી તપશ્ચર્યા પણ કરી. મહાકાલીએ ચંદનબાળાની આજ્ઞા પ્રાપ્ત કરીને લઘુસિંહ નિષ્ક્રીડિત તપ કર્યો. આ તપની એક પરિપાટીમાં ૬ મહિના અને ૭ દિવસને સમય લાગે છે. આ રીતે ચાર પરિપાટીમાં બે વરસ અને અઠ્ઠાવીસ દિવસ લાગે છે. મહાકાલીએ આ તપ સમતાપૂર્વક કરીને કર્મની નિજર કરી. મહાકાલીએ શાસ્ત્રવિધિ અનુસાર લઘુસિંહ નિષ્ક્રીડિત તપની પૂર્ણ આરાધના કરી. જીવનના અંતકાળે સંલેખના કરીને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરીને, સર્વ કર્મોને ક્ષય કરીને શિવસુખને પામ્યાં. માત્ર દશ વરસની ચારિત્રની આરાધનામાં અગિયાર અંગને અભ્યાસ અને કઠોર તપશ્ચર્યા કરીને જન્મ-જરા-મૃત્યુને વશ કરીને સિદ્ધિપદ પ્રાપ્ત કર્યું. જ્ઞાનને ક્ષેપક્ષમ કેટલે ઊંચે ને તપની ભાવના પણ કેવી વિશુદ્ધ ! પછી મુક્તિ મળે એમાં શંકા હેય ખરી !
કૃષ્ણ : રાજા શ્રેણિકની રાણી અને કણિકની નાની માતા. પુત્રના અકાળ અવસાનથી વૈરાગ્ય પામીને ચંદનબાળા પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચંદનબાળાની આજ્ઞા પ્રાપ્ત કરીને કૃષ્ણએ મહાસિંહ નિષ્ક્રિીડિત તપની ચાર પરિપાટી પૂર્ણ કરી. છ વરસ બે મહિના અને બાર દિવસની ઉત્કૃષ્ટ તપશ્ચર્યાથી તેણીનું શરીર અત્યંત કૃશ બની ગયું. અંતકાળે એક મહિનાની
લેખના કરીને આયુષ્ય પૂર્ણ કર્યું. અગિયાર વરસ સુધી ચારિત્ર પાળીને તપશ્ચર્યા દ્વારા કર્મ ખપાવીને મુક્તિસુખને પામ્યાં.
મહાસેનકણું : શ્રેણિક રાજાની રાણી. પિતાના પુત્રના અકાળ અવસાનના સમાચારથી શકાતુર થયેલી રાણીએ વૈરાગ્યભાવથી ચંદનબાળા પાસે દીક્ષા અંગીકાર કરી. સંયમજીવનની શરૂઆતમાં જ વર્ધમાન તપની શરૂઆત કરી. વિધિવત્ તપ પૂર્ણ કરીને અન્ય તપની આરાધના કરી. તદુપરાંત અગિયાર અંગ સુધી અભ્યાસ કર્યો. ચંદનબાળાની આજ્ઞા મેળવી લેખના કરી. અગિયારે અંગના સૂત્રપાઠનું સ્મરણ કરવાથી ઘર્મ ધ્યાનમાં વધુ વિશુદ્ધિ અને એકાગ્રતા પ્રાપ્ત કરીને એને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એક મહિનાની સંખના પછી સર્વ કર્મને ક્ષય કરીને આયુષ્ય પૂર્ણ થતાં મુક્તિપદને પામ્યાં. ૧૭ વરસની ચારિત્રની આરાધનાથી મુક્તિ મેળવનાર મહાસેનકૃષ્ણનું જીવન સંયમીઓને અને અન્ય નરનારીને અનન્ય પ્રેરક અને આદર્શરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org