________________
[ શાસનનાં શ્રમણીરને કરનાર વ્યક્તિને કેવળજ્ઞાન થતું નથી. ” આ શબ્દ સાંભળીને બાહુબલીને બ્રહ્મજ્ઞાન થયું, સત્ય સમજાયું. મર્મવચન સાંભળતાં જ મનની વિચારધારા એકદમ બદલાઈ ગઈ. વિનમ્ર બનીને પિતાના દીક્ષિત ભાઈઓને વંદન કરવાનો નિર્ણય કર્યો. બ્રાહ્મી અને સુંદરીએ ભાઈને પ્રતિબંધ કર્યો એ પ્રસંગ રસિક અને નારીગૌરવના ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ ગણાય છે. . ૬. વિજયાદેવી : વિનીતાનગરીના રાજા જિતશત્રુની પત્ની અને બીજા તીર્થકર શ્રી અજિતનાથની એ માતા હતાં. પુત્રજન્મથી જિતશત્રુ રાજાની શકિત-બળ ખૂબ વધી ગયું અને કોઈ પણ રાજા હરાવી શકે નહિ એ શક્તિશાળી રાજા તે બન્યું એટલે પુત્રનું નામ
અજિત’ પાડવામાં આવ્યું. અજિતનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે વિજયાદેવીને ઘાતીકર્મોને ક્ષય થયે અને છેવટે સિદ્ધગતિને પામ્યાં.
૭. સેનાદેવી : સંભવનાથ ભગવાનની માતા અને જિતારિ રજાની પત્ની. તીર્થકરની માતા ચૌદ સ્વપ્ન જુએ છે, તે પ્રમાણે શુભ સ્વપ્નો જોયાં અને પુત્રને જન્મ આપ્યો. તેમનું નામ સંભવ પાડવામાં આવ્યું. દીક્ષા લીધા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સંઘની સ્થાપના કરી. સેનાદેવીએ ચારિત્ર ગ્રહણ કરીને આત્મસાધના કરી. છેવટે કર્મક્ષય થતાં સિદ્ધગતિને પામ્યાં.
૮. સિદ્ધાર્થી : અધ્યાના સંવર રાજાની રાણી અને ભગવાન અભિનંદન સ્વામીની માતા. સિદ્ધાર્થીએ શુભ સ્વપ્ન જોયાં અને પુત્રને જન્મ આપે. દેવેએ જનેત્સવ ઉજવ્યું. પછી વિવાહ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકની ઉજવણી થઈ. માતાએ દીક્ષા ગ્રહણ કરીને દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી કર્મક્ષય કરીને અંતે સિદ્ધગતિ પ્રાપ્ત કરી.
૯. મંગલા : અધ્યાના મેઘરાજાની પત્ની અને પાંચમા તીર્થકર સુમતિનાથની માતા. મંગલા માતા વિદુષી સ્ત્રી હતી, સત્યપ્રિય અને ન્યાચિત કાર્યો કરવામાં ચતુર હતી. માતૃપ્રેમ અને સ્ત્રી સ્વભાવની સાચી પરીક્ષા કરવાની અને સમજાવવાની શક્તિ ધરાવતી હતી. ભગવાનને કેવળજ્ઞાન થયા પછી મંગલામાતાએ દીક્ષા અંગીકાર કરીને આત્મકલ્યાણને માર્ગ સ્વીકાર્યો. સંયમની આરાધનાથી કર્મ ખપાવીને તેઓ સિદ્ધગતિને પામ્યાં.
૧૦. સુસીમા : શ્રી પદ્મપ્રભુ ભગવાનની સુકેમળ હૃદયવાળી માતા અને કૌશંબી નગરીના ધર રાજાની રાણી. સુસીમાં માતાએ મંગલકારી સ્વનો જયાં અને પુત્રરત્નને જન્મ આપ્યો.
એ જન્મ-મહોત્સવ ઊજળે. પદ્મપ્રભુ ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સુસમા માતા ઉત્કૃષ્ટ ધર્મધ્યાનની પ્રવૃત્તિ દ્વારા કર્મોને નાશ કરીને સિદ્ધિ પદને પામ્યાં.
૧૧. પૃથ્વી : સુપાર્શ્વનાથ ભગવાનની માતા અને વારાણસી નગરીના રાજા પ્રતિષ્ઠિતની પત્ની. પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પૃથ્વી માતાએ સંસારનો ત્યાગ કરીને સંયમપંથે પ્રયાણ કર્યું અને અંતે આરાધનાથી કર્મોને ક્ષય કરીને સિદ્ધિપદને પામ્યાં.
૧૨. લમણા : આડમાં તીર્થકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની માતા અને ચંદ્રપુર નગરના મહાન રાજાની પત્ની. ભગવાન માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને ચાંદની રાતમાં વિહાર કરવાની તીવ્ર ઈચ્છા થઈ હતી. એટલે પુત્રરત્નના જન્મ પછી ચંદ્રપ્રભ નામ રાખવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org