________________
[ શાસનનાં શમણીરને અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. માતા જયાદેવી પણ અપૂર્વ સાધના કરીને કમને ક્ષય થતાં સનકુમાર દેવલોકમાં સિધાવ્યાં.
૧૭. શ્યામા : તેરમા તીર્થકર શ્રી વિમલનાથની માતા અને મહાપુરી નગરીના ધર્મપ્રિય રાજા કૃતવર્માની રાણી. પૂર્વ ભવમાં ભગવાનને જીવ પદ્મસેન નામને રાજા હતા ત્યારે સંસારસુખ ભેગવીને, રાજ્યનો ત્યાગ કરી સંયમ અંગીકાર કર્યો હતો. જ્ઞાન અને તપની સાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ત્યાર પછી એમનો જીવ દેવલોકમાં ગયા અને ત્યાંથી થામા માતાની કુક્ષિમાં ગર્ભપણે આ. શ્યામાં માતા ધર્મક્રિયામાં જીવન વ્યતીત કરીને સનકુમાર દેવલેકમાં સિધાવ્યાં. - ૧૮. સુયશા : અનંતનાથ ભગવાનની માતા અને સિંહસેન રાજાની રાણી. પયરથ નામના ન્યાયપ્રિય અને ધર્મપરાયણ રાજા તરીકે પૂર્વભવમાં ઉત્તમ કોટિની આરાધના કરીને તીર્થકર નામ ઉપાર્જન કર્યું અને દેવકમાંથી આવીને સુયશા માતાની કુક્ષિમાં ભગવાનને જીવ આવ્યું. માતાએ પુત્રરત્નને જન્મ આપે ત્યારે રાજાએ મેટું યુદ્ધ ખેલ્યું હતું. તેમાં આ ગર્ભસ્થ જીવના પ્રભાવથી વિજય પ્રાપ્ત થયે એટલે અનંતનાથ નામ પાડવામાં આવ્યું. દીક્ષા પછી ત્રીજે વરસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને ૧૦૦૦ સાધુઓ સાથે તેઓ નિર્વાણ પામ્યા. સુયશા માતા આયુષ્ય પૂર્ણ કરીને સનકુમાર દેવલોકમાં ગયાં.
૧૦સુવ્રતા ઃ ધર્મનાથ ભગવાનની માતા અને ભાનુ રાજાની રાણી. પૂર્વભવમાં દઢરથ રાજાએ ન્યાયપૂર્વક રાજ્ય ઉપાર્જન કરીને અંતે દીક્ષા લીધી હતી. સંયમની અપૂર્વ આરાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી સુવ્રતા માતાના ગર્ભમાં આવ્યા. ભગવાનને જીવ ગર્ભમાં આવ્યું ત્યારે માતાની ભાવના ધર્મ કરવાની હતી એટલે પુત્રજન્મ થયા પછી ધર્મકુમાર નામ રાખવામાં આવ્યું. દીક્ષા લીધા પછી ધર્મ કુમારને બે જ વર્ષમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. માતા આરાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનકુમાર દેવલોકમાં ગયાં.
૨૦. અચિરાદેવી : સેળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા વિશ્વસેનની મહારાણી. મેઘરથ રાજા પૂર્વભવમાં જીવદયાનું પાલન કરીને અપૂર્વ આરાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરીને અંતે દેવલોકમાંથી અગિરા માતાની કુક્ષિએ ગર્ભરૂપે આવ્યા હતા. હસ્તિનાપુરમાં મરકીને રોગ ફેલાયું હતું, તેનું નિવારણ શાંતિનાથ ભગવાનના જન્મ પછી થયું હતું. એટલે પુત્રનું નામ શાંતિનાથ પાડવામાં આવ્યું હતું. શાંતિકુમારે દીક્ષા લઈને કઠોર સાધનાથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને અંતે મોક્ષે સિદ્ધાવ્યા. અચિરાદેવી માતા ધર્મારાધના કરીને આયુષ્ય પૂર્ણ થતાં સનકુમાર દેવકમાં ગયાં.
૨૧. શ્રીદેવી : શ્રી કુંથુનાથ ભગવાનની માતા અને હસ્તિનાપુરના રાજા સુરની મહારાણી. સિંહાવહ નામના પૂર્વભવમાં દીક્ષા અંગીકાર કરીને ઉત્કૃષ્ટ તપ અને વીશ સ્થાનક તપની વિશુદ્ધ આરાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી આવીને ભગવાનને આત્મા શ્રીદેવીના ગર્ભમાં આવ્યું. માતાએ ગર્ભાવસ્થા દરમિયાન કુંથુ નામનાં રને સમૂહ સ્વપ્નમાં નિહાળે તેથી પુત્રરત્નને જન્મ થતાં કુંથુનાથ નામ પાડવામાં આવ્યું. કુંથુનાથ ચક્રવર્તી રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org