________________
શાસનનાં શ્રમણને ]
[ ૮૯ મંડળ, મહેસાણા. (૬-૭) પા. ૪૭૨/૪પ૭ કલ્પસૂત્ર–ખીમશાહી ટીકા. (૮) પા. ૪૭૭. એજન (૯) પ. ૧૧. જૈન ધર્મ કી પ્રમુખ સાવિયાં એવં મહિલા. (૧૦) પા. ૪૭ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર, પ્ર. ૩, સર્ગ. ૮. (૧૧) પ. ૨૨. જૈનધર્મ કી પ્રમુખ સામ્બિયાં એવં મહિલાઓં. (૧૨) પા. ૬૩. કલ્પસૂત્ર–ખીમશાહી. (૧૩) પા. ૨૩. સઝાયમાળા, સં. પંડિત મફતલાલ ઝવેરચંદ. (૧૪) પ. ૧૮૪. કલપસૂત્ર–ખીમશાહી. (૧૫) પા. ૧૮૭. સજજન સન્મિત્ર, પ્રકાશક–ઝવેરી પોપટલાલ કેશવજી, મુંબઈ. (૧૬) પા. ૧૮૬. વિવિધ પૂજાસંગ્રહ. (૧૭) પા. ૨૪. સઝાયમાળા ભાગ ૧ થી ૪, સંપાદક-પંડિત મફતલાલ ઝવેરચંદ. (૧૮) પા. ૩૬૪. પંચપ્રતિક્રમણુસૂત્રાણિ, પ્રકાશક–જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણું.
શ્રી કષભદેવ ભગવાનથી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સમય દરમિયાન મુખ્ય સાધ્વીઓનો પરિચય આપણે જે. જૈનધર્મમાં (પુરુષ સમોવડી) નારીઓનો ભવ્ય ઇતિહાસ છે તેનું મરણ કરાવતી ઉપરોક્ત માહિતી માત્ર સમગ્ર સ્ત્રીવર્ગને તે પરમ પ્રભાવક, તારક અને આદર્શરૂપ બને છે. સાથે સ્યાદ્વાદની અપેક્ષાએ ગુણાનુરાગ કેળવવા માટે પુરુષવર્ગને પણ દષ્ટાંતરૂપ બની શકે છે.
પૂર્વભવમાં બાંધેલાં કર્મના કારણે સ્ત્રીવેદ ઉદયમાં આવે છે; પણ આરાધનાની ભાવનાને પરિણામે સ્ત્રી હોવા છતાં ધર્મારાધના કરીને, મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તેના પ્રત્યક્ષ પ્રમાણરૂપે સાધ્વીજીઓના પરિચયની વિગતો ચિંતનપ્રેરક છે. વિશ્વના વિવિધ ધર્મો તરફ વિહંગાવલોકન કરતાં વિચારીએ તે જૈનધર્મે ઉદારતાથી મુક્તિમાર્ગને સ્ત્રીપુરુષના ભેદભાવ વગર સાધના માટે રાજમાર્ગ બનાવ્યું છે, તેનાથી સામાજિક સુવ્યવસ્થાની સાથે આત્મકલ્યાણની સર્વોચ્ચ ભાવના ચરિતાર્થ થયેલી જોઈ શકાય છે.
પ્રકરણ-૫ ભગવાન મહાવીરસ્વામીના સમયની
પ્રભાવક સાધ્વીઓને પરિચય વર્તમાન ચોવીશીના ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી થયા શ્રી પાર્શ્વનાથ ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ત્યાર પછી શ્રી મહાવીર સ્વામીએ સંઘને વધુ વ્યવસ્થિત બનાવવાનો પ્રયત્ન કર્યો. અત્યારે ભગવાન મહાવીરના શાસનમાં આપણે બધાં કાળનિર્ગમન કરી રહ્યાં છીએ. એટલે કે વર્તમાનમાં વીરપ્રભુનું શાસન પ્રવતી રહ્યું છે. ભગવાન મહાવીરસ્વામીએ પિતાની પ્રેરક વાણીથી દેશકાળને અનુરૂપ સર્વવિરતિ અને દેશવિરતિ ધર્મનો ઉપદેશ આપીને ધર્મમાર્ગમાં લેકેને ઉદ્યમવંત બનાવવાનો પ્રયત્ન કર્યો હતે. શા. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org