________________
શાસનનાં શ્રમણને |
[ ૭૭ પૂજનીય સ્થાન ધરાવે છે.
જૈનધર્મમાં દેવીપૂજા ગુપ્તકાળથી શરૂ થઈ હોવાનું મનાય છે. તેને પ્રભાવ હિંદુધર્મ પર પડ્યો છે. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ ૧૧ અંગ સુધી અભ્યાસ કરી શકતી હતી. દષ્ટિવાદ, નિશીથસૂત્ર, અરુણોપાત જેવા ગ્રંથને અભ્યાસ ન કરી શકે તેનું કારણ બુદ્ધિની અપતા છે. છતાં સ્ત્રી દીક્ષા ગ્રહણ કરીને મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. “
ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક ચૂણિમાં બાહુબલીને બ્રાહ્મીસુંદરીએ અને રથનેમિને રાજીમતીએ ઉન્માગેથી સન્માગે લાવવા માટે પ્રતિબંધિત કર્યા હતા. જયંતી શ્રાવિકા ભગવાન મહાવીરના ઉપદેશને સમયે પ્રશ્નોત્તર કરતી હતી. જૈન ધર્મગ્રંથોમાંથી પ્રાપ્ત થતાં આવાં ઉદાહરણ સ્ત્રી-સન્માનની ભાવના પ્રગટ કરે છે. મનુસ્મૃતિમાં સ્ત્રીના પૂજ્ય ભાવને સંદર્ભ આ મુજબ છે : यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता ।
સ્ત્રીઓને શિક્ષણ આપવા સંબંધી વિચારીએ તો કષભદેવ ભગવાનને પિતાની પુત્રી બ્રાહ્મી અને સુંદરીને ગણિત, લિપિ અને વિજ્ઞાનનું શિક્ષણ આપ્યું હતું. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં સ્ત્રીઓની ૬૪ કળાઓનો ઉલ્લેખ છે. સ્ત્રીઓને ઘેર અભ્યાસ કરાવવામાં આવતું હતું તથા ગુરુકુળમાં રહીને પણ શિક્ષણ મેળવતી હતી. સાધ્વીને ધાર્મિક અભ્યાસ વડીલ સાથ્વી કરાવતી હતી. આમ, વ્યવહારુ શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન-એમ બંને રીતે સ્ત્રીઓને શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હતી. સ્ત્રી જાતિ વિશેની ઉપરોક્ત ધાર્મિક અને ઐતિહાસિક પૂર્વભૂમિકા તેની બહુમુખી વિભાવના પ્રગટ કરે છે.
ચતુર્વિધ સંઘમાં સાધ્વીજીનો કમ બીજે છે અને એ દષ્ટિએ ભગવાન શ્રેષભદેવથી મહાવીરસ્વામી સુધીના દીર્ઘકાળ પર્વતની મુખ્ય સાધ્વીઓ વિશેની માહિતી એ શ્રમણીસ ઘના અંગરૂપ અનન્ય પ્રેરણાદાયક બની રહે તેમ છે. શ્રમણીઓને પરિચય માત્ર સ્ત્રીઓને માટે જ છે એમ માનવાનું નથી. જૈનશાસન સ્યાદ્વાદને અને ગુણાનુરાગને વરેલું છે. એ ન્યાયે શ્રમણીસંઘની આદર્શ નમૂનારૂપ વંદનીય શ્રમણીઓનાં જીવન અને ગુણો સૌ કેઈને હૃદયસ્પર્શી બની રહેશે. એટલા જ માટે વિદુષી શ્રમણીઓનું જીવન અને કાર્યનું સ્તુતિજ્ઞાન વાચકનાં જીવનમાં પુનિત ગંગાને પ્રવાહ વહેતો કરીને દિવ્યપંથે પ્રયાણ કરવાનો રાજમાર્ગ દર્શાવે છે.
પરિશિષ્ટ : (૧) પા. ૭૩, Jainism in Nutshell by Acharya Shri Vijay Kirtichandsuriji.
(૨) શાંતિનાથ પંચકલ્યાણક પૂજા (પ્રસ્તાવના) – પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિ મહારાજ. (૩) પા. ૯ જૈન ધર્મ કી પ્રમુખ સાáિયાં એવં મહિલા – ડો. હીરાબાઈ ચેરડિયા. (૪-પ-૬) પ. પ, એજન. (૭) પ. ૧૧૪. નિત્ય જિનગુણમણિમાળા, સં. મેરુવિજ્યજી. (૮-૯) પા. ૧૧/૧૬. જૈન ધર્મ કી પ્રમુખ સામ્બિયાં એવી મહિલાએ – ડૉ. હરાબાઈ ચારડિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org