________________
[ શાસનનાં શ્રમણીરત્ન પૂર્વક સ્વસ્થાને ગયાં. રાજાએ ત્યાર પછી સ્વપ્નપાદકેને આમંત્રણ આપીને સન્માનપૂર્વક દરબારમાં બેસાડ્યા ને સ્વપ્નફળ વિશે પ્રશ્નો પૂછ્યા. સ્વપ્નપાહકોએ દરેક સ્વપ્નનું વિગતવાર ફળ કહી સંભળાવ્યું અને છેવટે જણાવ્યું, “હે રાજન ! આપશ્રી સિંહ સમાન શૂરવીર અને નિર્ભય તથા દિવ્ય વૈભવવાળા પુત્રરત્નની પ્રાપ્તિ કરશે. આ પુત્ર કાં તે ચક્રવતી રાજા થશે અથવા ધર્મચક–પ્રવર્તક થશે.”
સ્વપ્ન પાઠકે પાસેથી સ્વપ્નફળ જાણ્યા પછી અત્યંત હર્ષિત થયેલી ત્રિશલા રાણી સુખપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. માતાના ગર્ભમાં રહેલા પ્રભુએ વિચાર્યું કે, “મારા હલન-ચલનને કારણે માતાને કષ્ટ થાય છે, એટલે સ્થિર થઈ જાઉં.' ગર્ભમાં સ્થિર થવાથી માતાને શંકા પડી કે, મારે ગર્ભ નષ્ટ થઈ ગયે? વ્યંતરદેવે હરણ કરી લીધું ? શું મારે ગર્ભ ગળી ગયો ? આવા વિચારોથી માતાનું મુખારવિંદ પ્લાન થઈ ગયું. ત્રિશલાદેવીની આ ચિંતાજનક સ્થિતિથી રાજદરબાર અને અંતઃપુરમાં સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું અને સિદ્ધાર્થ રાજા પણ ચિંતાતુર થઈ ગયા. પ્રભુને અવધિજ્ઞાન હોવાથી ઉપરોક્ત પરિસ્થિતિને ખ્યાલ આવતાની સાથે જ સહેજ હલનચલન કર્યું. આ હલનચલનથી ત્રિશલા માતાને આનંદમંગલને અનુભવ થયે અને તેઓ પૂર્વવતુ હર્ષપૂર્વક ગર્ભનું પાલન કરવા લાગી. પ્રભુએ આ પ્રસંગથી એમ પણ વિચાર્યું કે, માતાના સુખને માટે હલનચલન બંધ કર્યું તો તેનું પરિણામ વિપરીત આવ્યું. આથી પ્રભુએ અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી માતાપિતા જીવતા હશે, ત્યાં સુધી દીક્ષા અંગીકાર કરીશ નહિ.
ભગવાનના અભિગ્રહ અને માતા પ્રત્યેની કરુણાના આ પ્રસંગનું અર્થઘટન એવું પણ કરવામાં આવે છે કે, આ કળિયુગમાં કેઈના ઉપકાર માટે કાંઈ કર્વામાં આવે તો તેનાથી વિપરીત પરિણામ આવશે. હવે પછીનો કાળ આવે આવશે તે અંગેનું પણ સૂચન આ પ્રસંગથી થાય છે.*
“જિં તુ? વા મઃ? મોદણ્ય તિદિશ |
दुषेधति रिवाऽस्माकं, दोपनिष्पत्ति ये गुणः ॥ १॥' –શું કરીએ? અને આ વાત કેને કહીએ? મોહની ગતિ આવી રીતની જ છે, વ્યાકરણના નિયમ મુજબ જેમ “દુષ” ધાતુને ગુણ કરવાથી “દેવ” બને છે, તેમ અમાએ પણ જે કાર્ય ગુણને માટે કર્યું તે દેશની ઉત્પત્તિ માટે થયું.
' मया मातुः प्रमोदाय कृतं जातं तु खेदकृत् । भाविनः कलिकालस्य सूचकं लक्षणं ॥२॥ पञ्चमारे गुणो यस्माद्र भावी दोषकरो नृणाम् ।
नालिकेशऽम्भसि न्यस्तः कर्पूरो मृतये यथा ॥३॥' – માતાના સુખને માટે જે કર્યું તે તે ઊલટું માતાને ખેદ કરનારું થયું, માટે આ લક્ષણ ભાવી એવા કલિકાલને સૂચવનારું છે. (૨) કારણ કે, જેમ નાળિયેરના પાણીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org