________________
શાસનનાં શમણીરત્ન
[ ૯૧ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયા પછી ૧૪મા માસમાં દેવાનંદાને ઉલ્લેખ મળી આવે છે. ભગવાન મહાવીર વિહાર કરતાં બ્રાહ્મણકુડપુર નગરના બાલ ઉદ્યાનમાં પધાર્યા તે જાણીને ઋષભદત્ત અને દેવાનંદા રથમાં બેસીને બહાલ ઉદ્યાનમાં ગયાં. પ્રભુને વિધિપૂર્વક વંદન કરીને બંને દેશના સાંભળવા બેઠાં. દેવાનંદા ભગવાન મહાવીરને અપલક નયનોથી નિહાળી રહી હતી. જેમ જેમ પ્રભુ સામે દૃષ્ટિ કરતી થઈ, તેમ તેમ રોમાંચ ખડાં થયાં અને હર્ષાશ આવી ગયાં. આવી અનુભૂતિને કારણે દેવાનંદા માતાની કંચુકી તૂટી અને સ્તનમાંથી દૂધ કરવા લાગ્યું. દેવાનંદાનું માતૃવાત્સલ્ય ઊભરાવા લાગ્યું. આ દશ્ય જોઈને ભગવાનના પ્રથમ ગણધર ગૌતમસ્વામીએ આશ્ચર્ય અનુભવીને ભગવાનને પ્રશ્ન પૂછો. સકલચંદ્ર ઉપાધ્યાયે દેવાનંદાની સઝાયની રચના કરી છે તેમાં આ પ્રસંગ લલિતમંજુલ પદાવલીમાં ગૂંથી લેવામાં આવ્યું છે.
જિનવર રૂપ દેખી મન હરખી, સ્તન દૂધ કરાયા તવ ગૌતમકુ ભયા અચંબા, પ્રશ્ન કરનકુ આયા.
ગતમ! એ તે મેરી અમ્મા | 1 / તસ કુખે તમે કહુ ન વસિયા, કવણ કિયા ઈણ, કમ્મા, ગૌતમ ૨ ૩ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમને પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે, દેવાનંદા મારી માતા છે અને હું એમને પુત્ર છું. દેવાનંદાને જે ભાવની અનુભૂતિ થઈ હતી, તેમાં પુત્રનેહઅપૂર્વ વાત્સલ્ય અને માતૃત્વ રહેલાં હતાં. ભગવાનના ઉપદેશથી વૈરાગ્ય પામીને ત્રાષભદત્ત અને દેવાનંદાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. દેવાનંદ એ ચંદનબાળાની નિશ્રામાં રહીને સંયમની આરાધના કરી. સંયમ દરમિયાન જ્ઞાનપાસના કરીને અગિયાર અંગ સુધી અભ્યાસ કર્યો. તપ અને વતનું પાલન કરીને, કર્મક્ષય કરીને, મેગ્ને સિધાવ્યાં. ભગવતીસૂત્રમાં વૃષભદત્ત અને દેવાનંદાનું વૃત્તાંત આપવામાં આવ્યું છે.
ત્રિશલાદેવી ઃ ભગવાન મહાવીરની માતા અને ક્ષત્રિયકુંડના રાજા સિદ્ધાર્થની રાણું અને વૈશાલી ગણરાજ્યના રાજા ચેટકની બહેન. ચરમ તીર્થકર ભગવાન મહાવીરને જન્મ આપી સર્વોત્તમ માતૃત્વપદનું ગૌરવ કરાવે તેવું વંદનીય અને પૂજનીય નારીરત્ન. ભગવાન મહાવીરની માતા હોવાને કારણે એમનું જીવન ધન્ય બન્યું. એક રાત્રે ત્રિશલા માતા પિતાના સુવર્ણ પર્યક પર શયન માટે ગઈ. શયનખંડ રત્નના ઓજસથી પ્રકાશિત થયા હતા. ધૂપ, દીપ અને સુરભિયુક્ત વાતાવરણથી ત્રિશલાદેવીનું હદય પુલકિત થઈ ગયું હતું. એ રાત્રિએ એમણે અર્ધજાગૃત અને અર્ધનિદ્રાધીન અવસ્થામાં સર્વ પ્રકારની વિપત્તિનો વિનાશ કરનાર અને મહામંગલકારી ચૌદ સ્વપ્ન જોયાં. સ્વપ્નની દુનિયાની અલૌકિક અનુભૂતિ પછી સ્વસ્થતાપૂર્વક જાગીને સિદ્ધાર્થ રાજાના શયનખંડમાં જઈને વિનમ્ર વાણ પૂર્વક રાજા સમક્ષ સ્વપ્નનું નિવેદન કર્યું. રાજાએ સ્વપ્નનું વર્ણન સાંભળીને સહજ બુદ્ધિપૂર્વક વિચારીને પ્રત્યુત્તર આપ્યો : “હે દેવાનુપ્રિયે ! આ સ્વપનો શુભ, મંગલમય અને સર્વશ્રેષ્ઠ છે. તમે એક ઉત્તમ, ગુણવાન, પરાક્રમી અને વિશ્વવંદનીય એવા પુત્રરત્નને જન્મ આપશે.” ત્રિશલાદેવીએ આ સાંભળી પરિતેષ અનુભવ્યું ને હર્ષોલ્લાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org