________________
શાસનનાં શ્રમણીર ]
'गर्भस्थेऽस्मिन् मातुरासीच्चन्द्रपानाय दोहदः चन्द्रभश्चैष इत्याह चन्द्रप्रभमुं पिता ।'
-त्रिषष्टिशलाकापुरुष चरित, ३/६/४९ પરંપરાગત રીતે ભગવાનનાં કલ્યાણકની ઉજવણી થઈ અને ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી લક્ષ્મણ માતાએ સર્વ કર્મોને ક્ષય કરીને સિદ્ધિ પદને પ્રાપ્ત કર્યું.
૧૩. રામાદેવી : સુવિધિનાથ ભગવાનની માતા અને કાકન્દી નગરીના રાજા સુગ્રીવની ગુણવાન અને સંસ્કારસંપન્ન મહારાણી. ભગવાનને જીવ માતાના ગર્ભમાં આવ્યું ત્યારે માતાને “પુષ્પને દેહદ ઉત્પન્ન થયો, એટલે પુત્રજન્મ થતાં પુષ્પદન્ત નામાભિધાન કરવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કર્યા પછી ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. માતા રામાદેવીએ પણ આ અસાર સંસારનો ત્યાગ કરીને અપૂર્વ આરાધના કરી અને જીવન પૂર્ણ થતાં સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં ગયાં.
૧૪. નંદા : શીતલનાથ ભગવાનની માતા અને ભહીલપુર નગરના દરથ રાજાની સર્વગુણસંપન્ન રાણું નંદામાએ ગર્ભાવસ્થામાં મંગલમય ૧૪ સ્વપ્ન જોયાં. “દરથ રાજાને શરીરે ખંજવાળ (દાહજવર )ની પીડા થઈ હતી. આ અસહ્ય વેદનામાંથી મુક્ત થવા માટે એક દિવસ નંદારાણુના શરીરને રાજાએ સ્પર્શ કર્યો કે તરત જ વેદના દૂર થઈ ગઈ, એટલે પુત્રનું નામ શીતલનાથ રાખવામાં આવ્યું.
'रासः सन्तप्तमप्यंगं नन्दास्पर्शेन शीत्यभूत् । गर्भस्थेऽस्मिन्निति तस्य नाम शीतल इत्यभूत ॥'
–ત્રિવદિશly૫ ૫. ૨, ૮, p. ૪૭ શીતલનાથે દીક્ષા લઈને આરાધના કરી સર્વ કર્મોને ક્ષય કર્યો. નંદા માતા ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનકુમાર નામના ત્રીજા દેવલોકમાં ગયાં.
૧૫. વિષ્ણુદેવી : શ્રેયાંસનાથ ભગવાનની માતા અને ભારતની સિંહપુરી નગરીના વિષ્ણુરાજાની ધર્મપરાયણ અને ગુણવાન મહારાણી. શ્રેયાંસકુમારને જન્મોત્સવ ઊજવા અને દક્ષા લઈને દર્શન-જ્ઞાન-ચારિત્રની અપૂર્વ આરાધનાથી સર્વ કર્મોને ક્ષય કરીને મુક્તિ પામ્યા. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી વિષ્ણુદેવીએ સંસારનો ત્યાગ કરીને આરાધના કરી. આયુષ્ય પૂર્ણ થતાં તેઓશ્રી સનકુમાર નામના તૃતીય દેવલોકમાં સિધાવ્યાં.
૧૬. જયાદેવી : બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં માતા અને બિહારના ચંપાપુરી નગરીના રાજા વસુપૂજ્યની સર્વગુણસંપન્ન મહારાણી. પદ્મોત્તર રાજાને જીવ પ્રાણાંત નામના દેવકમાંથી માતાના ગર્ભમાં આવ્યો હતો. માતાએ મંગલસૂચક ચૌદ સ્વપ્ન જોયાં હતાં અને પુત્રરત્નને જન્મ આપ્યો. રાજાનું નામ વાસુપૂજ્ય હોવાથી પુત્રનું નામ વાસુપૂજ્ય નામ પાડવામાં આવ્યું હતું. વાસુપૂજ્ય કુમારે વિવાહ થયા પછી સંસાર ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org