________________
૭૪ ]
[ શાસનનાં શ્રમણરત્ન પ્રથમ આદર કરે એ વિનીત શિષ્યનું મુખ્ય કર્તવ્ય છે. તેથી જે વિમુખ રહે છે તે સન્માર્ગથી વિમુખ જ છે. (૬૧)
- આ ઉપદેશમાળાના બધા જ કોનો નિત્ય સ્વાધ્યાય તરીકે ઉપયોગ કરીને આચારશુદ્ધિ દ્વારા ચારિત્રને વિશુદ્ધ કરવાનો પુરુષાર્થ આદરે જરૂરી છે.
પ્રકરણ : ૩ પ્રાગૈતિહાસિક યુગમાં નારીજીવન
અને પ્રમાણુઓ (પ્રકરણ ત્રણમાં “શમણીરને ” એક દસ્તાવેજી મૂલ્યવાળો ગ્રંથ બનીને જેનધર્મના ઈતિહાસની પરંપરાનું મૂર્તિમંત દર્શન કરાવે એવા હેતુથી પ્રાગૈતિહાસિક યુગના નારીજીવન વિશેની ભૂમિકાને પરિચય કરાવવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રતિનિધિ શ્રમણીઓ વિશે માર્મિક અને મિતાક્ષરી પરિચય આપવામાં આવ્યું છે.)
ભારતીય સાહિત્યના ભવ્ય વારસામાં સ્ત્રી પૂજ્ય છે તેની ગૌરવગાથા વર્ણવતી હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મની કેટલીક એતિહાસિક વિગતે ઉપલબ્ધ થાય છે. તેમાં મેં જે જૈન સાહિત્યનો અણમેલ વારસો ધ્યાનમાં લેવામાં આવે તે ભારતીય સાહિત્યની વિશ્વમાં પ્રથમ કક્ષાએ ગણતરી થઈ શકે તેમ છે. જર્મનીના વિદ્વાન ડૉ. હરટલ જણાવે કે—
What will be the condition of the Indian Sanskrit literature if the contributions of Jains are removed? The more I Study the Jain literature the more happy and wonderstruck 1 am...??
ધર્મકલા અને સંસ્કૃતિમાં સ્ત્રીવર્ગને પૂજ્યતાભર્યું સ્થાન પ્રદાન કરવામાં આવ્યું છે. પ્રથમ તીર્થકર શ્રી ભદેવના સમયથી સ્ત્રીઓની અધ્યાત્મમાર્ગની સાધનાનાં દષ્ટાંતો પ્રાપ્ત થાય છે. આ વર્તમાન વીસીમાં સ્ત્રીઓમાં સૌ પ્રથમ બ્રાહ્મીએ સાધ્વીજીવનની શરૂઆત કરી હતી ને તેમણે બાહુબલીને પ્રતિબોધવામાં સફળતા મેળવી હતી. એ પ્રસંગે બોલાયેલ પંક્તિ -વિરા, મોટા ગજ થકી ઊતર, ગજ ચઢે કેવળ ન હોય.” –આજ પણ જેન સાહિત્ય અને જૈન સમાજમાં લેકજીભે રમતી જોવા મળે છે. મરુદેવા માતાએ પુત્રસ્નેહથી દષ્ટિ ગુમાવી દીધી ને છેવટે ભરત મહારાજા સાથે સાક્ષાત્ ઋષભદેવ ભગવાન સમીપે જતાં સમવસરણમાં રાષભદેવ ભગવાનની દેશના સાંભળી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાન ઋષભદેવ પછી બીજા તીર્થકર પરમાત્મા અજિતનાથથી છેલ્લા ચોવીસમાં તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામી સુધીના કાળમાં અનેક સ્ત્રીઓએ અસાર સંસારનો ત્યાગ કરવાપૂર્વક દીક્ષા અંગીકાર કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જેની વિગતે આગમગ્ર અને ચરિત્રોમાંથી પ્રાપ્ત થાય છે.
જૈન અને હિંદુ ધર્મપરંપરામાં સ્ત્રીઓને વિવિધરૂપે આદરભર્યું સ્થાન આપવામાં આવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org