________________
શાસનનાં શમણીર ]
[ ૮૭ ૨૭. રાજીમતી : બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથની વાગ્દત્તા અને ઉગ્રસેન રાજાની ધારિણે રાણીની પુત્રી. યાદવ કુળના નેમકુમાર સાથે વાટ્ટાન થયેલ હોવાથી ગૌરવ અનુભવતી હતી. નેમકુમારની લગ્નની જાન ઉગ્રસેન રાજાના નગરમાં આવી પહોંચી ત્યારે સખીઓ રાજીમતીને ભાગ્યશાળી કહીને વધામણી આપવા લાગી કે, “નેમકુમાર જેવા ત્રિલોકના નાથ સાથે તમારા લગ્ન થવાનાં છે. આ સાંભળીને રાજીમતીને પ્રિયતમનાં દર્શન કરવાની પ્રબળ ઈચ્છા થઈ એટલે ઝરૂખામાંથી ચહેરો સહેજ બહાર કાઢીને નમકુમાર અને સાજન મહાજનનાં દર્શન કર્યા. એટલામાં એની ડાબી આંખ અને ભુજા ફરકવાં લાગ્યાં એટલે અનિષ્ટની આશંકા થઈ. ત્યાર પછી અલ્પ સમયમાં જાણવા મળ્યું કે જેમકુમાર પિતાને રથ પાછો ફેરવીને ચાલ્યા ગયા. લગ્નપ્રસંગે ભેજન અર્થે લાવવામાં આવેલાં પશુઓનું દાકણ કંદન સાંભળીને નેમિકુમાર અહિંસાપાલન અને કરુણા ભાવથી સીધા ગિરનાર ચાલ્યા ગયા. તત્કાળ રાજીમતીએ પણ નેમિકુમાર સિવાય અન્ય કઈ પતિ કરે નથી અને એમનાં પગલે હું પણ ગિરનાર જઈને પ્રત્રજ્યા ગ્રહણ કરીશ.” એ મકકમ નિર્ધાર કર્યો. માતાપિતા અને સખીઓએ અન્ય રાજકુમાર સાથે લગ્ન કરવાની સલાહ આપી; પણ રાજીમતીએ આ બધી સલાહનો અસ્વીકાર કર્યો અને ગિરનાર જઈને નેમિકુમાર પાસે દીક્ષા લીધી. દિક્ષા લઈ આરાધના કરતાં કરતાં કર્મોને ક્ષય કરી મોક્ષે સિધાવ્યાં.
રાજીમતી અને તેમના દિયર રથનેમિને દીક્ષા પછીને પ્રસંગ પણ આ સંબંધમાં નોંધવા જે છે. રથનેમિ રામતીના અપૂર્વ સૌંદર્યથી મોડાઈને કામવાસના ભોગવવાની ઈચ્છા રાખે છે ત્યારે રાજીમતી તેને પ્રતિબંધિત કરીને સન્માર્ગે લાવી સંયમમાં સ્થિર કરે છે. નેમિકુમાર કેવળજ્ઞાન થયા પછી પ્રભુની દેશના સાંભળીને ઘણી કુળવાન સ્ત્રીઓએ દીક્ષા લીધી હતી. આર્યા યક્ષિણીને પ્રભુએ પ્રવર્તિની પદે સ્થાપી હતી. રોહિણી, રુકિમણી, દેવકી વગેરે સ્ત્રીઓએ શ્રાવિકા તરીકે નમૂનારૂપ આદર્શ જીવન વિતાવ્યું હતું. રાજીમતીએ તપ અને સંયમની અપૂર્વ આરાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને નિર્વાણ પામ્યાં. રજીમતી એક આદર્શ નારી, સતી અને ઉત્કૃષ્ટ સાધ્વી તરીકે આદરણીય અને અનન્ય પ્રેરક સ્થાન ધરાવે છે.
નેમ-રાજુલની યુગલજોડી જૈનધર્મમાં વિશેષ પ્રસિદ્ધ છે અને એમના જીવનપ્રસંગોનું વર્ણન કરતી વિવિધ કાવ્યરચનાઓ આકર્ષક, ભાવવાહી ને મંત્રમુગ્ધ કરે તેવી શૈલીમાં રચાઈ છે.
૨૮. થાવસ્થા : દ્વારિકાના વૈભવશાળી પરિવારની માતા તરીકે ખ્યાતિ ધરાવતી હતી. પતિના અકાલ મૃત્યુથી બધી જવાબદારી પૂર્વવત્ સ્વીકારીને પ્રતિષ્ઠા વધારી. પિતાના પુત્રને લાડકેડથી ઉછેરીને ઉચિત શિક્ષણ અપાવ્યું અને બત્રીશ સૌંદર્યવાન કન્યાઓ સાથે લગ્ન કરાવ્યાં. થાવાપુત્ર અરિષ્ટનેમિની દેશના સાંભળીને પ્રતિબંધ પામી, માતા પાસે દીક્ષા લેવાની અનુમતિ લેવા માટે ગયા. માતાએ પુત્રની વાત સાંભળીને પ્રત્યુત્તર રૂપે સંયમજીવનની કઠોરતા અને રાધના વિશે ચેતવણીરૂપ માહિતી આપવા સાથે થાવરા માતાએ દીક્ષાની અનુમતિ આપી. શ્રીકૃષ્ણએ દીક્ષા મહોત્સવ અપૂર્વ વૈભવથી ઉજવણી કરવાની જવાબદારી સ્વીકારી. થાવરચા પુત્ર અરિષ્ટનેમિ પાસે પ્રવજિત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org